________________
૧૯૬
શીલપદેશમાલા ગ્રંથને પોતાના તંબુમાં સાથે લઈ ગયા. ત્યાં વસ્ત્ર ભોજન વગેરેથી તેની પૂજા કરી. પછી તેણે પૂછયું: હે મુનિ ! તમે આ વનમાં ક્યારે આવ્યા અને ક્યાંથી આવ્યા? એ પિતાનું વૃત્તાંત મને જણાવે. જાણે દાંતના કિરણે રૂ૫ રેખાથી કુમારનું મંગલ કરતા હોય તેમ મુનિએ કહ્યું. પહેલાં અહીં હરિષેણ મુનિ હતા. તેની ઋષિદત્તા નામની પ્રાણ તુલ્ય પ્રિય કન્યા હતી. કેઈક રાજપુત્ર તેને પરણીને પિતાના નગરમાં ગયા. મુનિ અગ્નિમાં પ્રવેશ કરીને દેવલોક પામ્યા. પૃથ્વી ઉપર ફરી ફરીને તે જ વખતે હું અહીં આવ્યું. અહીં જ રહેતા અને પાંચ વર્ષો થયા છે. હે કુમાર ! આજે તમારા દર્શનથી મારા પાંચ વર્ષ સફલ થયા છે. કુમાર પણ બેઃ જેમ સુકી જમીન જલવૃષ્ટિથી તૃપ્ત ન થાય તેમ આનંદપૂર્વક આપને જેતી મારી આંખ તૃપ્ત થતી નથી. મુનિએ પણ કહ્યું હે દેવ! કઈક કેઈકને હર્ષ કરનાર બને. સૂર્યને જોઈને પવે હર્ષ પામે છે અને ચંદ્રને જોઈને કેર ( =ચંદ્રવિકાસી કમળો) હર્ષ પામે છે કુમારે આગ્રહ પૂર્વક મુનિને કહ્યુંઃ મારું મન હમણાં તમારા પ્રેમરૂપી સાંકળથી જ બંધાયેલું છે. મારે આગળ જવાનું છે. તેથી તમે મારી સાથે આવે. ત્યાંથી પાછા ફરેલા તમે આ આશ્રમમાં પિતાની ઈચ્છા પ્રમાણે કરજે. મુનિ બેલ્યા હે દેવ! આ વિષયમાં આગ્રહ ન કરે. કારણ કે ઋષિઓને રાજાને સંસર્ગ દષવાળે થાય છે. પરિવાર સહિત કુમારે તે પ્રમાણે પ્રાર્થના કરી કે જેથી ઋષિદત્તા મુનિએ સાથે આવવાને સ્વીકાર કર્યો.
હવે જાણે અસ્તાચલ પર્વતની શિલા ઉપર પાકેલા ફળની જેમ સૂર્ય ભાંગી ગયે હોય અને જાણે તેના રસથી સંધ્યાના વાદળોએ સઘળી દિશાઓને રંગી દીધી હતી. પછી 'જેના કિરણે ફેલાઈ રહ્યા છે એ ચંદ્ર સાત ઋષિઓથી યુક્ત હવા છતાં જાણે મહામુનિને નમવા માટે આવ્યા હોય તેમ આવ્યું. તે બંને સંધ્યાનાં કામ કરીને પ્રેમની વાતેથી આનંદિત મનવાળા બન્યા. પછી બંનેએ એક પલંગમાં સૂઈને રાત્રિ પસાર કરી. ક્રમે કરીને હર્ષ પામેલે ઋષિદત્તાને પતિ કૌબેરી નગરી પાસે આવ્યા. પછી રાજાએ પ્રવેશ નિમિત્ત ઉત્સવ કર્યો. નગરજનેએ દ્વારમાં તેણે બાંધ્યાં. હવે જોતિષીએ કહેલા મુહૂર્તમાં કુમારે રુકમિણની સાથે વિવાહ રૂ૫ ઉત્સવ કર્યો. (સસરાએ દાયજામાં આપેલા ઘણા વૈભવથી) તે સમૃદ્ધિથી ઇદ્રને પણ જીતનારે થયે. રાજાએ કુમારને કેટલાક દિવસ ત્યાં જ રાખે. વિશ્વાસથી ભરેલી રુમિણીએ એકવાર પૂછ્યું જેમ અહલ્યાએ ઈન્દ્રના ચિત્તને રાગી બનાવ્યું હતું તેમ તમારા ચિત્તને રાગી બનાવનાર તે તપસ્વિની ૧. ઋષિદત્તામહામુનિને પૂજી રહ્યા છે કિરણે જેના એવો ચંદ્ર એવો પણ અર્થ થઈ શકે. ૨. આકાશમાં તારા રૂપે રહેલા સાત ઋષિઓને સપ્તર્ષિ કહેવામાં આવે છે. ૩. અહીં પયત શબ્દ પ્રયોગ કૃતિ વગેરેના પ્રયોગ જેવો છે. કઈ પણ વસ્તુના ઉપરના
કે નીચેના ભાગના તળિયાને તલ કહેવામાં આવે છે.