________________
૧૫૨
શીલે।પદેશમાલા ગ્રંથના
માટે બધું નકામું તેમ શીલના નાશ થતાં બધું નકામું છે. તમે જેમના માટા ભાઈ છે તેમની હું પત્ની છું, આથી દરરાજ મારી રાજ્યની માલિકી છે જ. અથવા રાજ્યની માલિકી ભલે ન હેા. મારે રાજ્યનું શું કામ છે? વળી− હૈ તી! તારે મારા વચનથી જેઠને કહેવું કે આ પ્રમાણે ખેલતા તમે પેાતાના મંથી પણ લજ્જા પામતા નથી ? દૂતીએ પણ આવીને રાજાને તે પ્રમાણે જ જણાવ્યું. તે પણ તેના રાગમાં આસક્ત રાજા જેમ દારૂડિયા દારૂથી પાછા ન ફરે તેમ પેાતાના આગ્રહથી પાછે ન ફર્યાં. તેણે વિચાર્યું કે, ચેાસ આ ભાઈ જીવે છે તેથી તે મને ઈચ્છતી નથી. આમ વિચારીને જેમ ચાર રાત્રિનું ધ્યાન ધરે તેમ તે બંધુના વધના ઉપાય વિચારવા લાગ્યા.
હવે આંબાની મંજરીએથી ઉન્મત્ત બનેલી કાલિ પક્ષીઓના સ્વરથી સૂચિત થયેલ અને કામદેવરૂપી યુવરાજથી યુક્ત એવી વસ ́તઋતુ જલદી આવી. જાણે વસંત ઋતુથી આજ્ઞા કરાયેલ પુરુષ ન હાય તેવા વસંતઋતુના કુશળ પવન વૃક્ષા, વેલડીએ અને લતામંડપેામાં બધે ફરવા લાગ્યા. વૃક્ષા ઉન્મત્ત ભમરાઓના ગુજારવના શબ્દોથી જાણે ગીત ગાઈ રહ્યા છે એવા દેખાતાં હતાં, વિકસિત બનેલા પલ્લવાથી જાણે હમાં આવીને હાથ વડે નૃત્ય કરી રહ્યા છે એવા જણાતા હતા, ઘાસને ઉખેડીને વિકસતી કળીએવાળાં પુષ્પાથી જાણે વસંતઋતુનુ` ભેટણું તૈયાર કર્યું હોય એમ જણાતું હતું. લાલ ફૂલોથી યુક્ત, કસુંબાના રંગથી રંગેલાં વસ્ત્રાથી ઉત્તમ અને સફેદ પુષ્પાના હાર ધારણ કરનારી વનલક્ષ્મી આવી.
જેમ ઇંદ્ર ઇંદ્રાણીની સાથે જાય તેમ, યુગખાડુ મદનરેખાની સાથે વસંતઋતુને સલ કરવા માટે ઉદ્યાનમાં ગયા. આખા દિવસ પુષ્પાને ચુંટવા વગેરે ક્રીડા કરીને રાતે યુગમાહુ પ્રિયાની સાથે કઇલીગૃહમાં નિશ્ચિતપણે સૂઈ ગયા. નિય મણિરથ રાજાએ અવસર જાણીને તલવાર લઈને થાડા પિરવારની સાથે ગુપ્તપણે કઇલીગૃહમાં પ્રવેશ કર્યા. તેણે કુલમર્યાદા, જશ, ધર્મ અને શરમ વગેરે મૂકીને ભાઈને તલવારથી ડૉકમાં હણ્યે. અહા ! કામના ઉદય કેવા છે ? તેથી મનરેખાએ કરુણુસ્વરે પેાકાર કરી, બધા પહેરીગરો જલદી ભેગા થયા. મણિરથ રાજા પોતાના ઘરે ગયા. મદનરેખાએ પ્રહારને જાણીને પ્રાણના ત્યાગ કરતા યુગબાહુના કાનની પાસે જલદી આવીને યુગબાહુને આ પ્રમાણે કહ્યું:– હે મહાભાગ્યશાળી ! તમે નિરક જરા પણ ખેદ ન કરેા. બધે પ્રાણીઓના પૂર્વે કરેલા કર્મના જ દોષ છે. હવે તમારા પ્રાણા ક આવી ગયા છે, એથી દ્વેષ ન કરા, અન્યથા (દ્વેષ કરશે! તા) તમે અસમર્થ હોવાથી નિરક પરલેાકથી ભ્રષ્ટ બનશે. તેથી મનને સમાધિમાં રાખા, જિનનું શરણુ સ્વીકારો, મમતાને મૂકા, બધા જીવા પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરો. આ લાકમાં અને પરલેાકમાં પણ મારા અરિહંત ધ્રુવ થા, સુસાધુએ ગુરુ થાઓ અને જિને જે કહ્યું છે તે પ્રમાણુ થાએ એ પ્રમાણે ચિંતા.
૧. ધ સત્ર-ધમ શાલા, અર્થાત્ બહુધમ કરનાર.
૨. મહારથી-દશ હજાર ધનુર્ધારી સાથે એકલા લડી શકે તેવા યેદ્દો.