________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૫ મદનરેખાએ જિનધર્મરૂપી અમૃતના શુદ્ધ ઉપદેશરૂપી ચાંગળાએથી એના મનને શાંત કર્યું હતું. વધતા વૈરાગ્યવાળા એ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમા બ્રહ્મલેક દેવલેકમાં ઉત્તમ દેવ થયો. ધર્માચાર્યને યાદ કરીને એ જલદી અહીં આવ્યો. તે મુનિઓને છેડીને પહેલાં આ મહાસતીને નમ્યો એ ચગ્ય છે. કારણ કે જે સાધુ વડે કે જે શ્રાવક વડે જે જૈનધર્મમાં સ્થિર કરાયેલ હોય તે સાધુ જ કે તે શ્રાવક જ તેને ધર્મચાર્ય થાય, આમાં કઈ સંશય નથી. જગતમાં સમ્યકત્વ સારભૂત છે. સમ્યત્વ બધાથી અધિક દુર્લભ છે. તેથી આ જગતમાં જેને સમ્યકત્વ આપનારે શું નથી આપ્યું? આ પ્રમાણે સાંભળીને વિદ્યાધર રાજાએ પણ તે દેવની પાસે માફી માગી. દેવે પણ સતી મદન રેખાને આ પ્રમાણે પૂછ્યું: તમારું શું વાંછિત કરું? મદનરેખાએ કહ્યું જ્યાં મારો તે પુત્ર છે તે મિથિલાપુરીમાં મને લઈ જા. તેથી દેવ આકાશના માર્ગે મદન રેખાને ક્ષણવારમાં મિથિલાપુરીમાં લઈ ગયે. તે નગરી શ્રી નમિનાથ અને શ્રીમલ્લિનાથ એ બે તીર્થકરોના જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકથી પવિત્ર થયેલી હતી. તે બંનેએ તેમાં રહેલાં ચૈત્યને વંદન કર્યું. પછી પ્રવર્તિની સાધવી પાસે જઈને બંનેએ ધર્મ સાંભળે. પછી દેવે મદનરેખાને કહ્યું તમે મારી સાથે આવે, જેથી પુત્રને અપાવું. મદન રેખા બેલી. અનાદિ સંસારમાં શું કેઈને પણ કઈ પણ પુત્ર છે ? અર્થાત્ કેઈને કે પુત્ર નથી. આથી ચારિત્ર લેવાની મારી ઈચ્છા હોવાથી સાવીનાં ચરણે મારું શરણ છે. પછી પ્રવર્તિની સાવીને અને મહાસતી મદનરેખાને નમીને દેવ ચોગ્ય સ્થાને ગયે. મદન રેખાએ દીક્ષા લીધી.
બાળકના પ્રભાવથી બધા રાજાઓ પદ્યરથ રાજાને નમ્યા, આથી એ બાળકનું નામ એવું નામ પાડયું. ક્રમે કરીને તે કળા અને પુરુષાર્થને જીવવાનું સાધન એવા યૌવનને પામ્યું. પિતાએ તેને એકસો ને આઠ કન્યાઓ પરણાવી. પછી પદ્યરથ રાજાએ તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને પોતે દીક્ષાપૂર્વક સુખને અનુભવ કરીને મોક્ષ મેળવ્યું. આ તરફ મણિરથ રાજાએ જે રાત્રિએ બંધુને હણે તે રાત્રિએ કાળો સર્પ તેને ડસ્પે. ૌદ્રધ્યાનમાં રહેલ તે મરીને ચેથી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયે. તેથી મંત્રિએએ યુગબાહુના પુત્ર ચંદ્રયશને રાજ્યાભિષેક કર્યો.
એકવાર નમિરાજાના તકાંતિવાળા પટ્ટહસ્તીને વિંધ્યાચળ યાદ આવ્યું. આથી તે આલાનસ્તંભને ઉખેડીને ભાગ્યે માર્ગમાં એને ચંદ્રયશ રાજાએ પકડી લીધે. નમિ રાજાએ ચરપુરુષો દ્વારા આ જાણ્યું. તેથી તેણે દૂત દ્વારા તે હાથીની ચંદ્રયશ રાજા
૧. એક હાથની હથેળીમાં પાણી વગેરે પ્રવાહી પદાર્થ જેટલે સમાય તેટલા માપને ચાંગળું કહેવાય છે. જેમ આંખ બળતી હોય તો ઠંડા પાણીનું એક એક ચાંગળું આંખોમાં છાંટીએ તેથી આંખો શાંત થાય, તેમ મદનરેખાએ જિનધમરૂપી અમૃતના શુદ્ધ ધર્મોપદેશરૂપી ચાંગળાઓ યુગપાહુના મનમાં છાંટીને મનને શાંત કર્યું.