________________
૧૭૫
ગુજરાતી ભાવાનુવાદ, જોઈને જાણે ગુસ્સે થયા હોય તેમ કહ્યુંઃ જે આ પ્રમાણે મુનિની આશાતના કરે છે તે પતિના વિયેગને પામે છે. ખિન્નમનવાળી નર્મદા સુંદરીએ ઝરૂખાથી ઉતરીને સાધુના એ ચરણોમાં પડીને કહ્યું કે હું બળી ગઈ છું, નિર્ભાગ્યા છું, દુષ્ટ છું, શ્રીજિનેશ્વરદેવની ઉપાસિકા હોવા છતાં મેં આ પ્રમાણે અવિનય કર્યો. મહામાઓ વિAવના સર્વ જીવે પ્રત્યે વાત્સલ્યવાળા હોય છે, પવિત્રકરુણરસના સાગર હોય છે. આથી મારા તે અપરાધને માફ કરો. સમદષ્ટિવાળા મુનિએ શત્રુઓ ઉપર પણ કેપ કરતા નથી. પિતાનાઓ ઉપર પણ રાગ કરતા નથી, પોતાના પ્રાણ જાય તે પણ શ્રાપ આપતા નથી. તેથી દુષ્ટભાવ વિનાની મને જે શાપ આપ્યો છે તે દૂર કરો. કારણ કે ચંદનને કાપવામાં આવે તે પણ તેમાંથી સુગંધ પ્રગટે છે. મુનિ બોલ્યા ! હે વત્સ શ્રાવિકા ! નિરર્થક ખેદ ન પામ. જૈન મુનિઓ ક્યાંય પણ શાપ અને નિગ્રહ કરતા નથી. મેં અકસ્માત્ આ હકીકત માત્ર જ કહી છે. લીમડો કડવો છે એમ કહેવામાં આવે ત્યારે શું કઈ દુઃખી થાય છે? કર્મષથી પતિની સાથે તારે વિયેગ થશે. પોતે ઉપાજેલા કર્મને ભગવતે જ્ઞાની કોણ ખિન્ન બને? આ પ્રમાણે સમજાવીને સાધુ પિતાના માર્ગે ગયા.
નર્મદસુંદરીએ સાધુને વંદન કર્યું. રડતી તેને પતિએ શાંત કરી. પછી તે ઘરે આવી. તકલીફ વિના સતત જૈનધર્મને કરતી મહાસતી નર્મદસુંદરીએ થડક કાળ સુખપૂર્વક પસાર કર્યો. એકવાર મહેશ્વરદત્ત વેપાર કરવાની ઈચ્છાથી યવનદ્વીપના દેશને
ગ્ય કરિયાણું લઈને યવનદ્વીપ તરફ ચાલ્યો. પતિએ સાથે આવવાની ના પાડવા છતાં કદાગ્રહથી જેમ પલાશવૃક્ષના પત્રોની શ્રેણિ વાવાઝોડાની સાથે ચાલે તેમ નર્મદા સુંદરી પતિની સાથે ચાલી. વહાણમાં ચઢીને દરિયાના મધ્યમાં જાય છે તેટલામાં તેણે દૂરથી કેઈના વડે ગવાતું ગીત સાંભળ્યું. સ્વરના લક્ષણેમાં કુશળ નર્મદસુંદરીએ રાતે તે ગીત સાંભળીને પતિને પ્રસન્ન બનાવવાના ઈરાદાથી કહ્યું- હે સ્વામી! જે આ મધુરવાણીથી ગીત ગાઈ રહ્યો છે તેનું શરીર શ્યામ છે. હાથ, પગ અને વાળ સ્થૂલ છે. તે સરવશાલી છે. એના ગુૌભાગમાં મશો છે. કેડમાં જમણી તરફ લાંછન છે. તેની ઉંમર બત્રીસ વર્ષની છે. તેની છાતી પહોળી છે. હવે મહેશ્વરદત્ત વિચાર્યું કે, જેમ મેનકા (=હિમાલયની પત્ની) વિશ્વામિત્રની સાથે અનુરાગવાળી હતી તેમ ચોક્કસ આ મારી પત્ની તે પુરુષની સાથે અનુરાગવાળી છે. અન્યથા, જેમ પવિની (ચંદ્રવિકાસી કમલની વેલડી) ચંદ્રના અમૃત વર્ષાવનારા સ્વરૂપને જાણે છે તેમ આ એના દેહના લક્ષણને કેવી રીતે જાણે? અહો ! આટલા કાળ સુધી હું એને મહાસતી જાણતું હતું, પણ હવે હું એને કુલને ઉછેદ કરનાર યમરાજની ધજા માનું છું. જે સ્ત્રીઓ સ્વાર્થ માટે પુત્ર વગેરેને પણ તૃણ સમાન ગણે છે તે સ્ત્રીઓ ઉપર બુદ્ધિમાન કેણ શાકિનીઓની જેમ વિશ્વાસ કરે? શું હમણાં જ એને થુંકની જેમ સમુદ્રમાં નાખી દઉં? અથવા આને તલવારરૂપી દંડથી કેળના ઝાડની જેમ છેદી નાખું? આ પ્રમાણે નિર્દોષ