________________
ગુજરાતી ભાવાનુવાદ હે ભગવંત ! મને અનુસરનારી આ દાસી કક્ષા કર્મથી પીડાય છે? મુનિ બોલ્યા: હે ઘર્મશીલા ! તું જ્યારે પ્રતિમાને સંતાડી રહી હતી ત્યારે એણે આ સ્થાનમાં પ્રતિમા દેખાય છે, અર્થાત્ પ્રતિમા બરાબર ગુપ્ત બની નથી એમ વારંવાર કહ્યું. તેણે આ પ્રમાણે કહ્યું તેથી તે પ્રતિમાને જરાપણ ન દેખાય એ રીતે સંતાડી દીધી. તે કર્મથી બિચારી આ પણ દુઃખને અનુભવે છે. આ સાંભળીને આશ્ચર્યથી પ્રફુલ્લિત બનેલી અંજનાસુંદરીએ પિતાના સુખ-દુઃખમાં બધા સ્થળે કર્મને પ્રમાણ માન્યું. અંજનાસુંદરીએ ફરી પૂછ્યું: હે ભગવંત! મારા શુભકર્મને ઉદય ક્યારે થશે? આ ભવમાં શુભકર્મને ઉદય થશે કે નહિ? મુનિએ કહ્યુંઃ હે મહાસત્ત્વવાળી ! તારું કર્મ લગભગ ખપી ગયું છે. અહીં જ રહેલી તને તારે મામો મળશે. પછી મામાના ઘરમાં પિતાના ઘરની જેમ રહીશ. આ દરમિયાન તારા પતિના મિલનને ઉપાય એની મેળે જ થશે. આવા આશ્વાસનથી સત્વનું આલંબન લઈને સાધુ સેવામાં તત્પર મહાસતી પર્વતના શિખર ઉપર રહી. આ તરફ તેને સૂર્યકેતુ નામને વિદ્યાધર મા નંદીશ્વરદ્વીપમાં યાત્રા કરીને પિતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ચારણશ્રમણના પુણ્યપ્રભાવથી તેનું વિમાન સ્તંભી ગયું. ક્યાંય તીર્થ ઉલ્લંઘન કરવા યોગ્ય નથી જ. પુણ્યના લાભથી પિતાને ધન્ય માનતા વિદ્યારે પણ પર્વતના શિખર ઉપર ઉતરીને મુનિને હર્ષ થી વંદન કર્યું. સાધર્મિક છે એમ માનીને અંજનાને વંદન કરી રહ્યો હતો ત્યારે સ્વર અને રૂપના અનુસાર આ મારી ભાણેજ છે એમ અંજનાને ઓળખીને તે હર્ષ પામ્યા.
તેને વૃત્તાંત સાંભળીને દયાના પરિણામવાળે બનેલે તે અંજનાસુંદરીને સાથે લઈને ચાલ્યા. ભાણેજના બાલપુત્રને અવ્યક્ત મધુર વચનેથી લાડ લડાવતે સૂર્યકેતુ વિમાનમાં બેસીને આકાશમાગે ગયે. રણકાર કરતી ઘુઘરીઓના મધુરનાદથી હર્ષ પામેલ અને એ મધુરનાદને સાંભળવા જેણે કાન માંડ્યા છે એ તે બાળક ધ્યાનસ્થ યેગીની જેમ (સ્થિર) રહ્યો. એકવાર બાલચાપલ્યના કારણે રમતથી હાથ દ્વારા વિમાનની ઘુઘરીને ખેંચતે તે મામાના ખોળામાંથી નીચે જમીન ઉપર પડ્યો. આથી અંજનાસુંદરી આકંદન કરવા લાગી. તે આ પ્રમાણે – હા દૈવ! તેવું દુઃખ આપીને હજી તું તૃપ્ત થયે નથી. જેથી પુત્રનું મુખ જવાના મારા સુખને તું સહન કરી શક્યો નહિ! હા હું હણાઈ ગઈ છું! સુખની આશા સાથે આ વિમાન પણ હણાઈ ગયું છે! ચેકસ શિલાથી કે પથ્થરથી મારા બાળકને ચૂરો થઈ ગયો હશે ! આ પ્રમાણે ભાણેજ જેરથી આકંદન કરી રહી હતી તેટલામાં સૂર્યકેતુ જલદી વિમાનમાંથી કૂદીને એ સ્થળે નીચે ઉતર્યો. ત્યાં તેણે બાળકને તેના વજ જેવા મજબૂત શરીરથી ચૂર થઈ ગયેલી શિલાના ચૂર્ણમાં બેઠેલો જોયે. નેહથી બાળકને મસ્તકમાં સુંધીને ચારે બાજુથી પૃથ્વીને (=પથ્થર-કાંકરા વગેરેને) દૂર કરીને જેમ કાદવમાંથી માણેક
૨૨