________________
૧૯૪
શીલપદેશમાલા ગ્રંથને બાંધીને રાખ્યું. ઋષિદત્તાના મસ્તકે મુંડન કર્યું. મસ્તકની શિખાના છેડે શ્રીફળની માળા બાંધી. ડેકમાં લીમડાના પાનની લાંબી માળા પહેરાવી. મુખ ઉપર શાહી પડી. ચૂર્ણોથી એનું શરીર ચિત્ર-વિચિત્ર કર્યું. પછી એને ગધેડા ઉપર બેસાડી. એના મસ્તકે દંડને અવલંબીને રહેલા સૂપડાના ટુકડાનું છત્ર ધર્યું. એની આગળ મેટું કાહલ વાજિંત્ર, રણશીંગુ અને નગારું વગાડવામાં આવતું હતું. આ રીતે કેટવાળાએ તે સતીને નગરની અંદર ફેરવી. કેટલાક નગરજને હાહાકાર અને કેટલાક નગરજને પ્રચંડ પિકાર કરી રહ્યા હતા. આવા નગરજનથી જોવાતી તેને દુષ્ટ પુરુષ સ્મશાનશ્રેણિમાં લઈ ગયા. સૂર્ય આકાશને છેડીને સમુદ્રમાં પડ્યો અને દુર્જનની જેમ અંધકાર ફેલાયે. આ વખતે તે પુરુષમાંથી દયાહીન એક પુરુષે સતીને કહ્યું : હે ક્રા! પોતાના દેવનું સ્મરણ કર. આમ કહીને તે જેટલામાં સતીને પ્રહાર કરે છે તેટલામાં ભયને કારણે થયેલી અતિશય મૂછથી તે સતી ભૂમિ ઉપર પડી. મૂછથી પૃથ્વી ઉપર પડેલી તેને આ મરી ગઈ છે એમ માનીને તેવી જ સ્થિતિમાં તેને મૂકીને તે પુરુષ જલદી પિતાના ઘરે ગયો.
ઠંડા પવનથી સચેતન કરાયેલી ચંચળચક્ષુવાળી તે તે સ્થાનને શૂન્ય જોઈને જાળમાંથી મુક્ત થયેલ મૃગલીની જેમ તે નાસી ગઈ. સવારે ભય પામતી તેણે આમ તેમ જોયું. પછી નિર્જન સ્થાનમાં પ્રતિધ્વનિથી આકાશ અને પૃથ્વીની કુક્ષિને ભરી દેતી તે રડી, અર્થાત્ મેટા સાદે ખૂબ રડી. હે પિતાજી જે તે વખતે દુર્મતિ મેં આપને ન મૂક્યા હેત તે હું આ દુઃખનું ભાજન કેવી રીતે થાત? હે જીવ! તે પૂર્વભવે જે દુષ્કૃત કર્મ કર્યું છે તેના વિપાકથી તને આ કલંક આવ્યું છે. સાહસધીર અને પ્રિયવત્સલ હે નાથ ! વૃદ્ધાની જેમ દુ:ખરૂપી ખાડામાં પડેલી પોતાની પત્નીનું રક્ષણ કરે. આ પ્રમાણે વિલાપ ર્યા પછી શેકને ઓછો કરીને તે મંદગતિથી દક્ષિણ દિશામાં પિતાના આશ્રમ તરફ ચાલી. રસ્તામાં ઘાસની અણીએથી તેના પગ ચીરાતા હતા. પિતાના હાથે વાવેલી વૃક્ષશ્રેણિએ બતાવેલા માર્ગે તે સતી પિતાના તપોવનમાં ગઈ પિતાના અગ્નિદાહના સ્થાનને જોઈને સ્નેહને યાદ કરીને તે રડી. હે પિતાજી ! આપ ક્યાં છે? દુઃખી બનેલી મને આપનાં દર્શન આપે. પહેલાં પિતાનું આ તપોવન મારા માટે શહેર જેવું હતું, પણ હમણું દુઃખથી બળેલી મારા માટે તે અગ્નિ સમાન થયું છે. હવે તે જ વખતે મનમાં શેક એ છે કરીને કંદ, મૂલ અને ફલને આહાર કરતી તે તપસ્વિનીની જેમ ત્યાં રહી. એકવાર પતિવ્રતા તેણે વિચાર્યું. હું વનમાં એકલી માર્ગમાં રહેલા બેરડીના બોરની જેમ સદા સુખપૂર્વક કેવી રીતે રહી શકીશ? શીલ સીઓને
૧. શાળા: જીવ-એ પદોને અર્થ આ પ્રમાણે - મદિરાના સંગને પામેલ નપુંસક જેમ વસ્ત્રને છોડી દે તેમ. કુરતા પદમાં રહેલ અંબર શબ્દને નપુંસકના પક્ષમાં વસ્ત્ર થાય અને સૂર્યના પક્ષમાં આકાશ અર્થ થાય.