________________
ગુજરાતી ભાવાનુવાદ અધિક બીજું નિંદનીય શું છે? તેથી હું વિચક્ષણ! બીજાએ ભેગવેલી સ્ત્રીને ઇચ્છતા તમે શું ઠપકાને પાત્ર નથી થયા ? રાજાએ કહ્યું: હે સુંદરી ! આ સાચું છે, હું એ બધું સમજુ છું. પણ અતિશય રાગથી તારો સંગ કરવામાં હું લુબ્ધ છું. મહાસતીએ કહ્યું. જેને રાગ સ્થિર હોય તેના પ્રત્યે અનુરાગ કર જોઈએ. આથી હજી પણ મારા આ નીચ શરીર વિષે અનુરાગ શ કરે? રાજાએ ફરી કહ્યુંઃ તપથી સુકાયેલા પણ આ શરીરમાં આ તારા બે નેત્રો જુના પાત્રમાં રહેલા રત્નની જેમ ત્રણ લેકમાં અમૂલ્ય છે. શીલરક્ષા માટે બીજા ઉપાયને નહિ જાણતી સતીએ સહસા પિતાના બે નેત્રને ઉખેડીને રાજાને આપ્યા. આ જોઈને આશ્ચર્ય પામેલે રાજા રાગથી મુક્ત બન્યા અને તેને સંવેગ અતિશય વધે.
હવે તેણે સંભ્રમપૂર્વક સતીને કહ્યું છે કુદરી આ ભયંકર કામ કેમ કર્યું ? હા હા ! આ દુષ્કર કામ મારા અને પોતાના (=સતીના) દુઃખનું જ કારણ છે. રતિસુંદરીએ કહ્યું- હે દેવ! જેમ અતિશય તીવ્રરોગીઓને કડવું ઔષધ સુખનું જ કારણ છે તેમ આ કાર્ય આપણું બનેના સુખનું જ કારણ જાણવું. પછી તેણે ઉપદેશથી રાજાને ધર્મમાં સ્થિર કર્યો. વૈરાગ્યને પામેલા તેણે પણ સતીને ખમાવી. પછી શીલના પ્રભાવથી શાસનદેવીએ એનાં અતિશય શોભાથી મનોહર બે નેત્રે કર્યાં. રાજાએ પણ મંત્રીઓની સાથે તેને નંદન નગર મેકલી. તેણે ચંદ્રરાજાને જણાવ્યું કે રતિસુંદરી મારી બહેન છે, સગી બહેન છે. ચંદ્રરાજાએ રતિસુંદરીની પ્રશંસા કરી. રતિસુંદરી સતી નિર્મલ શિલધર્મનું પાલન કરીને કેમ કરીને મેક્ષસુખને પામશે. [૫૪] પતિથી ત્યજાયેલી મહાસતીઓના પણ શીલપ્રભાવને કહે છે –
रिसिदत्ता दवदंती, कमला य कलावई विमलसीला ।
नामग्गहणजलेणवि, कलिमलपक्खालणं कुणह ॥५५॥ ગાથાથ – નિર્મલ શીલવંતી ઋષિદત્તા, દમયંતી, કમલા અને કલાવતી એ સર્વ સતીઓ જય પામે. હે ભવ્યજનો ! એ સતીઓની સ્તુતિ, પ્રશંસા વગેરે દૂર રહે, તેમને માત્ર નામ ગ્રહણરૂપ જલથી પણ કલિયુગના મલનું = પાપનું પ્રક્ષાલન કરો.
ટીકાથ - ગાથાને આ સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે દષ્ટાંતેથી જાણ. તેમાં પહેલું ઋષિદત્તાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે -
ઋષિહત્તાનું દૃષ્ટાંત આ જ ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં શ્રીરથમઈન નામનું નગર હતું. તેમાં શ્રીમંતના ઘરમાં કુબેર વણિકપુત્ર જે જણાતું હતું. ત્યાં હેમરથ રાજા હતા. તેની તલવારરૂપ વેલડી શત્રુઓની સીઓના ઉણ પણ નેત્રજલથી વૃદ્ધિ પામો. તેને સુયશા નામની