________________
૧૫૬
શીલપદેશમાલા ગ્રંથને પાસે માગણી કરી. ચંદ્રયશ રાજાએ દૂતને કહ્યું: ચેકસ નમિ રાજા નીતિને જાણકાર નથી. બીજાના હાથમાં ગયેલી વસ્તુને એમને એમ ફોગટ જ કેમ મેળવી શકાય? આ ' રીતે દૂતને તિરસ્કારીને રાજાએ રજા આપી. બલવાન નમિરાજા સેના લઈને ચંદ્રયશ
તરફ ગયે. ચંદ્રયશ રાજા પણ તેની સામે આવવા ચાલ્ય, પણ (અશુભ) શુકનોએ તેને રોક્યો. આથી તે પિતાના સ્થાને જ સૈન્યથી પરિવરીને રહ્યો. નમિરાજા ત્યાં આવીને તેની નગરીને ઘેરીને રહ્યો. નમિરાજાની માતા સાદ વીજીએ આ વૃત્તાંત સાંભળે. માણસને ક્ષય કરીને આ બે નરકમાં ન જાઓ એમ વિચારીને પ્રવર્તિનીની આજ્ઞા લઈને તે સાદવજી નમિરાજાની પાસે ગયા. મિરાજાએ ઊભા થઈને સાધવજીને શ્રેષ્ઠ આસન ઉપર બેસાડ્યા. લાંબા કાળથી થયેલી અંતરની પ્રીતિ શું નાશ પામે ? અર્થાત્ નાશ ન પામે. પછી સાદવીજીએ કહ્યું- હે રાજેદ્ર લમી તરંગેના જેવી ચંચળ છે. તેના માટે કરેલે યુદ્ધને ઉદ્યમ કેવળ નરકના પરિણામવાળો થાય છે. તેમાં પણ મોટા ભાઈની સાથે કેવળ ક્ષયનું જ કારણ એવું ભયંકર યુદ્ધ કરવું એ વિશેષરૂપે તને યેગ્ય નથી. વિસ્મય પામેલા નમિરાજાએ પૂછ્યું. અહીં મારા મોટાભાઈ કેશુ છે? સાધ્વીજીએ કહ્યું. ચંદ્રયશ તારે માટે ભાઈ છે.નમિરાજાએ પ્રશ્ન કર્યો કેવી રીતે ? સાધ્વીજીએ સઘળો સંબંધ કહ્યો. આ સાંભળીને રાજા અન્વયવાળા દષ્ટાંતની જેમ (હર્ષ અને શોક એ) *ઉભય અવસ્થામાં રહ્યો. નમિરાજાએ પોતાની પાલક માતા પુષ્પમાલાને પૂછયું એટલે તેણે વીંટી અને કંબલરત્ન એ બંને બતાવ્યાં. આથી તેને વિશેષરૂપે ખાતરી થઈ, હવે બંધુ વિષે જેને પ્રેમ બંધાય છે એ નમિરાજા તુરત યુદ્ધથી નિવૃત્ત થયે. ઉત્તમ મનવાળા જીવે (પ્રેમ ખાતર) પ્રાણેને પણ તૃણ સમાન ગણે છે. પછી સાદવજી ચંદ્રયશ રાજાની પાસે ગયા. જેમ ચંદ્રને જોઈને સમુદ્રની વેલા ઊભી થાય છે ( સમુદ્રમાં પાણીની વૃદ્ધિ થાય છે) તેમ ત્યાં સાદવજીને જોઈને બધા ઊભા થયા. જેની આંખમાં હર્ષના આંસુઓ વહી રહ્યા છે એવા ચંદ્રયશ રાજાએ માતાને ભક્તિથી પ્રણામ કરીને માતાના મુખથી સર્વ વૃત્તાંત સાંભળ્યો. જેમ મેઘગર્જનાને સાંભળીને મયૂર હર્ષ પામે તેમ માતા પાસેથી નમિરાજા ભાઈ છે એમ જાણીને શ્રી ચંદ્રયશ અતિશય હર્ષ પામે. પછી ચંદ્રયશ રાજ ઘણા આડંબરથી આદરપૂર્વક નમિરાજાની સામે ગયે. ચંદ્રયશ રાજાને પોતાની પાસે આવતે સાંભળીને નમિરાજા પણ હર્ષથી તેની સામે ગયે. સૂર્ય અને ચંદ્રની જેમ બંને પ્રેમથી મળ્યા, પછી બળદેવ અને વાસુદેવની જેમ મિથિલાપુરીમાં પ્રવેશ કર્યો. હવે ચંદ્રય નમિને કહ્યું: હે વત્સ! પિતાના મૃત્યુ પછી મને દીક્ષા લેવાની ઈચ્છાથી રાજ્યમાં પણ આદર રહ્યો નથી. તેથી હવે તું રાજ્યને સ્વીકારીને મને કૃતાર્થ કર. આ પ્રમાણે સમજાવીને ચંદ્રય નમિને રાજ્યાભિષેક કર્યો, અને પોતે દીક્ષા લઈને
૧. ચંદયશ રાજા મારો ભાઈ છે એમ જાણીને હર્ષ થયો અને ભાઈની સાથે યુદ્ધ કર્યું એવા વિચારથી શેક થયો.