________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૭ તેવી અને શૂન્યચિત્તવાળી અંજનાસુંદરી પોતાના ઘરે પાછી આવી. ગયેલા કુમારે પહેલાં પ્રયાણમાં માનસ સરોવરના કિનારે સુખપૂર્વક સૈન્યને પડાવ નખાવ્યું. ત્યાં રાતે સરોવરના કિનારે ચક્રવાકીને આક્રન્દનથી વ્યાકુલ જોઈને પવનંજયે મિત્રને પૂછયું: હે મિત્ર! આ શું છે? મિત્રે કહ્યું હે દેવ! ભાગ્યની પરાધીનતાથી ચકલાક અને ચક્રવાકી દિવસે ભેગા રહે છે અને રાતે હંમેશાં જ છૂટાં પડી જાય છે.
આથી પતિના વિરહથી આકંદન કરતી ચક્રવાકી આંસુ પાડે છે. હે બંધુ! જીવતી હોવા છતાં મરેલા જેવી તે સવારે પતિના સંયોગને પામશે. આ તરફ અંજનાસુંદરીનું ભેગાંતરાય કર્મ ક્ષીણ થયું. આથી પવનંજય બાર બાર વર્ષથી મારા વડે તજાયેલી અંજનાસુંદરી કેવી રીતે રહી શકી હશે? તેથી હે મિત્ર! હું તેની પાસે જવાને ઈચ્છું છું. તેને મળીને પાછો આવી જઈશ. મિત્રે જાઓ એમ કહ્યું, એટલે તે જ વખતે તે અંજનાસુંદરીના ઘરે ગયે. ક્ષણવાર બારણુ આગળ ઊભા રહેલા તેણે તે મહાસતીને દુઃખી થતી જોઈને હું પાછો આવ્યો છું એમ બેલીને બારણું ઊઘાડયું. તે જ દિવસે સ્નાન કરેલી અંજનાસુંદરીની સાથે વિષયસુખ ભેગવ્યું. અંજના ગર્ભવતી બની પોતે અહીં આવ્યું છે એની બીજાઓને ખાતરી થાય એ માટે અંજનાને પિતાની વીંટી આપીને પવનંજય સૈન્યમાં પાછો ગયે.
પતિના આદરથી હર્ષ પામેલી અંજનાએ પૂર્વની દુર્દશાને ભૂલીને પોતાના આત્માને સફલ માન્યો. કારણ કે આશા પરમસુખ છે. ત્રીજા મહિને એને ગર્ભ કંઈકે પ્રગટ થયે. આ અસતી છે એમ સસરાએ મનમાં કલ્પના કરી. હર્ષના ઉદયને લાવનાર તેને ગર્ભ ચંદ્ર જેમ જેમ વધે છે તેમ તેમ તેનામાં (=અંજનામાં) કલંક પણ વધતું જાય છે. વધતા ગર્ભવાળી અંજનાને કુટુંબીઓએ ગર્ભ અંગે પૂછયું એટલે તેણે સાસુને પતિની તે વીંટી બતાવી. સાસુએ કહ્યું: મારે પુત્ર દષ્ટિથી પણ તારે આદર કરતું ન હતું, તે પછી તેણે પાછા આવીને તારી સાથે વિષયસુખ ભેગવ્યું એ વાત અમે કેવી રીતે માનીએ? સાસુએ આ પ્રમાણે અંજના ઉપર ખોટા કલંકને આરેપ કરીને અને તેને ધિકારીને કાઢી મૂકી. દોષમાં પક્ષપાત કરનારા વિરલા જ હોય છે. એકલી, નિરાધાર બની અને દુખી એવી સતી અંજના બંધાયેલા પ્રેમના કારણે જે બાલ્યાવસ્થાથી બહેનપણી હતી તે સખીની સાથે પિતાના ઘરના માર્ગે ચાલી. પિતાના ઘરે ગયેલી તેને તેના વૃત્તાંતને જાણનારા પિતા વગેરેએ પણ તિરસ્કારી. કારણ કે દેષમાં કઈપણ પિતાનું થતું જ નથી.
સ્વજનોએ કરેલા અપમાનથી વિશેષ શરમ આવવાથી જીવવામાં પણ નિરપેક્ષ બનેલી અને આંસુઓને વર્ષાવતી અંજના સતી ત્યાંથી ચાલી નીકળી. પોતાની શરમના કારણે ગામ વગેરેમાં ક્યાંય નહિ જતી સતી અંજના જંગલમાં જ ભમી. શુદ્ધશીલે તેનું રક્ષણ કર્યું. કંદ, મૂલ અને ફલોને આહાર કરતી અને ઝરણાનું પાણી પીતી એવી તે માત્ર