________________
૧૬૮
શીલપદેશમાલા ગ્રંથને એક દાસી જ સહાયમાં હોવા છતાં નિર્ભયપણે રહી. ગર્ભને સમય પૂર્ણ થતાં ક્યાંક ગુફામાં તેણે જેમ વમણિની ખાણ વજરત્નને જન્મ આપે તેમ ઉગતા સૂર્ય જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. જાણે શીલરૂપી શસ્ત્રથી જ હોય તેમ સિંહ, વાઘ, હાથી, ચિત્તો, ચેર, પાણી અને અગ્નિ વગેરેના ભયથી રહિત તે એક વનમાંથી બીજા વનમાં ભમી. એકવાર તેણે પાણીની શોધ કરવા માટે દાસીને અન્યવનમાં મેકલી. ચિત્તને અનુસરનાર સેવક એક જ હોય તે પણ શું દુષ્કર છે? પાણીની શોધ કરીને આવેલી દાસીએ અંજનાને કહ્યુંઃ થર્વતના શિખર ઉપર કાયેત્સર્ગમાં રહેલા એક મુનિને મેં જોયા. હર્ષિત ચિત્તવાળી તેણે તૃષાને ભૂલી જઈને જલદી બાળકની સાથે પર્વત ઉપર ચઢીને મુનિને ભક્તિથી વંદન કર્યું. મુનિએ કાર્યોત્સર્ગ પારીને તેને ધર્મના આશીર્વાદથી પ્રસન્ન કરી, અને પ્રતિલેખિત ભૂમિ ઉપર બેસીને ઉપદેશ આપ્યું. તે આ પ્રમાણે – “હે મહાનુભાવા ! ઘણા દુખસમૂહથી ભરેલા આ સંસારમાં આશાઓને આધીન બનેલા જીવને ધર્મ વિના અન્ય કેઈ શરણે આવેલાનું રક્ષણ કરવા સમર્થ નથી. સંગે વિયેગવાળા છે. પ્રવૃત્તિઓ (=શું થવું તે) કર્મને આધીન છે. આમ છતાં મહાધીન
જીવ નિરર્થક ધ કરીને બીજાને દેષ આપે છે. ભેગવવા યોગ્ય કર્મ કેઈનાથી પણ અન્યથા કરી શકાતું નથી. પિતે ઉપાર્જન કરેલા કર્મને ભોગવીને જ જીવ વાંછિતને મેળવે છે. બીજું, જેમણે પૂર્વજન્મમાં અખંડ ધર્મ ર્યો નથી તેમને ઘણી મટી પણ સંપત્તિએ આપત્તિ સહિત ફળે છે. ધર્મ શ્રાવક અને સાધુના ભેદથી બે પ્રકારને કહ્યો છે. આ ધર્મ, સ્વર્ગ અને મેક્ષના સંબંધનું કારણ છે અને દુખને દૂર કરે છે.”
આ પ્રમાણે સાંભળીને વૈરાગ્યવાળી થયેલી અંજનાસુંદરીએ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં “થનારા અભિગ્રહોની સાથે જેનધર્મને સ્વીકાર કર્યો. મુનિએ આપેલા ઉપદેશના આધારે આ મુનિ વિશિષ્ટ જ્ઞાનવાળા છે એમ જાણીને અંજનાસુંદરીએ પૂછયું: હે ભગવંત! મને ક્યા કર્મથી આ દુઃખ થયું? મુનિએ કહ્યું હે ભદ્રા! પૂર્વભવમાં તું શેઠની પત્ની હતી. તારી જિનધર્મથી ભાવિત એક શક્ય હતી. તે અભિગ્રહ લઈને શ્રીજિનપ્રતિમાની દરરેજ પુષ્પ, ધૂપ, અને બીજા પણ પ્રભુને અર્પણ કરવા એગ્ય દ્રવ્ય વગેરેથી પૂજા કરતી હતી. મિથ્યાત્વના આગ્રહ ( પકડ)ના કારણે તું એની પૂજાને સહન કરી શકતી ન હતી. આથી અસૂયા અને ક્રોધથી એકવાર તે જિનપ્રતિમાને તે ઉકરડામાં નાખી દીધી. જિનપ્રતિમાની પૂજા વિના ભોજન નહિ કરતી શક્ય શ્રાવિકાને તે રબાર ક્ષણે પછી તે પ્રતિમા આપી. તે કર્મને આ બાર વાર્ષિક વિપાક તને થયું છે. વિશેષ પ્રકારનો એ વિપાક હવે ડોક જ બાકી રહ્યો છે. અંજનાએ ભક્તિથી અંજલિ જેડીને ફરી પૂછ્યું
૧. જ્યારે સમ્યક્ત્વને સ્વીકાર કરે ત્યારે અરિહંત એ જ મારા દેવ છે, સુસાધુઓ એ જ મારા. ગુરુ છે અને જિનેશ્વરે કહેલો ધમ એ જ મારે ધમ છે ઈત્યાદિ અભિગ્રહને સ્વીકાર કરવો પડે છે.
૨. ક્ષણ એટલે મુહૂર્તને બારમો ભાગ, આથી બાર ક્ષણ એટલે એક મુદ્દત (=એ ઘડી).