________________
૨૧૬
શીલપદેશમાલા ગ્રંથના બ્રાન્તિ થઈ છે. દેવતુલ્ય આકૃતિવાળો અને જાણે શરીરધારી શેભાને જ હોય તેવો નલ રાજ ક્યાં અને જાણે ધનુવંતના રોગવાળે હેય તે ખરાબ અને કુબડો તું
ક્યાં! ક્યાં કલ્પવૃક્ષ અને ક્યાં એરંડવૃક્ષ! ક્યાં માણેકરન અને ક્યાં પથ્થર ! હે કુબડા ! તને જોઈને હવે દમયંતીને મને રથ પણ કુબડ થઈ ગયે=ભાંગી ગયે. હા! તે સર્વ શુભ શુકનશ્રેણિ વ્યર્થ બની. જે ઈચ્છિત ફળતું હોય=ઈચ્છા પ્રમાણે થતું હોય તે કઈ પણ દુઃખી ન થાય. હાહા ! પરીક્ષક! તે દંપતિને વિયેગ કેવી રીતે થયે ! એમ પત્નીને યાદ કરીને તે કુબડે તે વખતે રડ્યો. પછી તેણે બ્રાહ્મણને કહ્યુંઃ હે બ્રાહ્મણ ! આ પવિત્ર કથાને કહેનાર તું પૂજ્ય છે. તેથી તું મારા નિવાસમાં આવ, તારો સત્કાર કરું. પોતાના ઘરમાં સૂર્ય પાક સેઈનું ભોજન કરાવીને પૂર્વે મળેલ ટંક અને આભૂષણ વગેરે તેને આપ્યું.
પછી તે બ્રાહ્મણ કુંડિનપુર ગયે. વિષાદવાળા તેણે ભીમરાજાની આગળ કુબડાની તે વિગત કહી. પછી તે કુબડે વાત ચાલતી હતી ત્યારે રડ્યો, હું મનોહર રસેઈ જ, કુબડાએ લાખ ટંક વગેરે મને આપ્યું, આ બધું કહ્યું. તેથી દમયંતીએ કહ્યું: હે પિતાજી! હવે વિકલ્પબુદ્ધિ ન કરવી, અર્થાત્ હવે નલ રાજા અંગે વિવિધ કલ્પના કરવાની જરૂર નથી. ચેકસ તમે તેને કુબડાના રૂપમાં પિતાને જમાઈ જ જાણે. હે પિતાજી! કઈ પણ રીતે એકવાર તે ઠીંગણને અહીં લઈ આવે. ચિહ્નોથી આ નલ રાજા છે કે બીજે કઈ છે એમ હું ચોક્કસ ઓળખી લઈશ. હવે ભીમ રાજાએ કહ્યું: હે પુત્રી ! ખોટા સ્વયંવરનો પ્રારંભ કરીને સુસુમારપુરના રાજાને બોલાવવા માટે માણસ મેલવામાં આવે તે જે તે કુબડે નલ હશે તે ચોક્કસ તેની સાથે આવશે. કારણ કે પિતાની સ્ત્રીને પરાભવ સહન કરવો એ પશુઓ માટે પણ દુષ્કર છે. વળી તે અશ્વોને જલદી ચલાવવાની વિદ્યા જાણે છે. તે વિદ્યાની પણ પરીક્ષા કરવા માટે સ્વયંવરનું મુહૂર્ત નજીકનું કહેવું. આમ વિચારીને ભીમરાજાએ પોતાના વિશ્વાસુ પુરુ દ્વારા દધિપણું રાજાને બેટા સ્વયંવરમાં ચૈત્ર સુદ પાંચમના દિવસે બોલાવ્યા. નજીકનો દિવસ કહેવાથી દધિપણું રાજા વિષાદવાળો બની ગયે. કુબડાએ રાજાને પૂછયું: હે દેવ! આપનું પણ ચિત્ત ઉદાસીન કેમ છે? રાજાએ કહ્યુંઃ નલ રાજા મૃત્યુ પામે છે એ સાંભળીને દમયંતી સવારે સ્વયંવર કરશે. વચ્ચે છ પ્રહર જ રહ્યા છે. તેથી હે કુન્જ! તેને મેળવવાની મારી આશા દુર્લભ દેખાય છે. કુબડાએ કહ્યું હે દેવ! મુંઝાઓ નહિ. હું તમને કંડિનપુર સવારે પહોંચાડી દઈશ. પણ મારે ઈચ્છિત શ્રેષ્ઠ ઘોડાઓથી યુક્ત રથ મને આપે. રાજાએ તેમ કર્યું એટલે કુબડાએ બધું તૈયાર કર્યું. છડીદાર, બે
ચામરધારી અને છત્રધરથી પરિવરેલે રાજા અને કુબડે એ છ રથમાં આરૂઢ થયા. | કુબડાએ (નેગે આપેલ) દિવ્ય બિલાનું ફળ અને કરંડિયે પિતાની કેડમાં બાંધ્યા.
૧. ધનવંતના રોગથી શરીર વિકૃત થઈ જાય છે.
૨. આ કરંડિ કેરી વગેરેના જેવો મોટો કરંડિયે ન સમજ, કિંતુ હીરા-ઝવેરાત રાખવાના નાના દાખડા જે સમજવો. જેથી તેને સુખેથી કેડે બાંધી શકાય.