________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૭ કરવા સમર્થ નથી. ચિત્તથી શંકિત બનેલી તેણે જલદી જાતે ઉઠીને ખવાયેલા રત્નની જેમ દરેક કાંઠામાં અને દરેક વૃક્ષમાં જોયું. ક્યાંય પણ પતિને ન જે. આથી તે એટલું બધું રડી કે આંસુઓની ગરમીથી તેનું ગળું સુકાઈ ગયું. રડતી એવી તેને પાસે રહેલા મૃગલાના ટેળાએ કરુણાથી જોયા કરતા હતા. શેકથી દુઃખી બનેલી તે પોતાના અવાજના પ્રતિવનિને દૂરથી સાંભળીને જેમ મૃગલી મૃગતૃષ્ણિકા તરફ દડે તેમ પ્રતિદવનિ તરફ દેડી. તેવું કઈ વન ન હતું, તેવાં કઈ વૃક્ષ ન હતાં, એવી કઈ ઝાડી ન હતી, કે જ્યાં તે ભમી ન હોય કે ઊંચાસ્વરે રડી ન હોય. જાણે તેના શેકથી જ હોય તેમ સૂર્ય અન્ય દ્વીપમાં ગયે અને જાણે સતીને સુખી કરવા માટે હોય તેમ વિધાતાએ ચંદ્રને મોકલ્યો. પતિદુઃખના કારણે ચંદ્રમાએ પણ અગ્નિકુંડની જેમ તેને તપાવી. રાક્ષસની જેમ ચંદ્રથી ભય પામેલી તેણે લતાગૃહમાં પ્રવેશ કર્યો. જાણે સે વર્ષ જેટલી હોય તેમ રાત્રિને પસાર કરીને સવારે પતિના ગુણોને યાદ કરીને આકાશ અને પૃથ્વીને ભરી દેનારું રુદન કર્યું, હે નાથ ! જેમ ચંદ્ર કુમુદિનીને છોડીને જાય તેમ દીન અને એકાંત સ્થિર પ્રેમરૂપી અમૃતમય એવી મને સૂતેલી છોડીને તમે ક્યાં ગયા? આ પ્રમાણે પિતે રેતી અને મુસાફરોને રડાવતી તથા પતિના સમાચાર પૂછતી તેણે પાંચ દિવસ પસાર કર્યા. છઠ્ઠા દિવસે સમુદ્રના કાંઠે જ્યાં વહાણ રેકાયું હતું ત્યાં ગઈ ત્યાં સ્થાન શૂન્ય જોયું. પછી નિરાશ બનેલી તેણે મુનિના તે વચનનું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી એમ વિચાર્યું, અને વિવેકથી યુક્ત બનેલી તેણે શોક ઓછો કર્યો. તે મહાસતીએ જાતે જ આત્માને આ પ્રમાણે સમજાવ્ય – હે જીવ! પૂર્વે ઉપાર્જન કરેલા પોતાના કર્મને (સમતાથી) ભગવ, ખેદ ન કર. પછી તેણે સ્નાન કરીને અરિહંત દેવને વંદન કર્યું. વનમાં ફલાહારને કરતી તે તાપસી જેવી થઈ. તે સતીએ માટીનું જિનબિંબ બનાવીને તે જિનબિંબને ક્યાંક ગુફામાં નિશ્ચલતા માટે આંખની આગળ સ્થાપિત કર્યું. સુંદર બુદ્ધિવાળી સતીએ ફલ, પુષ્પ અને સામે નામનું ધાન્ય વગેરેથી જિનપૂજા કરીને જ્યોતિષ્મતી વૃક્ષના તેલથી દીપકને પ્રગટાવ્યા. સવારે ઉઠીને જિનબિંબની આગળ એકાગ્રચિત્તે સ્વાધ્યાય અને સ્તવન વગેરે કરવા દ્વારા ત્યાં પણ દિવસેને સફલ બનાવ્યા. એકવાર સદગતિને સાધવાની ઈચ્છાથી વ્રત લેવા માટે જેમ રાજહંસી માનસ સરોવરમાં જવા માટે ઈરછે તેમ તેણે ભરતક્ષેત્રમાં જવાની ઈચ્છા કરી.
આ તરફ બમ્બર દેશના બંદરે જતે અને વિવેકબુદ્ધિવાળો એને વીરદાસ નામને કાકે તે પ્રદેશમાં આવ્યું. પિતાના સૈન્યસમુદાયથી પરિવરેલો નર્મદા સુંદરીના પગલાએની શ્રેણિને જોઈ જોઈને પર્વત પાસે ગયા. ત્યાં તેણે શ્રી જિનસ્તુતિ સાંભળી. અવાજના લક્ષણથી આ નર્મદા હેવી જોઈએ એમ વિચારતા તેણે ગુફામાં પ્રવેશ કર્યો અને
૨૩