________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૩ ગૃહસ્થ યોગ્ય ધર્મ આપે. તેથી પ્રવર્તિનીએ તેને સમ્યફવરત્નને આપીને કહ્યું છે પુત્રી ! શીલ જ સ્ત્રીઓને ઉત્તમ ધર્મ છે. શીલને પાળનાર સ્વયં પાપથી નિવૃત્ત થાય છે અને બીજે જીવ પણ પાપથી નિવૃત્ત થાય છે. આથી તારે અન્ય પુરુષના ત્યાગરૂપ શીલવ્રત પાળવું. શીલથી જ પૃથ્વતલમાં સૂર્ય અને ચંદ્ર સુધી કીર્તિ નૃત્ય કરે છે. શીલથી જ કલ્યાણનું સ્થાન એવા મેક્ષને પામી શકાય છે. જેમ વર્ષાદથી લતાઓના અંકુરા પ્રગટે છે તેમ શીલના પ્રભાવથી સ્ત્રીઓના સર્વ મને આ જ ભવમાં ફળે છે. શીલ પરલેકરૂપ સંસારમાં દુઃખ અને દુર્ગતિરૂપી પર્વત માટે લાંબા કાળ સુધી વરૂપ શા થાય છે, અર્થાત્ શીલના પ્રભાવથી પરલેકમાં લાંબા કાળ સુધી દુઃખ અને દુર્ગતિની પ્રાપ્તિ થતી નથી. શીલ પરંપરાએ મુક્તિ આપે છે. આ સાંભળીને અતિશય આનંદ થવાથી રતિસુંદરીના શરીરમાં અતિશય રેમાં પ્રગટ થયા. તેણે આદરપૂર્વક પરપુરુષત્યાગનો નિયમ લીધો.
આ તરફ નંદન નામના નગરના ચંદ્ર રાજાએ પોતાના કામ માટે દૂતને સાકેત પુર મક. દૂત (કામ પતાવીને) સાકેતપુરથી નંદનનગર આવ્યા. દેશની વિગતનું વર્ણન કરવાના અવસરે દૂત પાસેથી રાજાએ સાંભળ્યું કે, રતિસુંદરી અતિશય રૂપવતી છે. આ સાંભળવાથી રતિસુંદરી પ્રત્યે અતિશય રાગ થવાના કારણે ચંદ્રરાજાને જરા પણ ઊંઘ આવતી ન હતી. આથી તેણે રતિસુંદરી માટે નરકેસરી રાજા પાસે મંત્રીને મોકલ્યા. તેથી આ બંનેને સંબંધ એગ્ય છે એમ માનીને કુશળ નરકેસરી રાજાએ જેમ ચંદ્રને રોહિણી આપી તેમ તેને રતિસુંદરી આપી. રાજાએ શુભદિવસે રતિસુંદરીને મહાન આડંબરથી નંદનપુર મેકલી. જેમ કૃષ્ણને લક્ષમી સ્વયંવરી હતી તેમ રતિસુંદરી ચંદ્રને સ્વયં વરનારી બની. સારા મુહૂર્તમાં તે બંને પ્રશંસનીય વિવાહ મંગલ થઈ ગયે એટલે નંદનનગરમાં વર્ધાપનનો ઉત્સવ થયે. રતિસુંદરીને જોઈને લોકે આ શું કઈ દેવી છે? અથવા વિદ્યાધરી છે? કે પાતાલ કન્યા છે? એમ બેલવા લાગ્યા. જેમ ચાંદનીથી યુક્ત ચંદ્ર બધાથી અધિક શોભે છે તેમ પ્રિયાથી અલંકૃત અને ક્ષત્રિયરૂપી નક્ષત્રોને નાયક ચંદ્રરાજા સર્વોત્કૃષ્ટ સ્થાનને પામ્યા.
જેમ સિંહ સિંહને કહે તેમ, કુરુદેશના અધિપતિ અને બલવાન મહેંદ્રસિંહ રાજાએ એકવાર ચંદ્રને દૂતના મુખેથી કહ્યું. તે આ પ્રમાણે હે દેવ! જેમ સૂર્યની સાથે કમળોને પ્રીતિ છે તેમ, તમારી સાથે અમારી પૂર્વ પુરુષોની પરંપરાથી આવેલી પ્રીતિ આટલા લાંબા કાળ સુધી ટકી રહી છે. કુલને પ્રકાશિત કરનારા અને સાત્તિવક જે પુત્રો પૂર્વજોએ આચરેલા સંબંધનો લેપ કરતા નથી તે જ પુત્ર ગરવનું સ્થાન બને છે. તેથી સૌજન્યરૂપી શંખને અખંડપણે ધારણ કરતા તમારે પિતાનું બધું કામ સંશય વિના મારાથી સાધવું, અર્થાત્ તમારું કઈ પણ કામ હોય તે મને કહેવું, હું કરી આપીશ. વળી બીજું-પ્રીતિને વધારવા માટે નવેઢા રતિસુંદરીને અમને ભેટામાં મોકલવી, જેથી