________________
૧૭૪
શીલપદેશમાલા ગ્રંથને કરવાનો વિચાર કર્યો. પછી તેણે આ પ્રમાણે વિચાર્યું - સડી ગયેલા પાંદડાની જેમ સ્વજનથી દૂર કરાયેલી મને ધિકાર હે! જેનધર્મને છોડી લેનારી મારે ઘણું સહન કરવાનું છે. જે સ્વજન પર્વના દિવસમાં પણ મારો આદર કરતા નથી તે મારા પુત્રને પિતાની પુત્રી કેવી રીતે આપશે? આવા વિચારથી રેતી તેને રુદ્રદત્તે રડવાનું કારણ પૂછ્યું. તેણે તે સઘળી વિગત કહી. આ સાંભળીને પુત્રે કહ્યું ઃ હે પિતાજી! મને ત્યાં મેકલે, જેથી હું સ્વજનોને ખુશ કરીને મામાની પુત્રીને પરણીને માતાને હર્ષ પમાડું. તેથી પિતાની આજ્ઞાથી મહેશ્વરદત્ત ચાલ્યો. થોડા જ દિવસોમાં નર્મદાપુર નગરમાં આવી ગયે. નાના (=માતાના પિતા) વગેરે સ્વજનોએ કલજજાથી તેને સત્કાર કર્યો. તીર્થકરે પણ ઉચિત આચારને ત્યાગ કરતા નથી. જેમ શિકારી સુંદર ગીતથી હરણાઓને વશ કરે તેમ તેણે પોતાના ધીરતા, ગંભીરતા, ઉદારતા વગેરે ઉત્તમગુણોથી સ્વજનને વશ કર્યો. એકવાર નાના ખોળામાં બેઠેલા મહેશ્વરદત્તને કહ્યું : હે વત્સ ! જેમ જાંગુલીમંત્રથી સપને વશ કરાય તેમ તે અમારા ચિત્તને વશ કરી લીધું છે. તેથી તને શું ઈષ્ટ આપીને અમે સુખી બનીએ. નાનાએ આ પ્રમાણે કહ્યું એટલે તેણે નર્મદા સુંદરી કન્યાની માગણી કરી. નાનાએ કહ્યું: હે વત્સ! તે યોગ્ય કહ્યું છે. પણ તારું કુળ મિથ્યાત્વની સીમા છે, તેથી મારું મન શંકા કરે છે. મહેશ્વરદત્તે કહ્યું : કુળ દૂર રહે, કુલની ચર્ચાથી શું? કમળને મસ્તક ઉપર મૂકનારાઓ શું કમળની ઉત્પત્તિને જુએ છે? મને તે તમારે જિનધર્મી જ જાણવો. સર્વ પ્રકારની પરીક્ષાઓથી અને તેવા સેગંદથી પણ તેણે પોતે જેનધર્મી જ છે એ વિશ્વાસ પમાડયો. હવે ઋષભસેને પ્રેમથી સહદેવનું હૃદય સાથે આલિંગન કર્યું. પછી તેણે હર્ષથી મહેશ્વરદતને ગૌરવપૂર્વક નર્મદા સુંદરી આપી. જેમ સ્ત્રી હાથમાં (હથેળીમાં) ચિત્રવલ્લીને કરે તેમ મહેશ્વરદત્તે નર્મદા સુંદરીને પોતાના હાથમાં કરી, અર્થાત્ તે નર્મદા સુંદરીને પર. નર્મદાસુંદરીને પરણીને તે મને રથની રચનારૂપી રાજમાર્ગને મુસાફર બન્ય, અર્થાત્ તેણે મનોરથને પૂર્ણ કર્યો. નર્મદા સુંદરીએ તેના ઉન્મત્ત હાથીના જેવા મનને ધર્મોપદેશરૂપી અંકુશથી સન્માર્ગગામી કર્યો. કેટલોક કાળ ગયા પછી સસરા વગેરેની રજાથી જેમ હાથી વિંધ્યાચલ પર્વત તરફ જાય તેમ તે પત્નીની સાથે પિતાના ઘરે ગયે.
ચરણોમાં નમેલી નર્મદસુંદરીને ખેાળામાં બેસાડીને ઋષિદના જેમ વર્ષાઋતુમાં વનભૂમિ હર્ષ પામે=વિકસિત બને તેમ હર્ષને પામી. વર્ગની ગંગા સમાન નર્મદાસુંદરીએ સુકૃતરૂપી પાણીથી સસરાના ઘરને મિથ્યાત્વરૂપી કાદવથી રહિત કર્યું. પતિ માટે ધર્મોત્સવની નદી જેવી નર્મદા સુંદરી સર્વસ્વજનોના સન્માનના સુખપૂર્વક સમય પસાર કરવા લાગી. એકવાર તે દર્પણમાં મુખ જેતી, મુખમાં તાંબૂલ ચાવતી અને વિલાસની ચેણ કરતી ઝરુખામાં બેઠેલી હતી. તે વખતે ત્યાં નીચે માર્ગમાં એક સાધુ જઈ રહ્યા હતા. તેણે થુંકેલું તાંબૂલ મુનિના મસ્તકે પડ્યું. જ્ઞાની એવા તે મુનિએ તેને