________________
૧૭૮
શીલપદેશમાલા ગ્રંથને આ માટે ઉત્સવ સમાન તેને આશ્ચર્ય પૂર્વક જોઈ નર્મદાસુંદરી કાકાને ઓળખીને ગળે વળગીને રડી. કાકે પણ સ્નેહથી શેક અને આનંદના આંસુઓથી છવાઈ ગયે. કાકાએ તેને પૂછયું : હે પુત્રી! તું એકલી કેમ છે? અને અહીં તારું આગમન કેવી રીતે થયું? સતીએ પોતાને સઘળે વૃત્તાંત જણાવ્યું. ભાગ્યની નિંદા કરતો કાકે નર્મદસુંદરીને લઈને બમ્બર બંદરે આવ્યું. બહાર સાર્થને પડાવ રાખે. મહાસતીને સ્વરછ વામંડપમાં રાખી. પછી પોતે ભેટશું લઈને રાજસભામાં ગયે. અર્ધી કરમુક્તિ વગેરેથી રાજાએ તેને સત્કાર કર્યો. કરિયાણું વગેરેના લેવડ-દેવડની વ્યવસ્થા કરી.
આ તરફ રાજાની કૃપાપાત્ર અને સૌભાગ્યરૂપી સંપત્તિની શાળા એવી હરિણી નામની વેશ્યા ત્યાં પ્રસિદ્ધ હતી. તે ત્યાં મુસાફર પાસેથી એક હજાર ને આઠ સેનામહેશ લેતી હતી. આવી વ્યવસ્થા રાજાએ કરી હતી. તે વેશ્યાએ વીરદાસને બેલાવવા પિતાની દાસી મેકલી. અમે સ્વપત્નીમાં સંતોષવાળા છીએ એમ કહીને વીરદાસે તેને ના કહી. દાસીએ એકહજાર આઠ સેનામહેરોની વ્યવસ્થાની વાત કરી એટલે વીરદાસે તેને વ્યવસ્થાનું ધન (એકસે આઠ સેનામહેર) આપ્યું. દાસીએ જઈને તે બધું ધન હરિણીને હર્ષથી આપ્યું. વેશ્યાએ કહ્યુંઃ આ ધનથી શું? તું તેને અહીં લઈ આવ. આથી દાસી ફરી વરદાસને બેલાવીને વેશ્યાની પાસે લઈ ગઈ. દાસીએ વેશ્યાને કાનમાં કહ્યું કે તેના ઘરે કેઈક સ્ત્રી છે, તે તેની પત્ની હોય, બહેન હોય કે પછી પુત્રી હેય. પણ તેનું રૂપ દેવાંગનાઓને પણ ઝાંખી પાડે તેવું છે. જે હરણના જેવી આંખેવાળી તે સ્ત્રી તમારી આજ્ઞાને આધીન બને તે તમે પિતાના ઘરે કલ્પવેલડી અવતરી છે એમ જાણે. તાત્કાલિક બુદ્ધિવાળી હરિણીએ કપટથી નિશાની (=ખાતરી) માટે વરદાસની વીંટી લીધી. દાસીને કાનમાં કંઈક કહીને અને વીંટી આપીને મોકલી. તેથી ૫ટમાં કુશળ દાસીએ નર્મદા સુંદરી પાસે જઈને આ પ્રમાણે કહ્યું – હે સુંદરી! શેઠ અમારા ઘરે રહેલા છે અને તમને બોલાવે છે. તેની નિશાની (=ખાતરી) માટે આ વીંટી છે. માટે જલદી આવે. વીરદાસના નામથી અંક્તિ વીંટી જોઈને નિષ્કપટ નર્મદસુંદરી તેની સાથે જ વેશ્યાના ઘરે ગઈ. તેને બીજા બારણાથી પ્રવેશ કરાવીને જલદી ભોંયરામાં રાખી. કૃતકૃત્ય બનેલી વેશ્યાએ એ વીંટી વીરદાસને પાછી આપી. અખંડિતત્રતવાળ વરદાસ ત્યાંથી પોતાના ઘરે ગયે. ત્યાં નર્મદા સુંદરીને ન જોતાં ક્ષોભ પાપે. સેવકને પૂછયું. ઉપાયે કરવા છતાં તે કયાંય તેની માહિતી મેળવી શક્યો નહિ. ધૂતારાઓના અતિશય ગુપ્ત રીતે કરેલા કાર્યના પારને શું કઈ પામી શકે? વરદાસે વિચાર્યું. જેણે માયાથી નિષ્કપટ આ સતીનું અપહરણ કર્યું છે તે હું અહીં હોઉં ત્યાં સુધી કેવી રીતે પ્રગટ કરશે? અર્થાત્ પ્રગટ નહિ કરે. વીરદાસ આ પ્રમાણે વિચારીને, કરિયાણાએ લઈને, રાજાને પૂછીને, વસ્તુઓથી વહાણેને ભરીને પોતાના નગર તરફ ચાલે. વિશુદ્ધબુદ્ધિવાળા વીરદાસે ભરુચ આવીને ઉપાયને જાણનારા જિનદાસ નામના મિત્ર શ્રાવકને બધી