________________
૧૫૪
શીલપદેશમાલા ગ્રંથો તેને આ પ્રમાણે કહ્યું - સાંભળે, આ જંગલમાં તરતમાં જ જન્મેલે મારે બાળક છે. તેને જંગલી પશુઓ ખાઈ જશે, અથવા સ્તનપાન વિના તે સ્વયં મરી જશે, કૃપા કરીને મને બાળક પાસે લઈ જાઓ અથવા તે બાળકને અહીં લઈ આવો. તેણે કહ્યુંઃ જે તું મને પતિ માને તે હું આ કામ કરું. ચોક્કસ તારા જ ભાગ્યથી હમણુ હું આકાશમાં આવી પહોંચે. હું વિદ્યાધર ચક્રવર્તી મણિચૂડનો મણિપ્રભ નામને વિદ્યાધર રાજા છું. મારા પિતાએ દીક્ષા લીધી છે. પિતાના ચરણોમાં પ્રણામ કરવાની ઈચ્છાથી હું જઈ રહ્યો છું. હે કલ્યાણી ! જેમ પોપટ દ્રાક્ષાને જુએ તેમ મેં તને અહીં ઈ. તેથી હે મોહરમુખવાળી ! મારો સ્વીકાર કરીને વિદ્યાધરની અધિપતિ થા. હે માનિની ! શું કઈ જી કલ્પવૃક્ષને મેળવીને તેની અવગણના કરે? તેફાની ઘોડાથી હરણ કરાયેલ મિથિલાનગરીના રાજા પવરથે તારા પુત્રને લઈ લીધું છે. તેની પત્ની પુષ્પમાલા વડે પુત્ર તરીકે પાલન કરતે તે સુખી છે. આ પ્રમાણે પ્રજ્ઞપ્તિ વિદ્યાથી જાણીને તને મેં આ કહ્યું છે. તેથી વિષાદને મૂકીને મારે સ્વીકાર કર. વિદ્યાધર રાજાએ આ પ્રમાણે કહ્યું તેથી અતિશય ખિન્ન બનેલી મદન રેખાએ હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું. શીલની રક્ષા માટે તે હું આટલી ભૂમિ સુધી આવી, તે પણ અહ ! આ ફરી શીલભંગનો પ્રસંગે ઉપસ્થિત થયે. મારે કઈ પણ રીતે શીલની રક્ષા ચેસ કરવી જોઈએ, અને આ કામથી પીડિત છે. આથી હમણાં તે કાલવિક્ષેપ કરવો એ જ ગ્ય છે. આમ વિચારીને મદનરેખા બેલી હે મહાભાગ્યશાળી! પહેલાં તમે મને નંદીશ્વરમાં યાત્રા કરાવો. પછી હું તમારી ઈચ્છા પૂરી કરવા વિષે પ્રયત્ન કરીશ. તેથી ખુશ થયેલ તે મદન રેખાને જલદી નંદીશ્વર લઈ ગયે. ત્યાં બાવન ચૈત્યમાં અરિહતેને વંદન કર્યું.
પછી બંનેએ મણિચૂડ નામના મુનિને વંદન કર્યું. ચાર જ્ઞાનવાળા તે મહાત્માએ પણ પુત્રના ભાવને જાણીને દેશનાથી મણિપ્રભને એ વૈરાગ્યવાળે કર્યો કે જેથી તેણે ઊભા થઈને મદન રેખાને બહેનની બુદ્ધિથી પ્રણામ કર્યા. મદનરેખાએ મુનિને પુત્રને વૃત્તાંત પૂછયો. મુનિએ પૂર્વના કેટલાક ભવ સહિત પુત્રનો વૃત્તાંત જે પ્રમાણે હતો તે પ્રમાણે જ કહ્યો. આ તરફ જાણે બીજે તેજસ્વી સૂર્ય હોય તેવો અને દેવીઓ જેના ગુણસમૂહને ગાઈ રહી છે તે ઉત્તમ દેવ વિમાનને મૂકીને આકાશમાંથી નીચે ઉતર્યો. પછી તે દેવ અતિશય નમ્ર બનીને સતી મદન રેખાને ત્રણ પ્રદક્ષિણા આપીને તેના ચરણકમલમાં નમ્યું. પછી સાધુઓને નમીને મેગ્યસ્થાને બેઠો. આ અયુક્ત છે એમ વિચારીને મણિપ્રભ વિદ્યારે દેવને પૂછ્યું: ચાર જ્ઞાનવાળા મહાત્માને મૂકીને પહેલાં તમોએ સ્ત્રીને નમસ્કાર કર્યો. જે તમારા જેવાઓ પણ મર્યાદાનું ઉલ્લંઘન કરે તે એ શું કહેવાય? આ પ્રમાણે સાંભળીને દેવ જેટલામાં વિદ્યાધર રાજાને જવાબ આપે તેટલામાં તે ચારણમુનિએ વિદ્યાધર રાજાને કહ્યુંઃ કૃતજ્ઞ આ ઉત્તમદેવ ઠપકાને ગ્ય નથી. કારણ કે પૂર્વભવમાં આ દેવ તલવારના ઘાથી દુઃખી થઈ રહ્યો હતો. એની પત્ની આ