________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૩
રૂપચંદ્ર નગરથી વેપાર માટે પેાતાના ઘરની જેમ સ્વેચ્છા
જાય? એકવાર રુદ્રદત્ત નામના મહાનધનિક વણિકપુત્ર ત્યાં આવ્યા. મિત્ર કુબેરદત્તના ઘરે રહીને વેપાર કરતા તે પ્રમાણે રહે છે. ઉન્મત્તહાથી ઉપર બેઠેલા તેણે સખીઓની સાથે શેરીમાં આવેલી દેવી જેવી ઋષિદત્તાને જોઈ. જેમ ચાતક આકાશ સામે જુએ તેમ તે મેાટા સ્તનવાળી અને રાજહંસ સમાનગતિવાળી ઋષિદત્તાને જ ઘણા વખત સુધી જોતા રહ્યો. પછી તેણે કુબેરદત્ત પાસેથી એની સઘળી વિગત જાણી લીધી. તેને મેળવવાની ઈચ્છાથી મિથ્યાષ્ટિ હોવા છતાં તેણે જૈનધર્મનું શિક્ષણ લીધું. એ દંભી હોવા છતાં તેના વિવેકથી શેઠનું ચિત્ત તેના પ્રત્યે આકર્ષાયું અને તેને કન્યા આપી, ખરેખર ! દંભ ધૂતાને માટે કલ્પવૃક્ષ છે. શેઠે સારા દિવસે ઋષિદત્તાને મહોત્સવપૂર્વક પરણાવી. જેમ કુળવાન શ્રી ખેતરમાં પાણી સીંચીને પેાતાને કૃતકૃત્ય માને તેમ શેઠ પેાતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. કેટલાક મહિનાઓ વીત્યા પછી સસરાને પૂછીને જેમ કામદેવ રતિની સાથે જાય તેમ પત્નીથી યુક્ત તે પેાતાના નગરમાં ગયા. ત્યાં પિતાએ ઋષિદત્તાની સાથે જ રુદ્રદત્તને અભિનંદન આપ્યા. જેમ બાળક રત્નને છેડી દે તેમ રુદ્રદત્તે જૈનધર્મને મૂકી દીધા. તેના સ`સગ થી ઋષિદત્તા પણ મિથ્યાત્વને પામી. શખની સાથે મળેલા વાયુ શું દુ°ધને પામતા નથી ? આ જાણીને શુદ્ધ જૈન તેના માતા-પિતાએ પુત્રજન્મ, પુત્રવિવાહ વગેરે પ્રસ’ગામાં એને દૂર કરી, અર્થાત્ એને ન ખાલાવી.
ક્રમે કરીને ઋષિદત્તાએ પુત્રને જન્મ આપ્યા. તેનું મહેશ્વરદત્ત એવું નામ પાડ્યું. સમય થતાં સર્વ કળાઓથી યુક્ત તે યુવાવસ્થાને પામ્યા. આ તરફ સહદેવના ઋષિદત્તનામના પહેલા પુત્ર હતા. તેની સુંદરી નામની પત્નીએ સારા સ્વપ્નથી સૂચિત થયેલ ગર્ભને ધારણ કર્યો. તેને નર્મદા નદીમાં સ્નાન કરવાના ઢોહલા થયા. આથી સહદેવ તેને પેાતાના સામાં નર્મદા નદીની પાસે જ લઈ. ગયા. શુભ દિવસે પત્નીની સાથે નર્મદા નદીની વિધિપૂર્ણાંક પૂજા કર્યાં પછી નર્મદા નદીમાં પ્રવેશ કરીને જલક્રીડા કરી. વેપારના સુખવાળા તે સ્થાનમાં જ રહેલાં સહદેવે ત્યાં જ નાપુર નામના નગરની રચના કરી. તેમાં જાણે પોતાના સમ્યક્ત્વરૂપી શરીરને પાષવા માટે પુણ્યરૂપી આહાર હાય તેવું અને મેરુપર્યંત જેવું ઊંચું જિનમંદિર બનાવ્યું. જેમ ભમરાએ કમળ પાસે આવે તેમ ઘણા વેપારીઓએ પાતપાતાના સ્થાનાને છેડીને ત્યાં આવીને સ્થિરતા કરી. સમય થતાં જેમ વૈસૂર્ય મિણની ભૂમિ વૈઝૂની સળીને જન્મ આપે તેમ સુંદરીએ સુંદર લક્ષણવાળી પુત્રીને જન્મ આપ્યા. પિતાએ પુત્રના જન્મની જેમ એના જન્મના ઉત્સવ કર્યા. પછી તેનું નદાસુ દરી' એવું નામ પાડ્યું. નમ દાસુંદરીએ પણ જાણે પૂર્વે અભ્યાસ કરેલા હોય તેમ (સહેલાઈથી) સઘળી કળાઓના અભ્યાસ કર્યો, જેમ પૂર્ણિમા પૂર્ણચંદ્રને પામે તેમ તે પૂર્ણ યૌવનને પામી. ઋષિદત્તાએ ના સુંદરીનું રૂપ બહુ સુંદર છે એમ સાંભળ્યું. આથી તેણે પેાતાના પુત્ર માટે ન દાસુ દરીની માગણી