________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૯ પછી તેણે જેટલામાં વનના પુષ્પોથી અચિંત્યફલવાની પૂજા કરી તેટલામાં જેમ ચાંદનીની સાથે ચંદ્ર આવે તેમ તે બાલિકાની સાથે વિશાળ જટાના ભારવાળા વૃદ્ધ મુનિ ત્યાં આવ્યા. રાજપુત્રને જોતી મુનિ પુત્રીએ વિચાર્યું કે, શું આ ઈદ્ર છે? અથવા ચંદ્ર છે? અથવા સાક્ષાત્ કામદેવ છે? વિસ્મય પામેલા કુમારે પણ જિનને વંદન કરીને મુનિને વંદન કર્યું. મુનિએ પણ “તું દીર્ઘકાળ સુધી જીવ” એવા આશીર્વાદ આપ્યા. મુનિએ તેને તારું કુલ કર્યું છે એમ પૂછયું અને મને તારું નામ કહે, એમ કહ્યું. કુમારના સ્તુતિપાઠક ભાટે મુનિને કુમારની બધી વિગત કહી. કન્યાના મુખરૂપી ચંદ્રને વિષે ચકેરની જેમ દષ્ટિ ધારણ કરનાર કુમારે પણ મુનિને પૂછ્યું. આ કન્યા કેણ છે? અહીં મંદિર કેમ છે? આપ કેણ છે? પછી મુનિએ કહ્યું: હે વત્સ! આ કથા મોટી છે. હું પૂજા કરીને જ્યાં સુધીમાં આવું ત્યાં સુધી તું અહીં રહે. તેમ હે” એમ કહીને કુમાર અન્ય મંડપમાં બેઠો. મુનિએ બાલિકાની સાથે મંદિરમાં જઈને દેવપૂજા કરી. કુમારે કન્યાને જોઈ, અને કન્યાએ (કન્યા તરફ) વળેલી ડકવાળા અને ઉત્સુક કુમારને ચપળ અને નિર્મલ આંખેથી વારંવાર જે. મુનિ કુમારને મંદિરની ઉત્તર દિશામાં પિતાની ઝુંપડીમાં લઈ ગયા. ત્યાં પૂજાની સામગ્રી વગેરેથી કુમારની પૂજા કરીને મુનિએ કુમારને આ પ્રમાણે કહ્યું –
હે વત્સ! મંત્રિતાવતી નામની મનોહર નગરી છે. હરિષણ નામને રાજ તે નગરીનું રક્ષણ કરતા હતા. તેની યથાર્થ નામવાળી પ્રિયદર્શના પત્ની હતી. તેની કુક્ષિમાં થયેલ અજિતસેન નામનો પુત્ર હતા. એકવાર તેફાની ઘેડે રાજાને અશ્વો ખેલાવવાના સ્થાનમાંથી આ વનભૂમિમાં બળાત્કારે લઈ આવ્યું. રાજા અતિદક્ષ હેવાથી પીપળાના વૃક્ષની ડાળને પકડીને ચાલતા પણ ઘડા ઉપરથી જલદી આ વનમાં ઉતર્યો. અહીં આગળ રહેલા તળાવમાં રાજાએ મુખનું પ્રક્ષાલન કર્યું. પછી રાજાએ વિશ્વભૂતિ નામના તાપસને સારી રીતે નમસ્કાર કર્યા. કચ્છ અને મહાકછની વંશ પરંપરામાં આવેલા તે મહામુનિએ “શ્રી ઋષભજિન તમારા કલ્યાણ માટે થાઓ” એમ આશીર્વાદ કહ્યા. બંને પરસ્પર કુશલવૃત્તાંત સુખપૂર્વક જેટલામાં કહી રહ્યા હતા તેટલામાં વનમાં મોટે કેલાહલ પ્રગટ થયા. આશ્રમવાસીઓ આ શું છે? એમ ઈશારાપૂર્વક બોલ્યા. રાજાએ જાણ્યું કે ચક્કસ મારા પગલાવાળા માર્ગથી મારું સૈન્ય આવ્યું છે. રાજાએ ઉઠીને સેનાને સાંત્વન આપ્યું. મુનિની આરાધના કરતા રાજા એક માસ સુધી ત્યાં જ રહ્યો. તે રાજાએ પુણ્યરૂપી સમુદ્ર માટે ચંદ્ર સમાન અને શ્રેષ્ઠ તેરણવાળું શ્રી ઋષભ પ્રભુનું આ મંદિર કરાવ્યું છે. સ્વેચ્છાથી પોતાની નગરીમાં જવાની ઈચ્છાવાળા તે રાજાને કુલપતિએ વિષને દૂર કરનાર એક મંત્ર આપ્યું. રાજ્યનું પાલન કરતા અને સભામાં બેઠેલા તેને એક્વાર કઈ રાજ્યના દ્વારપાળે આવીને જણાવ્યું. તે આ પ્રમાણે
હે દેવી! કલ્યાણવાળી શ્રીમંગલાવતી નગરી છે. તેમાં મહાતેજસ્વી પ્રિયદર્શન રાજા