________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૮૧ કરી દીધા છે તેવા આચાર્યને વંદન કરવા માટે ગઈ. ધર્મલાભ રૂ૫ આશીર્વાદ આપીને ગુરુએ ધર્મને ઉપદેશ આપ્યો. દેશનાના અંતે વીરદાસે ગુરુને નમીને પૂછયું : હે પ્રભુ! નર્મદાસુંદરીએ પૂર્વભવમાં કયું કર્મ કર્યું કે જેથી નિર્દોષ પણ તે દુઃખનું ભાજન થઈ. ગુરુએ શ્રતના ઉપગથી જાણીને કહ્યુંજાણે ભૂમિને માપવાને દંડ હોય તે વિધ્ય નામનો પર્વત છે. પૃથ્વીની માળા જેવી આ નર્મદાનદી તેમાંથી નીકળી છે. એ નદીની નર્મદા નામની મિથ્યાદષ્ટિ અધિષ્ઠાત્રી દેવી છે. એક દિવસ શ્રેષવાળી થયેલી તેણે નર્મદાના કાંઠે કાર્યોત્સર્ગમાં રહેલા ધર્મરુચિ નામના મુનિમહાત્માને ઉપસર્ગો કર્યા. મુનિની નિશ્ચલતાથી એ સમ્યગ્દષ્ટિ બની. તે દેવી યુવીને તમારી પુત્રી આ નર્મદાસુંદરી થઈ. પૂર્વભવના અભ્યાસથી આ નર્મદા નદીમાં સ્નાન કરવાના દેહલાથી વૃદ્ધિ પામી. સાધુને કરેલા ઉપસર્ગોથી બંધાયેલાં અશુભકર્મોના ઉધ્યથી દુઃખી થઈ. (આ સાંભળીને) નર્મદાસુંદરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેણે દીક્ષા લીધી. તપશ્ચર્યા કરતી તેણે ઉજજવલ અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. પ્રવર્તિનીપદને પ્રાપ્ત કરીને તે રૂપચંદ્ર નગર ગઈ. ઘણે કાલ પસાર થઈ જવાથી અને તપ-કષ્ટના કારણે શરીર કૃશ થઈ જવાથી તેને કેઈએ ઓળખી નહિ. સાધ્વીવૃદથી વિભૂષિત નર્મદસુંદરીસાવી ઋષિદત્તાએ આપેલા પોતાના ઉપાશ્રયમાં ઘણે કાળ રહી ત્યાં તેણે કર્મના મર્મને વીંધનારા ધર્મને ઉપદેશ આપ્યો. તે ઉપદેશને ઋષિદત્તાની સાથે મહેશ્વરદત્ત પણ સાંભળે. એકવાર નર્મદા સાદવજીએ મહેશ્વરદત્તને અતિશય સંવેગને ઉત્પન્ન કરવા માટે ઔષધસમાન સંપૂર્ણ સ્વરશા કહ્યું. આ સાંભળીને પશ્ચાત્તાપને પામેલ મહેશ્વરદત્ત બે સ્વરશાઅ ન્યૂન નથી, અર્થાત્ એનાથી નહિ જોયેલું પણ જાણી શકાય છે. આથી તે મારી પત્નીએ પણ એ બધું ચક્કસ સ્વરશાસ્ત્રથી જાણ્યું હતું. પાપી, અધમ અને અવિવેકથી કલંક્તિ બનેલા મને ધિકાર છે કે જે મેં પ્રિય અને સતી પત્નીને વનમાં એકલી મૂકી. તેથી ભાગ્યથી હણાયેલે હું સવશાલીઓને દોષ આપવા લાયક થયે છું. જગતમાં અતિશય દુઃખી પુરુષની જેમ મારાથી અધિક કઈ પાપી નથી. ઈત્યાદિ પશ્ચાત્તાપ કરતા તેને દયાથી પ્રવર્તિનીએ કહ્યું- હે ભદ્ર! તે જ હું નર્મદા તમારી પાસે છે. તેથી વિષાદ ન કરે. બધા જ જીવ પૂર્વના કર્મથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરે છે. કેઈ કેઈન નું પોષણ કરનાર નથી અને કેઈ કેઈને પ્રેમ કરનાર નથી, અર્થાત્ બીજાઓ એક-બીજા ઉપર જે દ્વષ કે પ્રેમ કરે છે તે પૂર્વના કર્મથી પ્રેરાઈને કરે છે. પછી મહેશ્વરદત્તે સાવજને ખમાવી. કુરાયમાન થતા વૈરાગ્યથી દેદીપ્યમાન તેણે આર્યસુહસ્તિ નામના ગુરુની પાસે ઉત્તમ ચારિત્ર લીધું. સંવેગ પામેલી વિદત્તાએ પણ ચારિત્ર લીધું. તે બંને તપ તપીને
૧. અથવા આવો અર્થ પણ થઈ શકે છે. જગતમાં જેમ મારાથી અધિક કિઈ સંતાપ પામનાર નથી, તેમ મારાથી અધિક કોઈ પાપી પણ નથી, અર્થાત મેં બહુ મોટું પાપ કર્યું છે અને એનો મને ઘણો સંતાપ થયો છે.