________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯૩ છતાં જે બધા પાખંડીઓને આ નગરથી બહાર કાઢી મૂકવામાં આવે તે ચેસતેથી શાંતિ થાય. આ પ્રમાણે મંત્રીઓથી ઘેરાયેલા રાજાએ જૈનમુનિઓને મૂકીને બાકીના બધા દર્શનના પાખંડીઓને નગરમાંથી દૂર કરવાની આજ્ઞા કરી. આ દરમિયાન દુષ્ટ આચરણવાળી, દૃરચિત્તવાળી અને પિતાને વિદ્વાન માનનારી સુલસાએ રાજાને એકાંતમાં આ પ્રમાણે કહ્યું: હે દેવ ! કેઈક દેવે આજે મને સ્વપ્નમાં કહ્યું કે, આજે રાજા પાખંડીએને નગરની બહાર કાઢશે. આથી નિર્દોષ તે તેમની થઈને તેમની પાસે જા અને કહે કે, બિલાડી દૂધ પી જાય ત્યારે શું ભેંસના બચ્ચાને મરાય! વનમાંથી લાવેલી રાજાની રાક્ષસી પુત્રવધૂએ જ આ કર્યું છે એમ જાણવું. આ પ્રમાણે કહીને દેવ અદશ્ય થઈ ગયે. જે અસંભાવનીય આ વૃત્તાંતમાં આપને શંકા હોય તે આજે આપ જાતે જ આ કૌતુકની તપાસ કરે. પછી રાજાએ તેને રજા આપી. રાજાએ તે રાતે પોતાના પુત્રને પિતાની પાસે સુવાડ્યો અને પુત્રવધૂની પાસે ચરપુરુષને રાખ્યા. આથી કુમારને નિદ્રા ન આવી અને અરતિ પ્રગટ થઈ. કુમારે વિચાર્યું. મારી પ્રિયાને દેષ ચક્કસ આજે પ્રગટ થશે. એક તરફ મારાથી પિતાના આ આદેશનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી અને બીજી તરફ પત્નીનું દુઃખ આવ્યું છે. આથી આ મેટું સંકટ છે. આ તરફ કૂરચિત્તવાળી સુલસાએ તે કાર્ય તે જ પ્રમાણે કર્યું. રાજાએ ચરપુરુષ વડે સવારે પુત્રવધૂને તેવી (લેહીથી લાલ મોઢાવાળી અને ઓશીકા પાસે માંસનો કરંડિયે પડયો છે તેવી ) થયેલી જોઈ. હવે ગુસ્સે થયેલા રાજાએ પુત્રને તિરસ્કાર કર્યો. અરે ! પત્નીને રાક્ષસી જાણતા હોવા છતાં ઘરમાં રાખે છે ! અરે ક્રૂર ! અરે દુરાચારી ! હે રાક્ષસીપતિ ! મોટાઈને મૂકી દે. મોગરાના ફૂલ જેવા અને ચંદ્ર જેવા નિર્મલ આ કુલને તેં કલંકિત કર્યું. કુમારે પણ નમીને કહ્યુંઃ આપ ક્રોધ ન કરે. તેમાં આ સંભવતું નથી. કિંતુ કેઈક દુષ્ટનું આ કાર્ય છે એમ આપ જાણે. ક્રોધાવેશ રૂપી ફણથી ભયંકર રાજારૂપી સર્ષે ફરી કહ્યું હે મૂઢ! જે વિશ્વાસ ન કરતે હે તે જાતે જઈને જે. રાજાની આજ્ઞાથી કુમારની મુખકાંતિ ઘટી ગઈ. તેણે પત્ની પાસે જઈને પત્નીને પ્લાન મુખવાળી જોઈને મધુરવાણીથી કહ્યું હે સુંદરવચનવાળી ! પૂર્વનાં કર્મો ઉદયમાં આવ્યાં છે ત્યારે હું શું કરું? કે ઈ યેગિણી રાજાની આગળ તને રાક્ષસી કહે છે, અને આજે સવારે ચર પુરુષ દ્વારા જાતે તને તેવી જોઈ હવે પછી કર્મની પરવશતાથી તારું શું થશે? તે હું જાણતા નથી. - હવે ક્રોધથી ઢંકાયેલ ચિત્તવાળા રાજાએ દૂર લઈ જઈને મારી નાખવા માટે ઋષિદત્તાને કેશથી ખેંચીને ઘાતકી પુરુષોને આપી, તથા આજ્ઞા કરી કે, તમારે આ દુષ્ટ રાક્ષસીને આખા નગરમાં ફેરવી ફેરવીને સ્મશાનમાં લઈ જઈને મારી નાખવી. પત્નીના દુખથી આપઘાત કરતા અને આંખમાંથી વહેતા આંસુવાળા રાજપુત્રને પણ પિતાએ