________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭૧ ભમતે અને સ્ત્રી–બાળક વગેરેની વાતચીતમાં અનેક પ્રકારની વાતને સાંભળતે તે ત્રીજા દિવસે સૂર્ય પુરના ઉદ્યાનમાં ગયે. ત્યાં સ્ત્રીઓની વાતચીતમાં તેણે “અહો ! બાળકનું સૈભાગ્ય કેવું છે?” એમ સાંભળ્યું. આ સાંભળીને તેણે વિચાર્યું કે શુકન અનુકૂલ હોવાના કારણે હું કલ્પના કરું છું કે અંજનાસુંદરીએ બાળકને જન્મ આપ્યા છે અને તેની આ વાત છે. આ પ્રમાણે વિચારતા ઋષભદત્તે તેમની નજીકમાં રહીને તેમની “અંજનાસુંદરી મામાના ઘરે આવી” ત્યાં સુધીની બધી વાત સાંભળી. હર્ષ પામેલો તે સૂર્યકેતુ રાજાની સભામાં ગયે. ત્યાં તેણે બાળકને મેળામાં રાખીને બેઠેલી અંજનાને જોઈ. અંજનાસુંદરીએ આવેલા પતિના મિત્રને જેવા માત્રથી ઓળખી લીધે. લજજા પામેલી તે આસનને છોડીને સંભ્રમસહિત ઉભી થઈ પછી તેણે મામાને વૃત્તાંત જણાવીને પ્રફુલ્લિત ચિત્તવાળા તેનું સ્વાગત કર્યું. અંજનાસુંદરીએ લાવેલા સ્નાન, પાણી, ભેજન વગેરેનો નિષેધ કરીને અતિશય હર્ષથી પૂર્ણ બનેલા ઋષભદત્તે કહ્યું: પુત્રસહિત અંજનાસુંદરીને જોવાથી મારે શ્રમ સર્વથા દૂર થઈ ગયો છે. સફલ બનેલાએને ફલેશ શો હોય! પણ વાત એવી છે કે- વરુણને જિતને પવનંજય ઉત્સવપૂર્વક સ્નેહના અનેરોની સાથે ઘરે આવ્યો. ઘરને અંજનાસુંદરીથી રહિત જોઈને વ્યાકુલ બનેલો તે ચિતામાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળો થયે. પણ મેં તેને ત્રણ દિવસ માટે રોકી રાખે છે. તેથી અંજનાસુંદરીને જલદી મેકલે. બંનેને ઘરમાં દીર્ઘકાળ સુધી કલ્યાણ થાઓ ! તમારે આ ઉપકાર સેંકડે શાખાઓમાં વૃદ્ધિ પામે. સમયને જાણનારા સૂર્યકેતુએ તે વખતે જમાઈને મિત્રની સાથે પુત્ર સહિત ભાણેજને સસરાના ઘરે મેકલી. અતિશય હર્ષ થી ઉતાવળો થયેલો તે અંજનાને વિમાનમાં બેસાડીને પ્રહૂલાદન નગરના ઉદ્યાનમાં આવ્યું. અંજનાને ઉદ્યાનમાં રાખીને પિતે આગળ ગયે. તેણે પુત્ર સહિત અંજનાના આગમનનાં આશ્ચર્યને જણાવીને પુત્ર સહિત રાજાને મનોરોની સાથે વધામણી આપી. બધા હર્ષ પામ્યા. અતિશય હર્ષવાળા અને આદરયુક્ત મનવાળા તેમણે ઋષભદત્તની વાણીને પ્રાણ આપનાર ઔષધ સમાન માની. જાણે ન ઉગેલો ચંદ્ર હોય તેવા પવનંજયનઃ પુત્રને જોવા માટે નગરના લેકે જાણે સમુદ્રી જતા હોય તેમ ગયા. અંજનાને નગર પ્રવેશ કરાવવા માટે વાજિ 2 વાગવા લાગ્યા. ઘણુ મંગલ ગીતે બેલાવા લાગ્યા. (ભા માટે રસ્તામાં બાંધેલા) કપડાના છેડાઓ હાલી રહ્યા હતા. ઘરના દ્વાર ઉપર મંગલ માટે બાંધેલી ચપલ પર્ણમાળા હાલી રહી હતી. આ રીતે મહોત્સવ પૂર્વક પ્રહૂલાદન રાજાએ પુત્ર સહિત પુત્રવધૂનો પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યા.
૧. વધામણી આપી એટલે કે આનંદને વધાર્યો. જેમ આનંદને વધાર્યો તેમ તેમના મને રથને પણ વધાર્યા. કારણકે પુત્ર સહિત અંજના મળવાથી તેમને અનેક મનોરથ થયા. આમ ઋષભદક્તિ આનંદની સાથે મનોરથને વધાર્યા. આથી અહીં મનેરોની સાથે વધામણી આપી એવો ઉલલેખ છે.
૨. લેકેના ટોળે ટોળાં જઈ રહ્યા હતા. મોટા મોટા ટોળા જાણે સાગર હોય તેવા દેખાતા હતા. આથી “અહીં જાણે સગારો જતા હોય તેમ ગયા” એ ઉલ્લેખ કર્યો છે.