________________
૧૮૪
શીલાપદેશમાલા ગ્રંથના
અમે તેના સત્કાર કરીએ. જેની સાથે પ્રીતિ હોય તેના ગૌરવ માટે પ્રિયા પણ આપી શકાય. તેથી જ વસિષ્ટમુનિ વર્ડ આદર કરાયેલી અરુન્ધતી કાને માન્ય નથી ? દૂતનું વચન સાંભળીને અલ્પ સ્મિત કરીને ચંદ્રરાજા મેલ્યાઃ જેમ ચંદ્રને ચાંદની પ્રિય છે તેમ સુજના કાને પ્રિય નથી ? પરોપકાર, મૈત્રી, દાક્ષિણ્ય, પ્રિયભાષણ, સુંદર શીલ, વિનય અને ત્યાગ-આ સજજનાના ગુણા છે. તેથી હે કૃત ! તારા રાજાએ મને આ સારું કહ્યું કે, જેમ સમુદ્ર મર્યાદાને ઓળંગતા નથી, તેમ કુળવાન પુરુષા મર્યાદાના લાપ કરતા નથી. અમે પણ ઉચિત કહેવા જેવું કહીશું. મારા પ્રાણ જેવી દેવીની માગણી કરવી એ પ્રીતિનું લક્ષણ નથી. તે કહ્યું; તેમનુ વચન અન્યથા કરવું એ તમારા માટે ચૈાગ્ય નથી. કામળતાથી સાધી શકાય તેવા કાય માં કઠારતા કરવી એ વિવેક નથી. મર્યાદાના લાપ કરતા સમુદ્રને કાણુ રોકી શકે? સમુદ્ર ક્ષુબ્ધ બને ત્યારે પુલ બાંધવા માટે કેણુ સમર્થ થાય? તેવી રીતે યુદ્ધના મેઢાનમાં ભયંકર મહેદ્રસિંહ રાજાને પણ કાણુ સહન કરી શકે તેમ છે? માટે પેાતાના હિત માટે તે રાજા વિષે સામના પ્રયોગ કરવા જોઈએ. હવે રાષથી લાલ થયેલા ચંદ્રરાજાએ કહ્યુંઃ અરે કૃત! અન્યની સ્ત્રીઓને માગતા તારા એ રાજા સારા કુળવાન છે! શુ` કોઈ પોતાની પત્નીને ખીજાના ઘરે મેાલે ? શેષનાગના જીવતા (તેના મસ્તકે રહેલા) રત્નને કોણ લઈ શકે? દૂતે ફરી કહ્યું હે ભૂપ ! તાત્ત્વિક વચનને સાંભળેા, ગમે તે રીતે પાતાનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ એવી રાજનીતિને યાદ કરો. નાકરાથી ધનનું રક્ષણ કરવું જોઈએ, અર્થાત્ નાકરાના ભાગ આપીને પણ ધનનું રક્ષણ કરવું જોઈએ. નાકર અને ધન એ ખનેથી પત્નીનું રક્ષણ કરવું ોઇએ. નાકર, ધન અને પત્ની એ ત્રણેથી પેાતાના જીવનનુ રક્ષણ કરવું જોઈએ, ઈત્યાદિ ખાલતા તને રાજાના સેવકે જેમ કૃપણ પુરુષ ભિખારીને બહાર કાઢે તેમ ગળેથી પકડીને સભામાંથી બહાર કાઢયો. તે જઈને તે જ પ્રમાણે મહેંદ્રસિંહ રાજાને કહ્યું.
મર્યાદાને ત્યાગ કરીને મહેદ્રસિંહ રાજા સૈન્યની સાથે જાણે સમુદ્ર ચાલતા હોય તેમ ચાલ્યા. તેને આવતા સાંભળીને જેમ ચંદ્ર રાત્રિના અધકારના ફેલાવાની સામે થાય તેમ રાષથી વ્યાકુલ થયેલા ચ'દ્રરાજા પણ તેની સામે થયા. યુદ્ધમાં ક્રમે કરીને બંનેનું સૈન્ય ખસવા લાગ્યું, બંનેનુ' સઘળુ' સૈન્ય પલાયન થઇ ગયું એટલે જેમ બે સિંહ લડે તેમ એ બંનેનું ભયંકર યુદ્ધ થયું. જેમ રાહુ ચંદ્ર ઉપર આક્રમણ કરે તેમ ભાગ્યવશથી મહેંદ્રસિંહ રાજાએ આક્રમણ કરીને ચંદ્રને જીવતા ખાંધીને મંત્રીના હાથમાં સોંપ્યા. જેમ મૃગલાઓ નાસી રહ્યા હાય ત્યારે શિકારી નાસી રહેલી હરણીને પકડી લે તેમ મહેદ્રસિંહ રાજાએ ચંદ્રરાજાનું સૈન્ય નાસી રહ્યું હતું ત્યારે નાસી રહેલી રતિસુ દરીને પકડી લીધી. રતિસુ દરીના લાભથી તુષ્ટ થયેલા તે ચ ંદ્રરાજાને છૂટા કરીને પોતાના નગરમાં આવ્યા. કામરૂપી-ભીલથી હણાયેલા તેણે રતિસુંદરીને કહ્યું: હું સુંદર ભમ્મરવાળી ! જ્યારથી મેં દૂતના મુખથી તને સાંભળી ત્યારથી જેમ ભ્રમરનું હૃદય માલતીમાં ઉત્કંઠિત અને