________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૭
કુબડે રથ ચલાવ્યો. માર્ગરૂપી સમુદ્રમાં પવનથી પ્રેરાયેલા વહાણની જેમ રથ ચાલવા લાગ્યા. હવે રથના પવનથી ઉડેલું વસ્ત્ર જમીન ઉપર પડી ગયું. આથી રાજાએ કહ્યું હે કુજ ! રથ ઉભે રાખ, નીચે પડેલું વસ્ત્ર લઈ લઈએ. કુબડાએ સ્મિત વેરીને કહ્યુંઃ હે દેવ! જ્યાં આપનું વસ્ત્ર પડ્યું છે ત્યાંથી પચીસ વૈજન જેટલી ભૂમિ પસાર થઈ ગઈ છે. આ ઘડાઓ મધ્યમ છે. પણ જે ઉત્તમ અશ્વો હોય તો ચોક્કસ આટલા સમયમાં પચાસ એજન જેટલી ભૂમિ ઓળંગી જાય. રસ્તામાં ફળેથી યુક્ત બહેડાનું વૃક્ષ જોઈને પિતાના ઉત્કર્ષને પ્રગટ કરતા રાજાએ સારથિને જલદી કહ્યું: ગણ્યા વિના જ આ વૃક્ષનાં ફળોની સંખ્યા હું જાણું છું. કુંઠિનપુરથી પાછા ફરતી વખતે હું તને આ કુતૂહલ બતાવીશ. કુબડાએ કહ્યું હે દેવ! મને હમણાં જ આ કોસુક બતાવે. હું સારથિ છું ત્યાં સુધી તમારે કુલિનપુર પહોંચવામાં વિલંબ થશે એ ભય સર્વથા રાખ નહિ. રાજાએ કહ્યું: આ વૃક્ષનાં ફળોની સંખ્યા અઢાર હજાર છે. કુબડાએ રથ ઉપરથી ઉતરીને વૃક્ષને મુઠીથી ઠોકર્યું. તે જ વખતે જેમ (આકાશમાંથી) જલબિંદુઓ પડે તેમ પવનથી હાલેલા વૃક્ષ ઉપરથી દડ દડ ફળે પૃથ્વી ઉપર ખરી પડ્યાં. ફળો ગણ્યાં તે તેટલી જ સંખ્યા થઈ. પછી કુબડાએ પોતાની અશ્વોને જલદી ચલાવવાની વિદ્યા રાજાને આપીને તેની પાસેથી આ ગણિતવિદ્યા લીધી. એક તરફ સૂર્યના સારથિને રથ ઉદયાચલ પર્વત ઉપર પહોંચે તે બીજી તરફ કુબડા સારથિને રથ કંડિનપુરના દરવાજા આગળ પહોંચે.
દમયંતીએ તે રાતે સ્વપ્નને જોઈને પિતાને કહ્યુંઃ હે પિતાજી! આજે નિવૃત્તિદેવી મને કોશલાનગરીની ભૂમિમાં લઈ ગઈ. તેના કહેવાથી હું ફળોથી શોભતા આમ્રવૃક્ષ ઉપર ચઢી. દેવીએ મારા હાથમાં ખીલેલું કમળ આપ્યું. તે વખતે કેક પક્ષી તે વૃક્ષ ઉપરથી પૃથ્વી ઉપર પડયું. ભીમરાજાએ કહ્યું: હે પુત્રી ! તેં આ ઉત્તમ સ્વપ્ન જોયું છે. આ સ્વપ્નથી એ સૂચિત થાય છે કે- તને ભૂતકાળના ઐશ્વર્યપદની પ્રાપ્તિ થશે, પતિનો સમાગમ થશે, અને કૃબર રાજયથી ભ્રષ્ટ બનશે. આ પ્રમાણે બંને વાતે કરી રહ્યા હતા તેટલામાં જ મંગલ નામના સેવકે દધિપણું રાજા નગરના દરવાજા પાસે આવી ગયા છે એમ કહ્યું ભીમરાજાએ દધિપણું રાજાનું આતિથ્ય કર્યું. પછી ભીમરાજાએ દધિપણું રાજાને સૂર્ય પાક સેઈ બનાવી આપવા માટે પ્રાર્થના કરી. દધિપણું રાજાએ તે વખતે કુબડાની પાસે સૂર્ય પાક રસોઈ કરાવી. દધિપણું રાજાએ પરિવાર સહિત ભીમરાજાને સૂર્ય પાક રસોઈ જમાડી. તે રઈને ઘરે મંગાવીને દમયંતી તે રસેઈ જમી. પછી તેણે પિતાને કહ્યુંઃ કુબડે હેાય કે લંગડો હોય, પણ ચેસ તે નલ રાજા જ છે. જ્ઞાની ભગવંતે કહ્યું હતું કે, નલ સિવાય બીજે કઈ આવી રઈ બનાવવામાં કુશળ નથી. તેથી હે પિતાજી! કુબડાના રૂપમાં આ નિષધના પુત્ર જ છે. શું
૨૮