________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૯૧ જન્મ આપ્યો. ઋષિની કૃપાથી આ પ્રાપ્ત થઈ છે એમ વિચારીને તેના માતા-પિતાએ તે વખતે તેનું ઋષિદત્તા એવું સાર્થક નામ પાડયું. તેની માતા સુવાવડના રેગથી મૃત્યુ પામી. પછી પિતાએ તેને પાળીને આઠ વર્ષની કરી. રૂપવતી એને વનમાં ફરનારા છ ઉપદ્રવ ન કરે એ માટે એ અદશય થઈ શકે એ હેતુથી પિતાએ તેની આંખમાં અંજન કર્યું. દાક્ષિણ્યતાથી ઉત્તમ તે પિતા હું છું, અને તે કન્યા આ છે. વનમાં બીજાઓને નહિ દેખાતી તેણે તને જ દર્શન આપ્યું છે.
પરસ્પર એક-બીજાને જોતા ઋષિદત્તા અને રાજપુત્રે સ્નેહપૂર્ણ દષ્ટિથી એક-બીજાને પિતાના આત્માનું અર્પણ કર્યું. તે બેના ભાવને વિચારીને મુનિએ કુમારને કહ્યું કેગ્ય
એવા તમને આ કન્યા અતિથિનું સત્કાર થાઓ, અર્થાત્ હું તમને અતિથિના સત્કારમાં આ કન્યા આપું છું. કુમારે “તેમ હે” એમ સ્વીકાર્યું. પછી જેમ શંકર પાર્વતીને પરણે તેમ સુકેમલ વાણવાળે કુમાર તેને પરણ્ય. જેમ ભમર માલતીમાં (કમાલતી પુપમાં) સુખપૂર્વક રહે તેમ રાજપુત્ર કેટલાક દિવસે સુધી નવોઢા ઋષિદત્તાની સાથે ત્યાં સુખપૂર્વક રહ્યો. કુમારની સેબતથી ભેળી પણ ઋષિદત્તા વિચક્ષણ બની. પાડલ વનસ્પતિથી વાસિત થયેલી માટી શું સુગંધને પામતી નથી? વૈરાગ્યમાં તત્પર બનેલા મુનિએ પોતાની પુત્રી અને જમાઈને પૂછીને પંચપરમેષ્ટિ સ્તવનું ( નમસ્કારમંત્રનું) સ્મરણ કરતાં કરતાં અગ્નિમાં પ્રવેશ કર્યો. તેથી પિતાના દુખથી પૃથ્વી ઉપર આળોટીને રડતી પત્નીને અમૃત જેવી પ્રિયવાણીવાળા કુમારે સમજાવી. રાજપુત્ર પહેલાં જે કન્યાને પરણવા માટે પિતાના નગરથી ચાલ્યો હતો તેને છેડીને ત્યાંથી જ ઋષિદત્તાની સાથે પોતાના ઘરે પાછો ફર્યો. ઋષિદત્તાએ રસ્તામાં હરિવર્ષ વડે લવાયેલા બીજેથી સર્વઋતુઓમાં ફલથી શોભે તેવી વૃક્ષશ્રેણિને વાવી. આ પ્રમાણે કેટલાક દિવસમાં તે રથમઈન નગર આવ્યો. પ્રવેશનિમિત્તે પિતાએ કરેલા ઉત્સવપૂર્વક વિશાલનેત્રવાળા તેણે નગરમાં પ્રવેશ કર્યો. પતિને માન્ય અને સદાચારવાળી ઋષિદત્તાએ વિનય વગેરે ગુણેથી બધાના ચિત્તોને પ્રસન્ન બનાવ્યા. કુશળ આશયવાળા કુમાર યુવરાજપદને પામીને દેગુંદક દેવની જેમ બે પ્રકારના વિષયને ભેગવવા લાગ્યો.
હવે કીબેરી નગરીમાં સુંદરપાણિ રાજાએ સાંભળ્યું કે કુમાર મુનિની પુત્રીને પરણીને પાછો ફર્યો છે. યૌવનના ઉન્માદથી ઉન્મત્ત બનેલી અને રાજપુત્રમાં અત્યંત કામાતુર થયેલી કમિણી પણ આ સાંભળીને ઉપાયને વિચારવા લાગી. તેણે મંત્રતંત્રને જાણનારી, ક્રોડ કપટ કરવામાં કુશળ, અને પાપિણી સુલસા નામની કઈ યોગિનીની પાસે યાચના કરી કે, તે ઋષિદત્તાને કલંક આપે અને તે પતિ મને આપ. યોગિની
૧. અહીં “હરિવર્ષના સ્થાને “હરિણ” હેવું જોઈએ. કારણ કે ઋષિનું નામ હરિષેણ છે. ૨, ભાગ અને ઉપભોગ એમ બે પ્રકારના