________________
૧૯૨
શીલાપદેશમાલા ગ્રંથા
તેના વચનના સ્વીકાર કરીને રથમન નગરમાં આવી. સર્પિણીની જેમ એ જીભવાળી, રાક્ષસીની જેમ દુષ્ટ ચિત્તવાળી અને આળસરહિત ચિત્તવાળી સુલસા અતિશય અધકાર થયા ત્યારે (રાજમહેલમાં) અવવાપિની નિદ્રાને આપીને તથા ત્યાં એક માણસને મારીને જેમ દુવૃત્તિવાળી સ્ત્રી જાય તેમ કુમારના મહેલમાં આવી. પતિની પાસે સૂતેલી ઋષિઇત્તાના સુખરૂપી કમળને લાહીથી લાલ કર્યું દુષ્ટાની દુષ્ટતાને ધિક્કાર થા. ! તેના ઓશીકા આગળ માંસપિંડના કર‘ડીયા મૂકયો. પછી અવસ્વાપિની નિદ્રાને સંહરીને રાજપુત્રના મહેલમાંથી પલાયન થઈ ગઈ. સવારે મરેલા માણસને જોઇને તેના પરિવારે કાલાહલ કર્યાં. તેથી કુમાર પણ જાગી ગયા. તે વખતે તેણે વૃત્તાંત જાણ્યા. પત્નીના મુખને લાહીથી લાલ થયેલું જોઇને અને ઓશીકા પાસે માંસપિંડને જોઇને કુમારે ચિત્તમાં શંકા કરી. તે આ પ્રમાણે :- કોઇ મનુષ્ય મરી ગયા છે એમ સભળાય છે. આ પણ આવી દેખાય છે. હા હા ! મારી પ્રાણપ્રિયા શું રાક્ષસી હશે ? આમાં આવું સંભવે નહિ, અને આ અહીં દેખાય છે. આ પ્રમાણે જોઈને ઉત્તમ બુદ્ધિવાળા તેણે પત્નીને જલદી ઉઠાડી. સૂઈને ઉઠેલી પત્નીને તેણે કહ્યું: હે દેવી ! હૈ પ્રિયા ! જો છુપાવે નહિ તે હું તને કંઈકે પૂછ્યું, તેણે કહ્યું: જલદી કહેો. કુમાર આલ્યાઃ હે પ્રિયા ! અહીં રાતે કાઈ પુરુષ મરાયા છે અને હમણાં તારું. એશી માંસ સહિત છે અને મુખ લાહીથી નિંદિત થયેલું છે. તેથી હું ભદ્રા! તું શું રાક્ષસી થઈને પણ (=રાક્ષસી હેાવા છતાં) સુનિપુત્રી ખની છે ? આ પ્રમાણે પ્રત્યક્ષ જોઈને કોઈ પણ આવી કલ્પના કરે. પતિના વચનને સાંભળીને અને પોતાને તેવી જોઈને અતિશય ભય પામેલી અને વ્યાકુલ નેત્રવાળી તેણે કુમારને કહ્યું: અસંભવિત આને હું વાણીથી પણ કહેવા સમ નથી. પૂર્વકર્મના પ્રભાવથી કાઈ વૈરીએ આ કર્યું... છે. અથવા જો પૂજ્ય સ્વામીને ખાતરી ન થતી હાય તા સથી ડંસાયેલા ૧અવયવની જેમ જલદી મને નિગ્રહ કરો. કરુણાસિંધુ અને વિવેકી કુમારે તેને કહ્યું: હે ભદ્રે ! હું તને ખીજના ચંદ્રની કળાની જેમ નિર્દોષ સમજું છું. આ પ્રમાણે ખેલતા તેણે દુજ નાના સુખાને બંધ કરવા માટે અમૃતને વર્ષાવનાર તેના મુખને સ્વય. ધાયુ, ચેાગિણી દરરોજ આ પ્રમાણે કરે છે અને કુમાર જેમ સવારના પવન હિમના કણાને દૂર કરે છે તેમ લાહી-માંસને દૂર કરે છે.
એકવાર તે વૃત્તાંતને જાણનાર રાજાએ ગુસ્સાથી કહ્યું: રે રે! દુષ્ટમંત્રી ! તમે રાજ્યની ચિંતા કરતા નથી. દરાજ થતા એક મનુષ્યના આ સ`હારની ઉપેક્ષા કરવામાં આવશે તેા એ વધતા વ્યાધિની જેમ વ્યાપક બની જશે. મંત્રીએએ કહ્યુ: હે દેવ ! આ વિષે અમે પ્રયત્ન કરીએ જ છીએ. પણ હૈ દેવ ! આપના નગરમાં આ હિંસા માનવકૃત નથી. જો એ હિંસા મંત્રકૃત હોય તો એને અમે ન જાણી શકીએ. આમ
૧. સર્પથી ડસાયેલા અવયવના નિગ્રહ કરવા એટલે તેટલા અવયવને કાપી નાખવેા.