________________
૧૮૨
શીલપદેશમાલા ગ્રંથો સ્વર્ગની સંપત્તિને પામ્યા. સુંદરબુદ્ધિવાળી નર્મદા સાધ્વીજીએ પણ અવધિજ્ઞાનથી પોતાના મૃત્યુને નજીક જાણીને સંલેખનાપૂર્વક અનશનને સ્વીકાર કર્યો. મૃત્યુ પામીને દેવકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચાવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાં રાજ્યસંપત્તિને ભેગવીને દીક્ષા લીધી, નિર્મલશીલના વેગથી આઠ કર્મોને ભેદીને તે નર્મદાસુંદરી મેક્ષને પામી.
રતિસુંદરીનું દષ્ટાંત હવે રતિસુંદરીની કથાને પ્રારંભ કરવામાં આવે છે -
જાણે સંપત્તિઓનો સંકેત હોય તેવું સાકેત નામનું નગર હતું. તેમાં ચંદ્ર શ્રેષિઓની સીઓના મુખરૂપ ચંદ્રનું નિર્માલ્ય હતે. શરૂપી હાથીઓ માટે સિંહસમાન નરકેસરી રાજા હતે. તારાઓ જાણે તે રાજાની તલવારથી હણાયેલા શત્રુઓના હાથીઓના (=હાથીઓના ગંડસ્થલમાંથી નીકળેલા) મેતીએ હતા. તેની જાણે પૃથ્વી ઉપર રહેલી દેવી હોય તેવી કમલસુંદરી નામની રાણી હતી. તેણે કલ્યાણયુક્ત વંશપરંપરાથી આવેલી રાજલક્ષમીના વિલાસમાં જ આદર કર્યો હતે. તેમની રતિસુંદરી નામની પવિત્ર પુત્રી હતી. તે રતિસુંદરી જાણે વિધાતાએ પિતાની સૃષ્ટિના સૈાંદર્યની એક સ્થળે ભેગી કરેલી શોભા હોય તેવી હતી, અર્થાત્ તે બહુ શોભતી હતી. જેમ તારાઓથી ચંદ્રકલા પરિ. વરે તેમ સખીઓથી પરિવરેલી તેણે એક દિવસ ગુણશ્રી નામની પ્રવર્તિનીને વંદન કર્યું. પ્રવર્તિનીએ પણ તે વખતે તેને અમૃત જેવી મધુરવાણુથી મેતીની માળા જે ઉજજવલ ધર્મોપદેશ આપ્યો. તે આ પ્રમાણે - જેમ ગરીબ માણસ મેને પામીને તેમાંથી રત્નને ગ્રહણ કરે તેમ બુદ્ધિમાન પુરુષે દુર્લભ મનુષ્ય જન્મને પામીને તેનાથી ઘર્મરૂપી ફળને ગ્રહણ કરવું જોઈએ. જેમ બાળક રત્નથી પૂર્ણ નિધાને મળવા છતાં કેડીને ઈચ્છે છે તેમ મૂઢ માણસ મેક્ષફલવાળા મનુષ્ય જન્મમાં ભેગોને ઈચ્છે છે. તેથી સમ્યત્વને અને સંયમને સ્વીકાર કર, અને નિર્મલ તપ તપીને ભવના પારને પામ. તારૂપી અગ્નિથી તપાવેલ અને શીલરૂપી નિર્મલ જલથી બેચેલ છવ અગ્નિથી પવિત્ર થયેલા ૧૨નકંબલ જેમ કર્મમલને ત્યાગ કરે છે. હે રાજપુત્રી ! શરીરશોભા નાશવંત છે. શરીરનું ફલ તપશ્ચર્યા છે. આથી જીવનપર્યત જિનધર્મમાં પ્રયત્ન કર. આ પ્રમાણે પ્રવતિનીના મુખરૂપી ચંદ્રમાંથી નીકળતા) વચનરૂપી અમૃતને પીને તેની જ્ઞાનદષ્ટિ ઉલ્લાસને પામી. તેણે મધુર સ્વરે કહ્યું: હે સાદવજી! આપે મને પ્રશંસનીય આ સારું કહ્યું. પણ હું નિત્ય પ્રમાદી દેવાથી વતેને સ્વીકારવા માટે અસમર્થ છું. તેથી આપ પ્રસન્ન થઈને વાછરડા ઉપર ભાર મૂકવાના ન્યાયથી મને ભવપતનમાં આલંબનભૂત
૧. શબ્દોષમાં ૩૪ર શબ્દનો રત્નકંબલ અર્થ જોવામાં આવ્યો નથી, ત્યાં સજ્જર શબ્દના વસ્ત્ર વગેરે અથ જણાવેલ છે. આમ છતાં કરતમાં રત્નકંબલ અથ વધારે બંધ બેસતા જોતા હોવાથી રત્નકંબલ અર્થ કર્યો છે.