________________
૧૮૦
શીલપદેશમાલા ગ્રંથને રાજાએ પોતાના માંત્રિકોને ત્યાં મોકલ્યા. સતીએ માંત્રિકને પથ્થરોથી કૂતરાઓની જેમ માર્યા. હવે લેકેએ તેને કરાના પથ્થરની વૃષ્ટિની જેમ દૂરથી છોડી દીધી. પાંદડાએથી વીંટળાયેલા વંટેળિયાની જેમ બાળકોથી વિંટળાયેલી તે નગરમાં ભમવા લાગી.
એકવાર જિનેશ્વરદેવના રાસેને ગાતી, બાળકોથી યુક્ત અને જીર્ણવાવાળી તેને જિનદાસે જઈ. કરુણાથી આદ્ર બનેલા તેણે તેની આગળ આવીને પૂછયું : હે વ્યંતરાધીશા ! તું કેણ છે ?તે મને કહે. હું જિનેશ્વરદેવને ભક્ત છું. તેણે જવાબ આપ્યો કે જો તમે જેન છો તે તમારે મને એકાંતમાં પૂછવું. માટે હમણાં નિરર્થક થઈ રહેલા રંગમાં ભંગ ન કરે. બીજા દિવસે જેમ વંટેળિયે પાંદડાઓને વિખેરી નાખે તેમ બાળકોને દૂર ભગાડીને તેણે કઈ વનમાં જઈને પિતાની ઈચ્છા પ્રમાણે જિનેશ્વરદેવને વંદન કર્યું. જિનદાસ પણ તેની પાછળ ત્યાં ગયે. તેણે અંજલિ જોડીને તેને વંદન કરીને પૂછ્યું : ધર્મમાં જ મનવાળી તું કેણ છે? તેણે પણ આ શ્રાવક છે એમ માનીને તેને પિતાને સઘળે વૃત્તાંત કહ્યો. આ સાંભળીને જિનદાસે તેને કહ્યું, હે નર્મદસુંદરી ! મેં તને જોઈ તે સારું થયું. કારણ કે હે પુત્રી ! તારા માટે જ હું અહીં આવ્યો છું. મિત્ર વીરદાસે ભરુચ શહેરથી મને અહીં મોકલ્યો છે. માટે ખેદ ન કર. બધું સારું થશે. કારણ કે અવસરે સારી રીતે જેલી બુદ્ધિથી શું અસાધ્ય છે? પણ આજે તારે સંપૂર્ણ બળથી હાથિણની જેમ ઘટ, વાસણ વગેરેને ભાંગતાં ભાંગતાં રાજમાર્ગમાં ફરવું. આ પ્રમાણે સંકેત કરીને જિનદાસ આગળ જઈને ઊભે રહ્યો. તે પણ ગઈ અને તે પ્રમાણે કર્યું. આ દરમિયાન રાજાએ દયાળુ જિનદાસને કહ્યુંઃ ગાંડી થયેલી આ શીએ જેમ વાનરી ઉદ્યાનને ઉપદ્રવવાળું કરે તેમ આ નગરને ઉપદ્રવ વાળું કર્યું છે. માટે અનર્થને કરનારી એ આને કેઢરેગવાળી સ્ત્રીની જેમ મારા આટલા આગ્રહથી સમુદ્રના પેલે પાર દૂર મૂકી આવે. રાજાની આજ્ઞાથી હર્ષને પામેલ જિનદાસ નર્મદાશંદરીને બેડીઓથી બાંધીને દિવ્ય ઔષધિની જેમ સાથે લઈ ગયે. કાદવમાંથી ચિંતામણિ મળે તેમ દુલભ નર્મદા સુંદરીને મેળવીને સ્નાન કરાવીને નવાં વસ્ત્ર પહેરાવ્યાં. મિત્રપ્રિય જિનદાસ કિંમતી કરિયાણાની જેમ તેને વહાણમાં ચઢાવીને જલદી નર્મદાપુર લઈ ગયે. નર્મદા સુંદરીને આવતી જાણીને પિતા વગેરે તેની પાસે ગયા. તે પિતા વગેરેને નમીને ગળે વળગીને ઊંચા સ્વરે રડવા લાગી. તેને જીવતી મેળવીને ઋષભસેન વગેરે હર્ષ પામ્યા. તેથી તેમણે માંગલિક આચારપૂર્વક ફરી જન્મોત્સવ કર્યો. તથા જૈનમંદિરમાં મહાપૂજાપૂર્વક સાધર્મિક વાત્સલ્ય વગેરે ઘણાં ધર્મકાર્યો કર્યા. જિનદાસ ગૌરવપૂર્વક કેટલાક દિવસો સુધી રહીને વરદાસને પૂછીને ભરુચ શહેર ગયે.
આ તરફ એકવાર આર્ય સુહસ્તિ નામના દશપૂર્વધર આચાર્ય વિહાર કરતા નર્મદાપુર પધાર્યા. નર્મદા સુંદરી માતા-પિતા અને કાકાની સાથે જેમણે ભવો અલ્પ