________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૬૫ ખેંચીને અંજનાને હણવા માટે દેડતો હતો તેટલામાં ઋષભદતે હાથથી તલવાર ખેંચીને તેને કહ્યુંઃ શિષ્ટપુરુષને માટે અનુચિત અને અપ્રસ્તુત એ આ પ્રયત્ન છે? અર્થાત્ આ પ્રયત્ન કરે તને ન ઘટે. એક તે રાત્રિમાં બીજાના ઘરમાં આપણે આવ્યા અને બીજું કન્યાને વધ કરવો એ ચગ્ય નથી. જ્યાં સુધી તું તેને પર નથી ત્યાં સુધી એ પારકી છે, એથી પણ તું એને હણે એ યોગ્ય નથી. આ પ્રમાણે ઋષભદરે તેને રક્યો એટલે અંજનાસુંદરી પ્રત્યે વિરક્ત ચિત્તવાળો અને ઉદાસીન થયેલ તે તલવારને મ્યાનમાં મૂકીને પિતાના ઘરે ગયે. હવે તેમણે અનેક હાથીએ, અ, રથ અને પાયદળોની સાથે જણાવેલા દિવસે જાનમાં જવા માટે તૈયારી કરવા માંડી. મંગલદવનિથી યુક્ત નગારાંઓ (=વાર્જિ) વાગ્યાં એટલે કુમારને શણગારવા માટે સૈભાગ્યવંતી સ્ત્રીઓ આવી. આડંબરપૂર્વક આવેલી તે સ્ત્રીઓને જોઈને પવનંજયે પિતાને શું ઈષ્ટ છે તે તેમને જણાવવા પાસે રહેલા મિત્રને કહ્યું આ આડંબર શા માટે છે? જેમ સજજન ખરાબ વાતને ન ઈચ્છે તેમ હું આવો વિવાહ કરવાને ઈચ્છતું નથી. આ સાંભળીને વિલખી બનેલી તે સ્ત્રીઓએ પવનંજયની માતાને આ વાત કહી. માતાએ ઉત્સુકતાથી પવનંજય પાસે આવીને આશીર્વાદપૂર્વક કહ્યું – હે વત્સ! તે સામાન્ય લેકેની પણ આશાઓને પૂરી છે તે હમણુ માતાને પણ નિરાશ કરવી એ શું તારા માટે ચેગ્ય છે? કુર્તિથી વિવાહની સામગ્રી ભેગી કરવામાં વ્યાકુલચિત્તવાળે રાજા પણ તે સાંભળીને કુમારની પાસે જલદી આવ્યું. તેણે કુમારને કહ્યું: અધમ માણસને ગ્ય અને શરમાવા જેવું આ શું સંભળાય છે? શું આપણે આદરેલું કાર્ય ક્યાંય શિથિલ થાય ખરું? શું આપણું જીવતાં અંજનાસુંદરીને બીજે કઈ પરણશે ? જેમ શંકરે ખંડિતચંદ્રને ન મૂક્યો=ધારણ કર્યો તેમ આદરેલું કાર્ય કેઈએ (કેઈ ધીરપુરુષે) મૂકયું નથી. આ પ્રમાણે રોષ અને અહંકારપૂર્વક કહીને પ્રહલાદન રાજાએ કુમારને હાથથી ખેંચીને વાહનમાં બેસાડ્યો. કુલીન પુરુષ લજજાથી પણ પૂજ્યાના વચનને ક્યાંય પણ અન્યથા કરતા નથી એમ વિચારીને ગુપ્તરોષવાળા કુમારે જલદી પ્રયાણ કર્યું. સિભાગ્યવતી સ્ત્રીઓએ તે વખતે તેનું ઉત્તમ મંગલ કર્યું. તેણે મુગુટ, હાર અને બાજુબંધ વિગેરે કિંમતી આભૂષણે પહેર્યા.
તેના મસ્તકે ચંદ્રમંડલ જેવું વેત છત્ર ધારણ કરવામાં આવ્યું. તેની બે બાજુ ગંગાના તરંગે જેવા ચંચલ ચામરે વીઝાઈ રહ્યા હતા. જય જય એવો અવનિ થઈ રહ્યું હતું. તેણે યાચકને દાનથી ખુશ કર્યા. દષ્ટિથી બધાને સત્કાર કરતે હતે. તાંબુલથી તેનું મુખ સુંદર દેખાતું હતું. જાનની આગળ જતે પવનંજયકુમાર દેવસેનાની આગળ ચાલતા કાર્તિકસ્વામીની જેમ અત્યંત શેતે હતે. કન્યાપક્ષ તરફથી મોટા
૧. કાર્તિકસ્વામી-પાર્વતીને પુત્ર