________________
.२०२
શીલાપદેશમાલા ગ્રંથના
હાય તેવી જણાતી હતી. જાણે કે દમયંતીને શણગારવાની ઇચ્છાથી રાજાએએ સમુદ્રમાંથી રત્ના લઈ આવવા માટે સૂર્યને પ્રાર્થના કરી હોય તેમ સૂર્ય સમુદ્રમાં પ્રવેશ કર્યાં, અર્થાત્ સૂર્યના અસ્ત થયા. જાણે કે અમે દમય ́તીને જોઈ પણ નહિ શકીએ એવા વિચારથી હોય તેમ તે વખતે સ્થાવર પતા શ્યામ થઈ ગયા. સ્વયંવરમંડપમાં અનેક રાજાએ એકઠા થયા છે એમ સાંભળીને અમૃત વર્ષાવનાર પણ રાજા (=ચંદ્ર) તારારૂપી મેાતીની માળાએથી અલગૃત બનીને ત્યાં આવ્યા. આપણે ભાગ્યથી સવારે દમયંતીને ષ્ટિથી જોઇશું એમ વિચારતા રાજાએને જાણે રીસાણી હોય તેમ નિદ્રા ન આવી. શરીર ઉપરથી ઉતારાતા અલકારાના તેજથી જાણે તિરસ્કાર કરાયેલી હોય તેમ, શ્રી રામચંદ્રજી વડે તિરસ્કાર કરાયેલી શૂર્પણખાની જેમ, રાત્રિ જલદી પલાયન થઈ ગઈ. જાણે કે આભૂષણાથી શણગારાયેલા દમયંતીના મુખ પાસે શેાભાથી રહિત હું લજજા પામીશ એવા વિચારથી હોય તેમ સવારે ચંદ્ર પલાયન થઈ ગયા. જાણે 'નામથી તુલ્ય એવા રાજાએ વડે પ્રાથના કરાયા હોય તેમ, પૂર્વદિશાના પર્વતે પેાતાના મસ્તકે સૂર્યમંડલ ખતાવ્યું. સૂર્યના ઉદય થતાં જેમ સરાવરમાં કમળા વિકસિત અને તેમ રાજસમુદાયના સુખરૂપી કમળાની શ્રેણિ વિકસિત બની. કિંમતી વસ્રા અને અલકારોથી સ અંગેામાં વિભૂષિત થયેલા રાજાએ જલી મ`ડપ તરફ દોડવા, મંચામાં રત્નસિંહાસન ઉપર બેઠેલા રાજાએ શાલ્યા. તે રાજાએ જાણે કે કૌતુથી સદ્વીપના સૂર્યાં અહીં આવ્યા હાય તેવા જણાતા હતા. નિષધ રાજાએ પ્રાતઃકાર્યો કર્યો. પછી ઉચિત રીતે વસ્ત્રો અને અભૂષણ્ણાને ધારણ કરનારા, પવૃક્ષ સમાન અને દેવકુમાર જેવા પેાતાના એ કુમારને આગળ કરીને નિષધરાજા મંગલપાઠાનું ઉચ્ચારણ કરતા અદિજનાની સાથે સ્વયંવર મંડપમાં જઈને મંચ ઉપર ચડયો. આલાક અને પરલેાકની Àાભાના પુંજ હાય તેવા નિષધ રાજાના બે પુત્રોને જોઇને રાજાઓના મન દમયંતી વિષે નિરાશ થઇ ગયા, અર્થાત્ દમયંતી અમને નહિ વરે એવા વિચારવાળા થયા. વિશેષ પણે લાના નિધાન જેવા નળને જોઈને વિવાહની આશા દૂર રહી, કિંતુ રાજાઓ પેાતાને ભૂલી ગયા, અર્થાત્ જાણે પાતાનું અસ્તિત્વ જ નથી એમ માનવા લાગ્યા. સૌભાગ્યવતી સ્ત્રી #મય તીને સ્વય`વર મ`ડપમાં લાવવા માટે અનેક રીતે શણગારવા લાગી. તેના પગામાં અળતાના મનોહર રસ જાણે રાજાઓના શરીરધારી અનુરાગ પગામાં વળગ્યું! હાય તેમ શાભા પામ્યા. તેના ગાલેમાં કસ્તૂરીથી બનાવેલી ચિત્રરચના જાણે કામદેવરાજાની પ્રકાશતી પ્રશસ્તિ હોય તેમ શેાભી, તેના ચેાટલામાં રહેલા મેગરાનાં પુષ્પાના ઉજ્જવલ હાર જાણે તેના સુખરૂપી ચંદ્રની સેવા કરવા માટે નક્ષત્રો આવ્યા
૧. સંસ્કૃતમાં રાજા અને પતા એ બંનેને મૂમૃત્ કહેવામાં આવે છે. માટે પર્વત અને રાજા નામથી તુલ્ય છે.