________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯૯ સાથે જાય તેમ બે પત્નીઓની સાથે પોતાના નગર ગયે. પિતા પ્રેમથી તેની સામે ગયે. કુમારે નગરીમાં પ્રવેશ કર્યો. આ વખતે નગરી નારીનાં નેત્રરૂપી કમળોની શ્રેણિથી જણે તેમાં પુષ્પ વેરેલાં હોય તેવી જણાતી હતી. (સત્ય) વૃત્તાંતને જાણીને રાજા પિતાના અપરાધથી લજજા પામ્યું. તેણે સતીઓમાં ચૂડામણિ સમાન ઋષિદત્તાને ઘણું માન આપ્યું. હવે જિતેન્દ્રિય તે રાજાએ કનકરથ કુમારને રાજ્ય ઉપર બેસાડ્યો, અને પિતે શ્રીભદ્રસૂરિની પાસે ચારિત્ર લઈને મેક્ષમાં ગયે. પૃથ્વીનું પાલન કરતો કનકરથ રાજા ક્રમે કરીને ઋષિદત્તાથી સિંહરથ નામના પુત્રને પામ્યું. એકવાર ઋષિદત્તાની સાથે ઝરૂખામાં બેઠેલો કનકરથ રાજા વાદળસમૂહને વિનાશ પામતે જોઈને વૈરાગ્ય પામ્ય.
ઉદ્યાનમાં શ્રીભદ્રયશસૂરિ પધાર્યા છે એમ સાંભળીને તે પરિવારની સાથે જલદી વંદન કરવા માટે ગયે. સૂરિની મેહનાશક દેશના સાંભળીને ઋષિદત્તાએ બે હાથ જોડીને જ્ઞાની ગુરુને પૂછયું: હે ભગવંત! મેં પૂર્વભવમાં શું દુષ્કૃત કર્યું કે જેથી રાક્ષસી એ પ્રમાણેનું ખોટું કલંક મારા ઉપર આવી પડયું? ગુરુએ જ્ઞાનરૂપી દષ્ટિથી જોઈને ગંભીરવાણીથી કહ્યુંઃ ભદ્રા આ જ ભરતક્ષેત્રમાં ગંગાપુર નામનું નગર હતું. તેમાં ગંગદત્ત નામનો રાજા હતા. તેની ગંગા નામની પત્ની હતી. હું તેમની ગંગસેના નામની ઉત્તમશીલવાળી પુત્રી હતી. ત્યાં ચંદ્રયશા નામના સાધ્વીજી હતા. તેમની પાસે ધર્મને સાંભળીને તે દુષ્ટ વિષયનો અનાદર કર્યો, અર્થાત્ દીક્ષા લીધી. તે વખતે સંગ નામના કોઈ સાદવજી તપ કરતા હતા. સદા દુષ્કર કરનારા તે સાદવજીની બધા લોકે પ્રશંસા કરતા હતા. તે ઈર્ષાથી તેની ઉત્તમ પ્રશંસાને સહન ન કરી. આથી તે તે સાદવજીને કલંક આપ્યું. ઈર્ષ્યા હોય ત્યારે વિવેક ક્યાંથી હોય? તે સાધ્વીજીને કલંક આ પ્રમાણે આપ્યું -“સંગરહિત દેખાતી આ સાદવી સંગસહિત છે. કારણકે દિવસે તપ કરે છે, પણ તે રાક્ષસીની જેમ મડદાનું માંસ ખાય છે.” સમતારૂપી અમૃતથી યુક્ત તે સાદવજી સુંદર તપ કરતા હતા. તેથી હે વત્સ! તે આ કર્મ બંધ કર્યો. તે પાપની તેં આલેચના પણ ન કરી. આલેચના રહિત તે કર્મના વિપાકથી ભવશ્રેણિમાં ભટકીને તું ગંગાપુરમાં રાજપુત્રી થઈ. પછી દીક્ષા લઈને કપટપૂર્વક તપ કરીને અંતે અનશનપૂર્વક મૃત્યુ પામીને ઈશાનેદ્રની ઇદ્રાણી થઈ. ત્યાંથી ચ્યવને હરિષેણ રાજાની પુત્રી થઈ. પૂર્વના એ અલ્પકર્મથી આ કલંક થયું. આ પ્રમાણે માત્ર વચનથી પણ જે દુષ્કર્મ બાંધ્યું હોય તેનાથી જીવ અન્ય સેંકડો ભવોથી પણ છૂટી શક્તો નથી. વૈરાવ્યરૂપી કલ્પવૃક્ષ માટે નંદનવનની પૃથ્વી સમાન આ વાણીને સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેણે પણ તે બધું જાણ્યું. તેથી કર્મથી ગભરાયેલી ઋષિદત્તાએ સૂરિને વિનંતિ કરી. હે ભગવંત! મને સંસારથી તારનારી દીક્ષા જલદી આપે. તે