________________
૧૫૩
ગુજરાતી ભાવાનુવાદ
સિદ્ધ ભગવંત આદિની સાક્ષીએ પેાતાના સર્વ દુષ્કૃત્યેની નિંદા કરો. બધી વસ્તુઓમાંથી માહ દૂર કરીને પાઁચનમસ્કાર મંત્રનું સ્મરણ કરા. જેના નિલ પ્રાણા નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં કરતાં જાય તે જો મેાક્ષમાં ન જાય તે નિયમા વૈમાનિકદેવ થાય. પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા એ શ્રાવકનાં બારવ્રતાના સ્વીકાર કરા. પૃથ્વી ઉપર મિત્ર, પુત્ર, પત્ની વગેરે એક પણ જીવાનુ... રક્ષણુ કરનાર નથી. આ લાકમાં અને પરલેાકમાં ધર્મ જ જીવાતું રક્ષણ કરનાર છે. મનુષ્યભવ વગેરે સામગ્રી ફ્રી મળવી દુષ્કર છે એમ જાણીને મળેલી તે સામગ્રીના ફલને મેળવા. માટે હે મહામતિ ! પ્રમાદ ન કરેા. આ પ્રમાણે મનરેખાના વચનથી યુગમાહુના કેપ શાંત થઈ ગયા. તેણે મદનરેખાનું કહેલું બધું સ્વીકાર્યું. પૂર્ણ વૈરાગ્યથી મૃત્યુ પામીને તે બ્રહ્મલાકમાં (=પાંચમા દેવલાકમાં) દેવ થયા.
દુષ્ટ
તે વખતે હાહાકાર મચી ગયા. પુત્ર ચંદ્રેયશ અને સવ પિરવાર રડવા લાગ્યા. મદનરેખાએ આ પ્રમાણે વિચાર્યું: અહા ! માત્ર વિડંબના જ જેના રૂપનું ફળ થયું તે હું ગભ માંથી જ મૃત્યુ કેમ ન પામી ? કારણ કે જેમ સુગ'ધ ચંદનના વિનાશનું કારણુ અને છે તેમ હું જ હમણાં નિષ્કપટ ચિત્તવાળા પતિના મૃત્યુનું કારણ થઈ. જે આત્માએ મારા માટે આ બંધુને માર્યાં તે મારા શીલનું ખ`ડન કરશે. આથી મારે ચત્નથી શીલનું રક્ષણ કરવુ જોઈએ. આ પ્રમાણે વિચારીને પુત્ર વગેરે સર્વ પરિવાર રડી રહ્યો હાવા છતાં એને તૃણની જેમ છેાડીને ઉત્તરમાં ગર્ભને ધારણ કરતી મદનરેખા તે જ વખતે રાત્રિમાં જ પલાયન થઈ ગઇ. તેના પગમાં કાંકરા વગેરેની પીડા થતી હતી, પગમાંથી લેાહી નીકળી રહ્યું હતું. આવી સ્થિતિમાં પૂર્વ દિશા તરફ જતી તે એક ભય’કર અટવીમાં આવી. ત્યાર બાદ રાત્રિ પૂર્ણ થઈ. મધ્યાહ્ન સમયે તેણે ફળ વગેરેનું ભક્ષણ કર્યું. કારણ કે ભૂખ અને તરસ વગેરે દુઃસહ્ય છે. પછી સાગારિક પચ્ચક્ખાણ લઈને શ્રમને દૂર કરવા માટે કાઇ લતાગૃહમાં પંચનમસ્કારમ ંત્રનું સ્મરણ કરીને સૂઈ ગઈ. રાત્રે વાઘ અને સિંહ આદિના શબ્દોથી ત્રાસ પામેલી મદનરેખાએ ત્યાં જ સ` અંગામાં ઉત્તમ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્ચા. બાળકને અલરત્નમાં વીંટીને તેના હાથમાં પિતાના નામવાળી શ્રેષ્ઠ વીંટી પહેરાવી. પછી વજ્ર વગેરેનું પ્રક્ષાલન કરવા માટે સરોવરમાં પ્રવેશતી મદનરેખાને જલહસ્તીએ સૂંઢમાં લઈને આકાશમાં ઉછાળી. જેમ બાજપક્ષી તેતરને પકડી લે તેમ તે વખતે નદીશ્વરદ્વીપમાં જવાની ઈચ્છાવાળા એક વિદ્યાધર રાજાએ મદનરેખાને આકાશમાં લઈ લીધી. રાતી મઢનરેખાએ
૧. સાગારિક એટલે આગારથી સહિત. આગાર એટલે છૂટ. અમુક છૂટ રાખીને લેવામાં આવતા પચ્ચક્ખાણુને સાગારિક કહેવામાં આવે છે.
૨. જલહસ્તી એટલે પાણીમાં ઉત્પન્ન થનાર હાથી જેવું એક પ્રાણી.
२०