________________
ગુજરાતી ભાવાનુવાદ ઋષિદના કેવી હતી? જેની આંખેામાં અસુ છે એવા કુમારે પણ ગદગદ્દ વાણીથી કહ્યું: ત્રણે જગતની છીએ તેના ચરણની રજતુલ્ય છે એમ હું માનું છું. હાહા ! તારી જેવી પણ તેના વિરહમાં મારી પ્રિયા થાય છે. પાણીથી રહિત મરુદેશમાં ક્ષારવાળી વાવડીઓ પણ આનંદ માટે થાય છે. આ સાંભળીને અમિણીને ગુસે આવ્યું, અને એથી તેણે ગિણીને પ્રેરણા કરવી વિગેરે પોતાને બધે પરાક્રમ હર્ષ પૂર્વક કહ્યો. ઋષિદત્તામુનિ ગુપ્તપણે મિણીનું તે વચન સાંભળીને પોતાનું કલંક દૂર થવાથી સીતાની જેમ હર્ષ પામ્યા. આ પ્રમાણે તેની વાણી સાંભળીને લાલ આંખવાળા કુમારે દહીંના વાસણમાં મીઠું નાખનારી કુતરીની જેમ તેને તિરસ્કારી. દુષ્ટ ચિત્તવાળી, મને દુઃખરૂપી સમુદ્રમાં પાડનારી, અતિશય પાપિણી અને પૂર એવી તને ધિક્કાર થાઓ. તેના પ્રાણને ઘાત કરનારી તને ધિક્કાર થાઓ ! હા! હે નરકની અતિથિ! પિતાનું હિત સાધવાની ઈચ્છાવાળી તે દુષ્ટ છીએ બંને લેકમાં વિરુદ્ધ એવું કાર્ય કર્યું.
આ પ્રમાણે તેને તિરસ્કાર કરીને મહાદુઃખના ભારથી વ્યાપ્ત તેણે તેને દૂર કરી. પછી ઘરમાં ચિતા કરાવીને જેટલામાં ઊભે થાય છે તેટલામાં કોબેરીના રાજાએ ત્યાં આવીને તેને હાથમાં પકડી લીધે. અશ્રુથી ભરેલા નેત્રોવાળા લોકે ચારે બાજુથી તેને રોકે છે. કેઈને પણ વચનથી કુમાર અટક્ત નથી, તેટલામાં ઋષિદત્તા મુનિએ ત્યાં જલદી આવીને કુમારને કહ્યું: હે જગતના આધાર કુમાર ! તે વખતે મને વનથી અહીં લાવતા તમે જે કહ્યું હતું તે તમે ભૂલી ગયા શું ? શું તમારા જેવાઓ પણ માત્ર શી ખાતર મરે? વળી-૨નપૃથ્વી સમાન હોય તેવી જે આ તમને પ્રિય છે, તે આ જીવતી છે. મરેલા તમને પ્રિયાના સંગની વાત પણ અવશ્ય દુર્લભ છે. જીવતા તમને ક્યાંકથી પણ અવશ્ય મળશે. કુમાર બાલ્ય: હે મુનિ! બાળકની જેમ મને કેમ ૨માડ છો ? જે મરેલા પણ મળતા હોય તે કઈ દુઃખી ન થાય. હે મહાસરવવંત! શંકા ન કરે. તમારા આ સત્વથી તે ઉત્તમ રસી હમણું ચોક્કસ જીવતી થશે. કારણ કે સત્વ ચિંતામણિતુલ્ય છે. આ પ્રમાણે સાંભળીને પહોળી આંખવાળા કુમારે ફરી કહ્યું ! હે મુનિ ! તમે મને એકવાર એ કહે કે શું તમે તેને ક્યાંય જોઈ છે? અથવા સાંભળી છે? મુનિએ કહ્યું હું જ્ઞાનથી જાણું છું, કારણ કે મુનિઓ જ્ઞાનરૂપદષ્ટિવાળા હોય છે. તે ભદ્ર! યમરાજાના ધામમાં રહેલી તમારી પ્રિયા સુખી છે. કુમારે પૂછ્યું તે અહીં કેવી રીતે આવે? મુનિએ જવાબ આપ્ય: હે દેવ! તેના ચરણમાં આત્માને ધારણ કરીને, અર્થાત્ તેના ચરણમાં મારા આત્માને પ્રવેશ કરાવીને, સ્વમિત્ર માટે સતી પત્નીને મેકલીશ. કુમારને મુનિમાં આશા પ્રગટી. કુમારે મુનિને કહ્યું- હે મિત્ર! તે વિલંબ કેમ કરે છે? મુનિએ પૂછ્યું હે દેવ! તમારું હિત આચરતા મને તમે દક્ષિણ શું આપશે? કુમારે જવાબ આપ્યા પહેલાં તમે મારા મનને વશ કરી લીધું છે. હમણાં