________________
૧૯૮
શીલપદેશમાલા ગ્રંથને તમને મારો આત્મા પણ આવે. મિત્ર માટે શું ન અપાય? મુનિએ હસીને કહ્યું તમારે આત્મા તે તમારી પાસે જ રહે. અવસરે હું જે માગણી કરું તે તમારે અન્યથા ન કરવી. કુમારે “હા” એમ કહ્યું એટલે મુનિએ પડદામાં પ્રવેશ કર્યો. તેથી કુતૂહલના કારણે ઉતાવળી થયેલી સઘળીય નગરી અહીં ભેગી થઈ.
સ્તુતિપાઠકને (=ભાટપુરુષને) સમુદાય મનહરધ્વનિથી સતીનું સત્વ, તપ, ધ્યાન અને માહામ્ય પૃથ્વીમાં જય પામે છે ઈત્યાદિ સ્તુતિ કરી રહ્યો હતો. હાથમાં પુષ્પમાળા લઈને આકાશમાં રહેલા દેવ અને દાનવો જેમ ખેડૂતો વર્ષીદની રાહ જુએ તેમ આતુરતાથી ઋષિદરાની રાહ જોઈ રહ્યા હતા. અન્ય સર્વ કાર્યો ભૂલી જઈને વિસ્મયથી ઉલ્લસિતચિત્તવાળો રાજકુમાર પણ ઊંચી અખથી ઋષિદત્તાની રાહ જોઈ રહ્યો હતે. કૃત્યને જાણનારાઓમાં મુખ્ય ઋષિદત્તાએ કાનમાંથી પવિત્રિકા ઔષધિ દૂર કરી. અગ્નિમાંથી પસાર થયેલ સુવર્ણની સળી જેવી ચમકતી કાંતિવાળી, જાણે ઉપપાતશય્યામાંથી અવતરેલી દેવી હોય તેવી, અમૂલ્ય આભૂષણથી દીપતી, ઘુંઘટથી જેણે મઢું ઢાંકી દીધું છે તેવી, અને પ્રસન્નમુખવાળી ઋષિદરા મહાસતી પ્રગટ થઈને રાજસભામાં આવી અને કુમારના ચરણમાં દષ્ટિ નાખી, અર્થાત્ કુમારના ચરણમાં નમી. દેવોએ તે વખતે તે પતિવ્રતા ! જ્ય પામ! જય પામ! એવા આશીર્વાદપૂર્વક તેને મસ્તકે પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે પોતાના રૂપથી રુકમિણીને દાસી જેવી કરતી ઋષિદત્તાને જોઈને લોકેએ તેના વિષે રહેલા કુમારના રાગના આગ્રહની પ્રશંસા કરી. જેમ સમુદ્ર ચાંદનીને જોઈને હર્ષ પામે તેમ કીબેરીનગરીને રાજા પણ જમાઈને જીવાડનાર ઔષધરૂપ ઋષિદત્તાને જોઈને એકદમ હર્ષ પામ્યું. રાજા ઋષિદત્તાને કુમારની સાથે શ્રેષ્ઠ હાથી ઉપર બેસાડીને પિતાના મહેલમાં લઈ ગયા. ત્યાં તેણે સ્નાન વગેરેથી ગૌરવપૂર્વક તેને સત્કાર કર્યો. રાજાએ તે વખતે સુલસાનું નાક અને બે કાન કાપીને તેની અનેક રીતે વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકી. રાજાએ પોતાની પુત્રીને પણ કઠોર શબ્દોથી ઘણે ઠપકો આપે. રાજાએ કુમારને ઘણુ કાળ સુધી ત્યાં જ રાખે.
જાણે શેકસહિત હોય તેવા કુમારે એકવાર પ્રિયાને કહ્યુંઃ તારા ચરણમાં સ્થાપેલ મારા મિત્ર દુઃખી થાય છે. ઋષિદરા હસીને બેલીઃ હે દયાનિધિ ! ખેદ ન કરે. ઔષધિના યોગથી મેં જ આ બધું કર્યું છે. પણ પૂર્વે આપે જેને સ્વીકાર કર્યો છે તે વરદાન મને આપે. હે નાથ! મારા ઉપર પ્રસન્ન થાઓ. આપે મારી બહેન રુફમિણીને મારી જેમ જ જેવી. અહો ! વિવેકવંતી તે એમાં પણ કરુણાવંતી છે એમ વિચારીને સુકમલવાણીવાળા કુમારે તેને કહ્યું એમ થાઓ. આ પ્રમાણે પતિના વચનથી હર્ષ પામેલી સતી ઋષિદત્તાએ રુમિણીને બેલાવીને પતિની સમક્ષ નેત્રોને સંકોચીને તેને નમી. હવે કુમાર સસરાને પૂછીને જેમ કામદેવ પ્રીતિ અને રતિની