________________
૧૮૮
શીલપદેશમાલા ગ્રંથને પત્ની હતી. તેના નેત્રેએ હરણને જીતી લીધી. ચોક્કસ તેથી હરણીએ જંગલને આશ્રય લીધે છે. જંગલને આશ્રય લીધે હોવા છતાં હરણી માર્ગને સેવે છે. તેમને કનકરથ નામને મહાપરાક્રમી પુત્ર હતું. તેની કીર્તિરૂપી પત્ની બાળ હોવા છતાં આકાશમાં સહેલાઈથી પરિભ્રમણ કરતી હતી. - આ તરફ પૃથ્વીરૂપી લીમીની વેણી સમાન કોબેરીનગરી હતી. તે નગરીનું ગવરૂપી વજને ધારણ કરનાર સુંદરપાણિ નામને રાજા શાસન કરતું હતું. તેની પતિવ્રતા સ્ત્રીઓના તિલક સમાન વાસુલા નામની પત્ની હતી. જેમ મેરુની ભૂમિ ક૫વેલડીને જન્મ આપે તેમ વાસુલાએ રુમિણી નામની પુત્રીને જન્મ આપ્યું. રુમિણી હવે યૌવનમાં આરૂઢ થઈ છે એમ રાજાએ જાણ્યું. આથી તેણે કનકકુમારની સાથે રુકુમિણનો સંબંધ એગ્ય છે એમ વિચારીને રુકમિણી કનકકુમારને આપી. કનકકુમાર પિતાની આજ્ઞાથી રુકિમણીને પરણવા માટે ચાલ્યું. તે રસ્તામાં સીમાડાના રાજાઓને પોતાની આજ્ઞાને આધીન કરતે હતે. ક્રમે કરીને તે રાજપત્નીની જેમ સૂર્યને નહિ જેનાર અને ઊંચાં વૃક્ષોથી ઢંકાયેલ એક મેટા જંગલમાં આવ્યું. પાણી જેવાની ઈચ્છાથી પૂર્વે મોકલેલા સેવકએ આવીને વૃક્ષની નીચે બેઠેલા કુમારને કહ્યું- હે દેવ! આપની આજ્ઞાથી અમે દૂરની ભૂમિ સુધી ગયા. ત્યાં જાણે પૃથ્વીનું મુખ હોય તેવું અને કમળથી ભરેલું એક સરોવર જોયું. અમે જેટલામાં સરેવરના કાંઠે ગયા તેટલામાં ત્યાં વનના આશ્રમમાં હીંચકાથી રમવાની ઈચ્છાવાળી કઈ કન્યાને જોઈ. અમને જોઈને તે એકદમ દૂર ભાગી ગઈ અને વિદ્યાધરીની જેમ ખબર ન પડે તે રીતે વૃક્ષોની ઘટામાં સંતાઈ ગઈ જેમ દરિદ્રીને ચિત્રવેલી ન મળે તેમ અમે સુંદરમુખવાળી તેને જંગલમાં શોધવા છતાં ફરી ન જોઈ જેમ મેઘગર્જનાને સાંભળીને મેર હર્ષ પામે તેમ આ સાંભળીને કુમાર પણ હર્ષ પામ્યું અને તેમની સાથે તેમણે બતાવેલા માર્ગે ચાલ્યો. તે આમ્રવનમાં આવ્યો અને હરણની જેમ તેની અંદર છુપાઈ ગયે. ત્યાં વિસ્મયથી પ્રકુલ્લિત બનેલા તેણે ચંચળ આખેવાળી તે કન્યાને જઈ. તેણે વિચાર્યું ચક્કસ આ મુનિના શાપથી પરિભ્રષ્ટ થયેલ દેવી છે. મભૂમિમાં કલ્પલતાની જેમ આવું શીરત્ન ભૂતલમાં ક્યાંથી હોય? આ પ્રમાણે રાજપુત્ર જેટલામાં તે કન્યાના રૂપમાં મોહ પામ્ય તેટલામાં તે કન્યા સૈન્યન કેલાહલ સાંભળીને પલાયન થઈ ગઈ. સૈન્યને ત્યાં જ સરેવરના કાંઠે વૃક્ષોની ઘટામાં રાખીને કામના આવેશવાળે કુમાર તે વનમાં ભ. તેને નહિ જેતે કામી ચિત્તવાળો તે કુમાર દૂર ગયે. ત્યાં આગળના ભાગમાં ઊંચા તેરણવાળું એક મંદિર જોયું. ચોકકસ આમાં હરણના જેવી આંખેવાળી તે મનહર કન્યા પણ હશે એમ વિચારીને રાજપુત્રે અંદર પ્રવેશ કર્યો. ત્યાં શ્રીષભદેવની પ્રતિમાને જોઈને તે પોતાને ધન્ય માનવા લાગ્યો.
૧. અહીં માગ શબ્દ દ્વિઅર્થક છે. એક અર્થમાં માર્ગ એટલે વિષ્ણ. બીજા અર્થ માં માર્ગ એટલે મૃગ. "