________________
૧૮૬
શીલેાપદેશમાલા ગ્રંથના
માળાની જેમ તપરૂપી અગ્નિમાં નાંખ્યું ! પતિવ્રતા રતિસુ દરીએ કહ્યું: હું રાજેદ્ર! જુઓ, તેમાં પહેલાં તો સેંકડા દોષાથી ભરેલું આ શરીર જ વૈરાગ્યનું અસાધારણ કારણ છે. આ શરીર નવ દ્વારાથી ચરખી, લાહી, માંસ, મેદ, હાડકાં, પિત્ત, વિદ્યા, મૂત્ર અને શ્લેષ્મ વડે દુર્ગંધને બહાર કાઢે છે. વારંવાર વિલેપન, સ્નાન અને ધૂપ વગેરે ઉપાચેથી સારી રીતે પવિત્ર કરેલ પણ આ શરીર પોતાની દુર્ગંધને કોઇ પણ રીતે મૂકતું નથી. અંદર કે બહાર જે જે ભાગસાધન શરીર પાસે લઈ જવામાં આવે=શરીર માટે ઉપયોગ કરવામાં આવેતે તે ભાગસાધન લુચ્ચા પુરુષને કરેલા ઉપકારની જેમ વિરૂપતાને પામે છે, અર્થાત્ ખરાબ બની જાય છે. માત્ર દેખાવથી મનેાહર પણ અંદરથી અશુચિનું' નિધાન શરીર જેમ વિષ્ઠા ગધેડાને વૈરાગ્ય ઉત્પન્ન કરે છે તેમ કેને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે? ગુણી જીવા પણ કિંપાર્કલની જેમ જેમાં માહ પામે છે, તે હણાયેલા આ શરીરના બીજા પણ મોટા દોષો દેખાય છે. આ પ્રમાણે તેની વૈરાગ્યવાળી પણ દેશનાથી રાજા જેમ મેઘની વૃષ્ટિથી મુગશૈલ ભાવિત ન બને=પલળે નહિ તેમ ભાવિત ન બન્યા. રાજાએ વિચાર્યું": આ તપથી ફ્લેશ પામેલી છે તેા પણ નિયમ પૂર્ણ થતાં સંસ્કારિત કરાયેલી એ ફ્રી સ્વસ્થ અવસ્થાને પામશે.
રાજાએ રતિસુ દરીને કહ્યું: હે મુગ્ધા ! નિરક ખેદ ન કર. તારા નિયમને પૂરો કર. આમ કહીને સ્મિતથી લેપાયેલા મુખવાળા રાજા જતા રહ્યો. નિયમની અવધિ પૂર્ણ થતાં પારણા પછી રાજાએ ફરી કહ્યુંઃ હે ભદ્રા! તારા સંગ કરવા માટે આજે હું ઘણા ઉત્કંઠિત છું. સતીએ કહ્યું: હે દેવ ! બધે સ્વાર્થ જ અધિક બલવાન છે. અતિઘણા સમય પછી આજે જ મેં સ્નિગ્ધ ભેાજન કર્યું છે. તેથી હમણાં મારું આખુ' શરીર વ્યાકુલ છે. માથુ ફાટે છે. હૃદયમાં શૂલ વગેરે થાય છે. સાંધાઓ તૂટે છે. આ પ્રમાણે કહી રહ્યા પછી ગુપ્તપણે મેાઢામાં મદનલ નાખીને માર્મિક બુદ્ધિવાળી તેણે કૃતઘ્ન પુરુષની જેમ ખાધેલું બધું વમી નાખ્યું. તેણે રાજાને કહ્યું: હું રાજેન્દ્ર ! અહે ! શરીરની કૃતઘ્નતાને જુએ, તેવુ મનેાહર ભાજન શરીરે ક્ષણવારમાં અશુચિ કરી નાખ્યું. તમારા જેવા મૂર્ખને મૂકીને ભૂખ્યો થયેલા હોય તા પણ પેાતાને ભાગ્યશાળી માનનાર કાણુ વસેલું ખાવાની ઈચ્છા કરે ?
રાજાએ પૂછ્યું: હું મૂખ કેવી રીતે? મહાસતીએ જવાબ આપ્યા : હું વિચક્ષણ ! અહીં અભિપ્રાય સ્પષ્ટ છે, આથી કંઈકહેવાની જરૂર નથી. બીજાએ ભાગવેલી સ્ત્રીઓથી
૧. આના આધારે એ જણાય છે કે ખીજા પશુએની જેમ ગધેડા વિષ્ઠા જરા પણ નહિ ખાતા ઢાય, અથવા અહીં ખીજો અર્થ આ પ્રમાણે થાય:- શરીર ગધેડાની વિશ્વા (લાદ)ની જેમ કાને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે ? પણ આ અદ્ કરવામાં પ્રસ્તુત વિષયને પુષ્ટિ મળતી નથી. કારણ કે ગધેડાની વિષ્ઠા કરતાં તે મનુષ્યની વિષ્ઠા વધારે ખરાબ છે. તા ટીકાકાર “ મનુષ્યની વિષ્ઠાની જેમ ’ આમ લખત. આથી પહેલેા અર્થ વધારે ઠીક જણાય છે.