________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૯ વિગત કહી. પછી તેને નર્મદા સતીની શેધ માટે જલદી મોકલ્યા. જિનદાસ પણ નર્મદા સતીની શોધ માટે જરૂરી સામગ્રી સાથે લઈને બર્બર બંદરે ગયે.
આ તરફ વિરદાસ ત્યાંથી ગયો એટલે સુવર્ણ માટે જેનું ચિત્ત હણાઈ ગયું છે એવી વેશ્યાએ નર્મદાસુંદરીને કહ્યું : હે ભદ્રા ! વેશ્યાનો બંધ કરીને પોતાના જન્મને સફળ કર. જેમ ઉર્વશી મહાન ઐશ્વર્યવાળા ઇંદ્રને માન્ય છે તેમ તે રાજાને માન્ય થા. તેનાં વચનથી જાણે બળી ગઈ હોય તેવી નર્મદા સુંદરી હાથને હલાવતી બેલી મારા જીવતા મારા શીલરૂપી માણેકરનનું હરણ કરવા આ કોણ ઈચ્છે છે? વેશ્યા બેલી : પૃથ્વીતલમાં અમારે જ જન્મ સફલ છે. અહીં રહેલી પણ અમે પોતાની મરજી મુજબ ભેગોને ભેગવીએ છીએ. નર્મદાસુંદરીએ કહ્યું : આ સુખના કારણે (વિવેકી) કણ પોતાને કલ્યાણથી વંચિત રાખે ? બાળકે જ માણેકરનેથી ચણાને ખરીદે છે. જેમ વાંછિતની પ્રાપ્તિ માટે જડપુરુષ ચિંતામણિને મારે તેમ નર્મદસુંદરીના વચનથી કેપ પામેલી વેશ્યા તેને જલદી મારવા લાગી. વેશ્યાથી માર મરાતી નર્મદા સુંદરી મનમાં પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગી. તેના પ્રભાવથી વેશ્યા ઓચિંતી પ્રાણેથી મુક્ત થઈ વેશ્યાના મૃત્યુ પછી તેના પદે સ્થાપવા માટે રાજાની આજ્ઞાથી મંત્રી નર્મદાસુંદરીને પ્રાર્થના કરવા લાગ્યા. જે હું માલિક બનીશ તે ૨છા પ્રમાણે અહીંથી નીકળી શકીશ એમ પોતાને નીકળવાને ઉપાય જાણીને જેમ શંકરે રીપણું માન્યું તેમ સતીએ મંત્રીનું વચન માન્યું. મંત્રીના મુખથી સતીના સંદર્યને સાંભળીને તેને જેવા ઉત્સુક બનેલા રાજાએ તેને લાવવા માટે સુખાસન (=પાલખી) મોકલ્યું. રાજસેવકે તેને સુખાસનમાં બેસાડીને અને તેના મસ્તકે છત્ર ધારણ કરીને મહાન આડંબરથી નગરમાં જલદીથી જેટલામાં લઈ જાય છે તેટલામાં શીલરક્ષા માટે ગાંડપણ ઔષધ છે એમ જાણીને તે નગરની મોટી ખાળમાં પથ્થરની જેમ પડી. જેમ લેહના બખ્તરથી શરીરને વટે તેમ આ તે અપૂર્વ ચંદનનો લેપ છે એમ બોલતી સતીએ શરીરને કાદવથી લીંપ્યું. વિષયેની વિરુદ્ધ બોલનારી સતીએ વોને શરીર ઉપરથી ઉતારીને પાંદડાની જેમ ફાડી નાખ્યા. શીલરૂપી જીવને વિનાશ કરનારા સર્પોને ત્રાસ પમાડવા માટે તેણે તેમની સામે સાપનું ઝેર ઉતારવા માટે મંત્ર બેલનારી સ્ત્રીની જેમ ધૂળ ફેંકી. જાણે મુશકેલીથી નિવારણ કરી શકાય તેવા મંત્રથી ગ્રહણ કરાઈ હોય તેમ ભયંકર આકૃતિવાળી તેણે પિતાના શૌર્યનું વર્ણન કરવા પૂર્વક અદ્દભુત નૃત્ય કર્યું. તેની વિગત સાંભળીને
૧. શંકરદેવે ભસ્માસુર રાક્ષસને વરદાન આપ્યું કે તું જેના મસ્તક ઉપર હાથ મૂકીશ તે મરી : જશે. આ વરદાન મેળવીને તેણે શંકરના જ મસ્તક ઉપર હાથ મૂકવાનો નિર્ણય કર્યો. આથી શંકરદેવી ભાગવા લાગ્યા. તે શંકરદેવની પાછળ પડ્યો. આથી શંકરદેવ મોહિનીનું રૂપ ધારણ કરીને તેની સામે નાચવા લાગ્યા. મોહિનીમાં મુગ્ધ બનીને ભસ્માસુર પણ નાચવા લાગ્યો. નાચતાં નાચતાં તેણે પોતાના મસ્તક ઉપર હાથ મૂકયો. આથી તે મરણ પામે.