________________
૧૭૦
શીલપદેશમાલા ગ્રંથને રત્નને લે તેમ બે હાથેથી બાળકને લીધે. બે હાથ રૂપ કમલેથી હંસની જેમ બાળકને લાડ લડાવતા તેણે ભાણેજને જાણે ભેટશું આપતું હોય તેમ બાળક અર્પણ કર્યું. બાળકને અખંડિત અંગવાળ જોઈને જાણે નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ આનંદિત ચિત્તવાળી તેણે બાળકને વારંવાર સ્પર્શ કર્યો. આ બાળકે આશ્ચર્ય થાય તે રીતે શિલાને ચૂરો કરી નાખ્યો એથી ત્યારથી મામાએ તેનું “શિલાચૂર એવું નામ પાડ્યું. સૂર્યકેતુ ભાણેજને ઉત્સવપૂર્વક પોતાના ઘરે લઈ ગયો. સ્વજન લાંબા કાળે જોવામાં આવે ત્યારે પ્રાયઃ કુટુંબીઓ હર્ષ પામે છે. ત્રાસરહિત બનેલી અને દીન–અનાથજનેને દાન આપવામાં તત્પર તે ધાર્મિક સત્કાર્યોથી સુખપૂર્વક દિવસો પસાર કરતી હતી. મામાના ઘરે રહેલે સુકમલ કાયાવાળો બાળક જેમ ચંદ્ર તારાઓમાં ફરે તેમ એક હાથમાંથી બીજા હાથમાં ફરતે હતો. તે નગરમાં અને તે દેશમાં પણ અંજનાસુંદરી અને તેને બાળક એ બેની જ વાત કસ્તૂરીની ગંધની જેમ ચારે બાજુ ફેલાતી હતી. - આ તરફ વરુણને જિતીને વિજયી બનેલ પવનંજય મહત્સવપૂર્વક પિતાના ઘરે આવ્યું. પિતાના ચરણમાં પ્રણામ કરીને માતાના આશીર્વાદ લીધા. સૌભાગ્યવંતી સ્ત્રીઓના આશીર્વાદ લીધા, અને લેકેને વાણીથી સત્કાર કર્યો. પછી ઉત્સવમાં ઉત્સવ સમાન પત્નીના મુખને જોવાની ઈચ્છાથી તે જેમ હાથી હાથણીના સ્થાનમાં આવે તેમ પોતાના નિવાસભવનમાં આવ્યું. દેવથી શૂન્ય દેવમંદિરની જેમ ઘરને પત્નીથી ૨હિત જેઈને પવનંજય પત્નીના વિરહથી વ્યાકુલ બની ગયો. તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યાં– હે શાંત પ્રિયા ! તું ક્યાં ગઈ? તે વખતે રાત્રિના અંતે મેં તારો સંગ કર્યો. આ વાત વાત્સલ્યનિધિ માતાને કેઈએ પણ ન કહી. અથવા ઘરમાંથી નીકળતી તને મારી માતાએ રેકી નહિ, સુવિચારવાળા મંત્રી વગેરે લેકેએ પણ ન રોકી. તે આપત્તિમાં તારા માતા-પિતા પણ શુદ્ર થયા. હા! મારા આગમન સુધી તેમણે પણ તારે આદર ન કર્યો. ચેકસ તે મરી ગઈ હશે, અથવા જંગલી પ્રાણએાએ તેનું ભક્ષણ કર્યું હશે! હે ભદ્રા ! હે ખીલેલા રૂપવાળી ! હે સર્વ પ્રકારના ગુણોને સમુદ્ર! હે સુન્દરી! જીવતે હું તારા સ્નેહના ઋણથી રહિત નહિ બની શકું. આ પ્રમાણે વિલાપ કરતા અને શેકથી દુઃખી થયેલા પવનંજયે તુરત ચંદનના લાકડાઓની ચિતા ગોઠવી. માતા-પિતાએ તેને વિવિધ વચનથી સમજાવ્યું, તે પણ વિરોગરૂપી જવરના વેગથી દુઃખી થયેલા તેણે મરણને આગ્રહ ન મૂક્યો. આ તરફ કાલક્ષેપ કરવાની ઈરછાવાળા મિત્ર ઋષભદત્તે મિત્રને ભેટીને તેની પાસેથી ત્રણ દિવસ માગ્યા. ચકકસ શીલના પ્રભાવથી તે જીવતી હશે, તેથી તું રાહ જો, જેથી હું તેની શોધ કરી લાવું.
આ પ્રમાણે પ્રતિજ્ઞા (=સંકલ્પ કરીને અને વિમાનમાં બેસીને ઋષભદત્ત તુરત પક્ષીની જેમ આકાશમાર્ગે ચાલ્યું. શહેર, ઉદ્યાન, ગામ અને નગર વગેરે સ્થળે ખૂબ