________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૫ તે વખતે દેવકમાંથી આવીને કાંતિથી રાજસભાને ઉદ્યોતવાળી કરતા કેઈ ઉત્તમ દેવે દમયંતીને નમીને આ પ્રમાણે કહ્યું તમે એ પૂર્વે જેનું રક્ષણ કર્યું હતું તે હું પિંગલ નામને ચાર છું. મને જેનધર્મ સંબંધી ઉત્કૃષ્ટ બંધ પમાડીને તમાએ જ ચારિત્ર લેવડાવ્યું હતું. પછી હું એકવાર સ્મશાનમાં કાર્યોત્સર્ગમાં રહ્યો હતે. ત્યાં ચિતાના કારણે પ્રગટેલા દાવાનલથી બળેલે હું તમારા જ પ્રભાવથી સૌધર્મદેવલેકમાં ઉત્તમ દેવ થયો. તેથી હે દેવી! તમે દીર્ઘકાળ સુધી વિજય પામે. આ પ્રમાણે બોલતા તે દેવે રાજસભામાં સાત ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી. જેનધર્મનું પ્રત્યક્ષ ફલ જોઈને હર્ષ પામેલા રાજાએ પણ જૈનધર્મને સ્વીકાર કર્યો. હવે હરિમિત્ર બ્રાહ્મણે રાજાને કહ્યું: દમયંતી અહીં ઘણો કાળ રહી. આથી હવે તેને વાહન ઉપર બેસાડીને સેનાની સાથે પિતાના ઘરે મેકલે. રાજાએ પણ તે પ્રમાણે કર્યું.
પુત્રીને આવતી સાંભળીને ભીમરાજા પત્નીની સાથે સામે ગયે. હર્ષનાં આંસુરૂપી જલથી પૂર્ણ દમયંતીએ પિતાને પ્રણામ ક્યાં અને માતાના ગળે વળગીને મોહપૂર્ણ રુદન કર્યું. પછી રાજાએ મહોત્સવપૂર્વક તેને નગરપ્રવેશ કરાવ્યું. 'હે કુબડા ! સાત રાત સુધી ઉત્સવ થયા પછી રાજાએ દમયંતીને બધી વિગત પૂછી. ત્યારે તેણે મારા સાંભળતાં અહીં સુધીની પિતાની કથા કહી. પછી પિતાએ વાત્સલ્યપૂર્વક તેને કહ્યું છે વત્સા ! આપણુ ઘરે સુખપૂર્વક રહે. જે રીતે તારું કાર્ય પૂર્ણ થશે તે રીતે હું પ્રયત્ન કરીશ. ખુશ થયેલા રાજાએ હરિમિત્ર બ્રાણને પાંચસે ગામ બક્ષિસ આપ્યાં અને કહ્યું કે નલ રાજાનું આગમન થશે ત્યારે તને અર્થે રાજ્ય આપીશ.
આ તરફ દધિપણે રાજાનો વિવેકબુદ્ધિવાળો દૂત પિતાના કાર્ય માટે સુસુમારપૂરથી કુંડિનપુર ગયે. એક વાર કેઈક અવસરે તેણે ભીમરાજાને કહ્યુંઃ હે દેવ ! દધિપણું રાજાની પાસે નલરાજાને રસેઈઓ આવ્યું છે. તે રસથી મનહર સૂર્યપાક રસેઈ જાણે છે, તથા વિચક્ષણ તે શ્રેષ્ઠહાથીનું દમન કરવું વગેરે બીજી પણ કળાઓને જાણે છે. તે કુબડા ! આ પ્રમાણે સાંભળીને દમયંતીએ લજજાપૂર્વક ભીમરાજાને કહ્યુંઃ હે પિતાજી ! આ પૃથ્વી ઉપર તેમના સિવાય બીજે કઈ સૂર્ય પાક રસોઈ જાણતું નથી. હે પિતાજી! તેમણે ગુટિકા, મંત્ર કે દેવ વગેરેના પ્રભાવથી પોતાનું અસલરૂપ ગુપ્ત રાખ્યું છે. ચોક્કસ તે નિષધ રાજાના પુત્ર અને આપના જ જમાઈ છે. તેથી ભીમરાજાએ મને શિખામણ આપીને જલદી અહીં મોકલ્યો. તેથી હે ભદ્ર! પૂછતે પૂછતે તારી પાસે આવ્યા. તને જોઈને ખિન્ન બનેલા મેં આ પ્રમાણે વિચાર્યું- દમયંતીને હાડકાના અંશમાં મતીના અંશની આ બ્રાતિ શી થઈ? અર્થાત્ દમયંતીને આવા કુબડા માણસમાં નળ રાજાની
૧. તળાવના કાંઠે બેઠેલા કુબડાને પરદેશી બ્રાહ્મણ આ બધું કહી રહ્યો છે. માટે “હે કુબડા !” એવું સંબોધન છે.