________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૩ હોય તેમ શોભતું હતું. તેના કાનમાં રહેલાં રત્નજડિત કુંડલે જાણે રાહુગ્રહના ભયની ભ્રાંતિથી ચંદ્ર-સૂર્ય આવ્યા હોય તેમ ભવા લાગ્યા. નેત્રોમાં અંજનની રેખા જેમ કમળોમાં ભ્રમરી શેભે તેમ શોભતી હતી. પહેરાવેલાં બે વસ્ત્રો જાણે ગંગાનદીના તરંગે હોય તેમ શભ્યાં. ભમરીઓ જેમ કમલિનીને વિભૂષત કરે તેમ, હર્ષ પામેલી દાસીઓએ તેને વધામણિ, મોતી અને વૈર્ય રત્નનાં ઘણું આભૂષણોથી વિભૂષિત કરી. આ રીતે દાસીએથી વિભૂષિત કરાયેલી દમયંતી શોભવા લાગી.
હવે દમયંતીને સ્વયંવરમાં આ પ્રમાણે લઈ જવામાં આવી – સ્ત્રીઓ મધુર દવનિથી ગીત ગાઈ રહી હતી. તેના મસ્તકે સફેદ છત્ર ધારણ કરવામાં આવ્યું. ચારે બાજુ ચામરો વીંઝવામાં આવતા હતા. તેને પાલખીમાં બેસાડી હતી. કામદેવના પાસતુલ્ય માળા પહેરાવી હતી. જાણે શરીરધારી શોભા હોય તેવી દમયંતીકુમારી આ રીતે સ્વયંવરમંડપમાં આવી. ચંદ્રકળા જેવી દમયંતીને જોઈને રાજાઓરૂપી સમુદ્રો ક્ષોભ પામ્યા અને શંગારને પ્રદીપ્ત કરે તેવી વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. જાણે મનુષ્યના શરીરને ધારણ કરનાર સરસ્વતી હોય તેવી અને દમયંતીની આગળ ચાલતી દ્વા૨પાલિકા રાજાએના વંશ, શૌર્ય, નીતિ અને આચારોનું વર્ણન કરવા લાગી. તે આ પ્રમાણે – આ અંગદેશના રાજા છે. તેમણે ઉત્તમકીતિથી ભૂમિતલને ભરી દીધું છે. તેમના (રૂપાળા) શરીરથી જિતાયેલે કામદેવ અતિશય શરીરહિત બની ગયા છે. હે દેવી! મગધ દેશના આ રાજા તેજના પ્રભાવથી સૂર્ય સમાન છે. કલિંગદેશના આ રાજા ઝળહળતા હારના જેવા ઉજજવલ યશસમૂહવાળા છે. લાટ, કર્ણાટ અને મેદપાટ દેશના આ રાજાઓ અનુક્રમે કાંતિભા, શૌર્ય અને ગાંભીર્યથી વિભૂષિત છે. જેમ હશી સ્થળ ઉપર રહેલા કમળોનો આદર ન કરે તેમ દમયંતીને તે રાજાઓને આદર નહિ કરતી જોઈને દ્વારપાલિકાએ ફરી આનંદથી કહ્યું : હે દેવી! દેવતુલ્યવૈભવવાળા આગળ રહેલા આ નિષધદેશના રાજા છે. અશ્વિનીકુમાર જેવા આ નલ અને કૂબર એમના પુત્રો છે. રાજારૂપી વનમાં ભ્રમરીની જેમ ભમતી એની દષ્ટિ જેમ સફેદ હાથી સફેદ કમળમાં રાગવાળ બને તેમ નળ ઉપર ઘણુ કાળ સુધી રાગવાળી બની. જેના રોમાંચ વિકસિત બન્યા છે એવી તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું - જેમ વૃક્ષમાં કલ્પવૃક્ષ પ્રશંસનીય છે તેમ રાજાઓમાં આ નલ જ પ્રશંસનીય છે. ચોક્કસ વિધાતાએ પોતાની સૃષ્ટિનું સારભૂત એને જ કર્યો છે. જેમ બધાં નેમાં કૌસ્તુભ રત્ન શ્રેષ્ઠ છે તેમ બધા રાજાઓમાં નવા શ્રેષ્ઠ છે. પછી તેણે ધ્રુજતાં ધ્રુજતાં નલના ગળામાં વરમાલાનું આરોપણ કર્યું. જેમ સુમેરુ પર્વત ઉપર તારાઓની શ્રેણિ શોભે તેમ તેના ગળામાં એ વરમાળા શોભા પામી. દમયંતી નલને વરી એટલે સ્પર્ધા કરનારા રાજાઓએ નલ ઉપર આક્રમણ કર્યું. નલ રાજાએ બાણની વૃષ્ટિથી એ રાજાઓને નિગ્રહ કર્યો. પછી પરસ્પર પ્રીતિવાળા થયેલા નિષધ અને ભીમ
૧. રાહુગ્રહ ચંદ્ર અને સને ગ્રસિત કરે છે. આથી જ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. અહીં કવિએ ક૯૫ના કરી છે કે રાહગ્રહ અમને ગ્રસિત કરશે એવા ભયથી ચંદ્ર અને સૂર્ય એના કાન પાસે આવીને રહ્યા છે.