SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શલપદેશમાલા ગ્રંથનો નર્મદાસુંદરી વિષે કંઈ પણ અનુચિત આચરે તેટલામાં કૃપમાં (=નૌકાના મધ્યભાગના સ્તંભ ઉપર) રહેલા નિયમકે ઊંચા અવાજથી આ પ્રમાણે કહ્યું:- વહાણને જલદી થભાવે. વઅને નીચે પાડે, અર્થાત્ સઢને ઉતારી લે, નૌકાની સાંકળને લઈ લે, અર્થાત્ સાંકળને લંગર સાથે બાંધી દે. આ રાક્ષસદ્વીપ આવી ગયું છે. પાણી અને ધન વગેરે સામગ્રીને અહીંથી જલદી સંગ્રહ કરી લે. આ પ્રમાણે સાંભળીને વહાણ સંચાલકેએ તે બધું તે પ્રમાણે કર્યું. માયાથી ગુરૂષવાળો મહેશ્વરદત્ત તે દ્વીપમાં રમવા માટે નર્મદા સુંદરીને જંગલમાં કયાંક લઈ ગયે. મુગ્ધ નર્મદાનું દરી ધૂત તેની સાથે એક વનમાંથી બીજા વનમાં ફરી ફરીને થાક લાગવાથી નેતરથી ગહન સરોવરના કિનારે ક્યાંક સૂઈ ગઈ. તે વખતે જાણે પૂર્વે ઉપાર્જન કરેલા અશુભકર્મની દૂતી હોય તેવી નિદ્રા જલદી આવી ગઈ, અને એથી તેની આંખ મિચાઈ ગઈ. મહેશ્વરદત્તે વિચાર્યું તેને હમણાં તલવાર વગેરેથી મારી નાખવામાં આવે છે તે પિતાના અપરાધને નહિ જાણશે. પણ આ પ્રમાણે (એકલી પડેલી તેઓ પોતાના અપરાધને યાદ કરી કરીને મૃત્યુ પામે. આ પ્રમાણે વિચારીને જેમ આંધળો માણસ સપની બ્રાતિથી પુષ્પમાલાને છેડે તેમ તેને મૂકીને, જેમ ચાડિયાથી બ્રાન્ડ બનેલ પિપટ શાલિક્ષેત્રથી નાસી જાય તેમ તે નાસી ગયે. નાસીને તે વહાણુ પાસે આવ્યું. વહાણસંચાલકેએ તેને પૂછ્યું તારી પત્ની ક્યાં છે? તેણે કહ્યુંઃ હાય! મારી પત્નીને જંગલમાં રાક્ષસ ખાઈ ગયે. હણવા માટે આવતા તેને જોઈને હું જલદી નાસી છૂટ્યો. માટે તમે પણ વહાણને ખૂબ ઉતાવળથી ચલાવે. ભય પામેલા તેમણે પણ તેમ કર્યું. આત્મા (=પ્રાણ) કોને પ્રિય નથી? માયાથી જાણે વહાણમાં ચઢવાને ઈરછત ન હોય તેવો મહેશ્વરદત્ત પણ વહાણમાં ચલ્યો. તેણે વિચાર્યું બુદ્ધિમાન મેં આજે વ્યભિચારિણીનો ત્યાગ કર્યો તે સારું કર્યું. એને ત્યાગ કરીને મેં કાપવાદને પણ રોકી દીધે. મહેશ્વરદત્તે આ પ્રમાણે વિચાર્યું. પણ મૂઢ તે એ જાણતું નથી કે હું ભાગ્યથી હણાયેલું છે. જાણે પત્નીના વિયોગથી દુઃખી થયે હોય તેવા તેને વેપારીઓએ સમજાવ્યું. ક્રમે કરીને તે યવનદ્વીપમાં આવ્યા. લાભથી યુક્ત બનેલો તે પોતાના નગરમાં ગયે. તેણે માતા-પિતાને પત્ની મરી ગઈ છે એ પ્રમાણે જ કહ્યું. દુઃખી થયેલા માતા-પિતાએ પુત્રવધૂના પ્રેત કાર્યો કર્યા. પછી તેમણે પુત્રની સાથે બીજી કન્યાને પરણવી. આ તરફ નર્મદા સુંદરી સુખ આપનાર પંચ નમસ્કારમંત્રનું સ્મરણ કરતી જેટલામાં ઉઠી તેટલામાં તેણે પતિને ન જે. પતિ મારી મશ્કરી કરે છે એમ માનતી નર્મદાસુંદરીએ પતિને કહ્યું : હે નાથ ! આવ, આવો. હું આવા પ્રકારના હાસ્યને સહન ૧. ખેતર વગેરેમાં પશુ-પક્ષીઓને ભય પમાડવા માટે ઘાસ વગેરેથી ઊભા કરેલે મનુષ્યને આકાર. - ૨. મરેલાને ઉદ્દેશીને કરવામાં આવતા લૌકિક આચારે.
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy