________________
૧૬૬
શીલેાપદેશમાલા ગ્રંથના
માટા ઘણા માણસા સામે આવ્યા હતા. એથી ભૂમિ ૧લિરાજ્યની જેમ મહાત્સવમય બની ગઈ. દાન, ભાજન, સન્માન અને પહેરામણી કરવાથી વિવાહમંગલ થયુ' અને રાજાના હર્ષની વૃદ્ધિ થઇ. તે વખતે અનુરૂપ ઉ ́મર અને રૂપવાવાળા વધૂ અને વર એ અને રહિણી અને ચંદ્રની જેમ લેાકમાં પ્રશંસાને પામ્યા. પેાતાના ઘરે જવાની ઈચ્છાવાળા પ્રહલાદન રાજાએ સ્વજનાને તુષ્ઠિાન આપીને રજા આપી. આથી સ્વજના જેવી રીતે આવ્યા હતા તેવી રીતે ગયા.
શુદ્ધકુલાચારમાં પરાયણ અંજનાસુંદરીએ પેાતાના ગુણાથી લક્ષ્મીની જેમ કુટુંબને ખુશ કર્યું. પણ પૂર્ણાંકની પરાધીનતાથી પતિએ તેને ચંડાલણીની જેમ ઘરમાં પણ ચક્ષુથી ન સ્પર્શી, અર્થાત્ કથારેય એની સામે પણ ન જોયુ. જેમ રાગમાં ઘીવાળું ભાજન આનંદ માટે ન થાય તેમ પતિભક્તા, પતિ પ્રત્યે અનુરાગવાળી અને મહાસતી પણ તે અંજનાસુંદરી પતિના આનંદ માટે ન થઈ પતિભક્તિને નહિ મૂકતી અને કવિકારોને જાણતી અંજનાસુંદરીએ જેમ સમુદ્ર મર્યાદાને ઓળંગે નહિ તેમ મર્યાદાનું ઉલ્લંધન કયું નહિ.
આ તરફ વરુણુ રાજાની સાથે યુદ્ધ કરવાની ઇચ્છાવાળા પ્રતિવાસુદેવ રાવણે યુદ્ધમાં સહાય આપવા માટે પ્રહલાદન રાજાને ખાલાવવા માટે લંકાથી માકલેલા રાજદૂત ત્યાં આવ્યા. યુદ્ધના કૌતુકવાળા પ્રહ્લાદન રાજાએ તાત્કાલિક સૈન્યસમૂહને બેલાવનારી જયભેરીને વગડાવી. જયલેરીને સાંભળીને અને યુદ્ધ માટે પિતાને તૈયાર થયેલા જાણીને પવન જચે વિચાર્યું. કે, હું વિદ્યમાન હોવા છતાં યુદ્ધ કરવા માટે પિતા જશે એ ચેાગ્ય નથી. આથી પિતાને નમીને યુદ્ધ માટે જવા મને અનુજ્ઞા આપે એમ પ્રાર્થના કરી. પછી યુદ્ધમાં જવા માટે પોતે બીડું ઝડપ્યું, અર્થાત્ યુદ્ધ માટે જવાનેા નિ ય કર્યાં. કારણ કે સમ પુત્રા પિતાને શ્રમ થાય એ સહન કરતા નથી. પતિ માતાને પૂછીને યુદ્ધ માટે જવાની ઈચ્છાવાળા છે એમ જાણીને અંજનાસુંદરી સાસુના ઘરે આવી. સાસુએ પણ તેને ન ખાલાવી. ઉદાસીન મનવાળી અને પતિની ષ્ટિને મેળવવાને ઈચ્છતી તે થાંભલાના ટેકા લઈને ઊભી રહી. કુમાર પણ તૈયાર થઈને અને સૈન્યને આગળ રસ્તામાં માકલીને પોતે આશીર્વાદ લેવા માટે માતાના ઘરમાં આવ્યા. તેણે માતાના ચરણામાં વદન કર્યું, માતાએ પણ આશિષવચન કહ્યાં, પછી પુત્રને ચેાગ્ય શિખામણ આપીને યુદ્ધમાં જવાની રજા આપી. થાંભલાને ટેકા લઈને ઊભેલી, સ્થિર શરીરવાળી અને પતિની દૃષ્ટિને મેળવવાને ઈચ્છતી તે અજનાસુંદરી રૂપાળી પુતળીની જેમ Àાભી. કુમાર પરિવારની સાથે માતાના ઘરમાંથી નીકળ્યા. જાણે ઉદાસીન હોય તેમ તેણે અંજનાની સામે પણ ન જોયું. સતત વહેતા નેત્રના આંસુઓથી જાણે ભૂમિમાં પાણી છાંટતી હોય
૧. બલિરાજા ઘણા યજ્ઞા અને મહેત્સવા કરાવતા હતા તેથી તેનું રાજ્ય · મહેાત્સવમય હતું.