________________
૧૭૨
શીલોપદેશમાલા ગ્રંથને વિશેષ પ્રીતિથી પૂર્ણ ચિત્તવાળી સાસુએ પણ જેને શ્રેષગુણેની ખાતરી કરાઈ છે. તેવી પુત્રવધૂને ઘણું માન આપ્યું. પતિવ્રતા, પ્રશંસનીય પુત્રવાળી અને પતિને પ્રિય એવી અંજના ફલથી શોભતી કલ્પવેલડીની જેમ તેના હર્ષ માટે ન થઈ? અર્થાત બધાના હર્ષ માટે થઈ. પૂર્વજન્મને યાદ કરતી અને શુદ્ધ વૈરાગ્યની અસાધારણ નદી એવી અંજનાસુંદરી જૈનધર્મને આચરવા લાગી. સંબંધી સજજને એ પવનંજયના પુત્ર શિલાચૂરનું હર્ષથી “હનુમાન” એવું નામ કર્યું. પ્રહલાદન રાજાએ નિર્મલ પુણ્ય સામગ્રીને પામીને અને પોતાના રાજ્ય ઉપર પુત્રને સ્થાપીને પોતે દીક્ષા લીધી. લીલા માત્રથી પૃથ્વીનું પાલન કરતા અને મહાપરાક્રમી પવનંજય રાજા ઘણું સામર્થ્યને પામ્ય. જેમ રામચંદ્રજીના પટરાણ સીતાજી હતા, જેમ ઈંદ્રની પટરાણી ઈંદ્રાણું છે. તેમ પવનંજયની પટરાણી અંજનાસુંદરી થઈ. અદભુતસ્થિરતાવાળી અંજનાસુંદરીએ અક્ષયપુણ્યથી ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગના સારભૂત સામ્રાજ્યને સારી રીતે અનુભવ કર્યો. યુવાવસ્થા અને સુંદર અંગોપાંગોથી મનહર હનુમાન પણ ઉદારતા, શૂરતા અને ગંભીરતા વગેરે ગુણેની સાથે વૃદ્ધિ પામે. વીસમા મુનિસુવ્રત તીર્થકરના શાસનમાં થયેલા કેઈ આચાર્ય વિહાર કરતા તે શહેરમાં પધાર્યા. તેમની દેશના સાંભળીને અંજનાને સંવેગરૂપી દીપક પ્રજવલિત બન્યું. આથી પતિવ્રતા તેણે દીક્ષા માટે પતિ પાસે પ્રાર્થના કરી. પવનંજયે તેને સંસારમાં રહેવા માટે ઘણું કહ્યું પણ તે કઈ પણ રીતે સંસારમાં ન રહી. આથી સ્થિર પ્રેમમાં તત્પર અને પ્રિયાને મિત્ર માનનાર પવનંજય રાજાએ યુદ્ધમાંથી પાછા ન હઠે તેવા યુદ્ધવીર હનુમાનને રાજ્ય આપીને પોતે સંયમરૂપી સામ્રાજ્યને સ્વીકાર કર્યો. સતી અંજનાસુંદરીને આશ્ચર્ય કારી ચરિત્રરૂપી ચંદનને હદયમાં લગાડીને શુભભાવવાળા જીવો શીલરૂપી સુગંધીચૂર્ણથી સુગંધી ચિત્તવાળા બને.
નમદાસુંદરીનું દૃષ્ટાંત હવે નર્મદા સુંદરીનું દષ્ટાંત કહેવામાં આવે છે -
આ ભરતક્ષેત્રમાં વધતી લહમીવાળું વર્ધમાન નામનું નગર હતું. તે નગરનાં ચૈત્યના તેજથી સંપત્તિ જાણે દેવનગરને તિરસકાર કરી રહી હતી. તેમાં રૂપથી કામ દેવના ગર્વને દૂર કરનાર શ્રી સંપ્રતિનામને રાજા હતા. તેને શત્રુઓની અપકીર્તિથી જ જાણે આકાશ શ્યામ બની ગયું. તેના નગરમાં ઋષભસેન નામને સાર્થવાહ હતે. તેની જાણે ધર્મની જ શ્રેષ્ઠ મૂર્તિ હોય તેવી વીરમતી નામની પત્ની હતી. એ બેના સહદેવ અને વીરદાસ નામના નીતિમાન પુત્ર હતા, અને લાવણ્યને અસાધારણ મહાસમુદ્ર એવી ઋષિદત્તા નામની પુત્રી હતી. અનેક મિથ્યાદષ્ટિઓ ઋષિદત્તાની માગણી કરતા હોવા છતાં ઋષભસેને તેમને ઋષિદત્તા ન આપી. બિમારની પાસે મધ કેણ લઈ