________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૦૧ દમયંતી એવું નામ થયું. સ્વભાવથી જ સુંદર તે બાળાને શક્ય માતાઓ પણ ચંચળ અને મનહર ચપટીઓ આદિ વડે રમત કરીને હસાવતી હતી. ક્રમે કરીને પગમાં ઝણઝણતા મનોહર ઝાંઝરવાળી તે ધાવમાતાની ટચલી આંગળીને પકડીને સ્કૂલના પામ્યા વિના ચાલવા લાગી. શ્રીમંતની રીઓ એને ઢીચણ ઉપર બેસાડીને હર્ષ પૂર્વક ધીમેથી હલાવતી અને એ રીતે તેને ઘણું નૃત્ય કરાવતી હતી. પ્રકાશતા સોભાગ્યરૂપી સુગંધવાળી તેણે બાલ્યાવસ્થાને ઓળંગીને જેમ સમુદ્ર નદીઓને ગ્રહણ કરે તેમ સઘળી કલાઓને ગ્રહણ કરી. એકવાર નિવૃતિદેવીએ દમયંતીને ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની સુવર્ણ પ્રતિમા આપીને આ પ્રમાણે કહ્યું – કલ્યાણકારિણી આ પ્રતિમા તારે નિત્ય પૂજવી. તેણે તે પ્રતિમાને જાણે હૃદયમાં સ્થાપિત કરતી હોય તેમ ગૃહત્યમાં હર્ષથી સ્થાપિત કરી. દમયંતીએ કામદેવરૂપી રાજાના શહેર સમાન યૌવનમાં પ્રવેશ કર્યો. યૌવનમાં ક્રમે કરીને સર્વ અંગમાં મનોહર શેભા વધી. તેની મુખની ભાથી જિતાયેલે ચંદ્ર ભૂતના વળગાડવાળો થઈ ગયો. તેથી તે આજે પણ ભૂતપતિની (=શંકરની) જ સેવા કરે છે, અર્થાત્ શંકરના મસ્તકે રહેલો છે. અનુરૂપવરની પ્રાપ્તિ નહિ થવાના કારણે માતા-પિતાની ચિતાની સાથે વધતી તેણે ક્રમે કરીને અઢાર વર્ષો પસાર કર્યા. પછી ભીમરથ રાજાએ પુત્રીના શ્રેષ્ઠ વરને મેળવવાની ઈચ્છાથી મંત્રીઓની સંમતિ મેળવીને સ્વયંવરનો આરંભ કર્યો. ભીમરાજાએ દૂત મોકલીને રાજાઓને લાવ્યા. જેમ હંસે માનસ સરોવરમાં ભેગા થાય તેમ તે સ્વયંવરમાં ઇંદ્રસમાન લક્ષ્મીવાળા રાજાઓ ભેગા થયા. તે વખતે દૂતથી વિનંતિ કરાયેલ નિષધ રાજા પણ જલદી આવ્યું. ત્યાં તે નલ અને કૃબર એ બે પુત્રોથી શોભા પામ્યો. ભીમે પણ બધા રાજાઓનો અતિશય સત્કાર કર્યો. ઇદ્રસમાન સમૃદ્ધિવાળા ભીમ રાજાએ બધા રાજાઓને રહેવા માટે આવાસમંડપો આપ્યા. કુંડિનનગરના લોકો કામદેવ જેવા ઉત્તમ (=રૂપાળા) નળને જોઈને બાકીના રાજાઓને ૨ કેઢિયા જેવા માનવા લાગ્યા. ભીમ રાજાએ શિપીઓ દ્વારા સુધર્મ સભા જેવું સ્વયંવર મંડપ બનાવ્યું. તેમાં સેંકડો સુવર્ણના થાંભલા હતા.
ગ્ય સ્થાને સિંહાસનો મૂક્યાં હતાં. ભૂમિતલમાં નીલમણિ જડેલાં હતા. પગથિયાઓની શ્રેણિ વમણિથી બનાવી હતી. થાંભલાઓમાં રહેલી સર્વ અંગોમાં વિભૂષિત પૂતળીઓ શેભતી હતી. એ પૂતળીઓ જાણે કે સ્વયંવરના કૌતુકને જોવાની ઈચ્છાથી દેવીઓ આવી
૧. દવદંતી અને દમયંતી એવા બે નામ છે. અહીં બધા જ સ્થળે દવદંતી એવા નામને ઉલેખ હોવા છતાં દમયંતી નામ વધારે પ્રસિદ્ધ હોવાથી અનુવાદમાં દમયંતી નામનો ઉલ્લેખ કર્યો છે.
૨. શબ્દકોષમાં વોટર શબ્દને કોઢિયો’ એ અર્થ લેવામાં આવ્યો નથી. પણ વોટર શબ્દની જે વ્યુત્પત્તિ જણાવી છે તેના આધારે આ અર્થ લખે છે. २१