________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૧ અપરાધની માફી માગી. સુભદ્રા ગૃહસ્થ ધર્મનું પાલન કરીને અને અંતે સંયમનો સ્વીકાર કરીને સુગતિમાં ગઈ [ પ ] મહાસતીઓ શીવરક્ષા માટે રાજ્ય વગેરેનાં સુમાં લેભાતી નથી એમ જણાવે છે -
नियसीलरक्खणत्थं, तणं व रज्जं च परिहरंतीए ।
सयलसईणं मझे, इह रेहा मयणरेहाए ॥५३।। ગાથાથ–પતાના શીલની રક્ષા માટે રાજ્યને પણ તૃણની જેમ છેડતી મદનરેખાની સંસારમાં સર્વ સતીઓની મધ્યમાં પ્રતિષ્ઠા છે, અર્થાત્ શીલપાલનનમાં સર્વ સતીઓમાં તેને જ ઉત્કર્ષ છે. ટીકાથ-આ પ્રમાણે ગ થાન શબ્દાર્થ છે. ભાવાર્થ તે દૃષ્ટાંતથી કહે છે –
મદનરેખાનું દષ્ટાંત અવંતિ દેશમાં લક્ષમીથી યુક્ત સુદર્શન નામનું નગર હતું. તે નગરમાં તારાઓ ભેગી માણસોના નિર્માલ્ય પુ જેવા દેખાતા હતા, અર્થાત્ ભેગી માણસે તારાઓથી પણ અધિક ઉત્તમ વસ્તુઓને ભેગવતા હતા. તેમાં બહુધર્મ કરનાર અને મહારથી એ મણિરથ રાજા હતા. આકાશમાં રહેલે ચંદ્ર જાણે તેના યશને પિંડ હોય તે જણાતા હતા. યુગબાહુ નામને યુવરાજ તેને નાનો ભાઈ હતા. તેની મનરેખા નામની પત્ની હતી. તે પ્રસિદ્ધ સતી હતી. તેની રૂપસંપત્તિને જઈને કામદેવ જાતે જ પિતાના આત્મામાં બન્યું. મહાદેવે કામદેવને બાળે એવો જે લેકપ્રવાદ થયે તે પેટે છે. હવે મણિરથે ક્યાંક મદરેખાને જોઈ. આથી તેને કામદેવે પાંચ બાણોથી હ. એણે ચિત્તમાં વિચાર્યું કે કામદેવના જીવનસ્વરૂપ મદન રેખાને મારે કઈ પણ રીતે વશ કરવી જોઈએ. આમ વિચારીને તેને વશ કરવા માટે તેના માટે હંમેશાં ભેટ મેકલવા લાગ્યા. કહ્યું છે કેતુ જેને વશ કરવાને ઈચ્છે છે તેને પહેલાં ફી વગેરે ઉત્તમ ભેજય વસ્તુ આપીને તેને સંતોષ પમાડ. તેના સ્વાદમાં લુબ્ધ બનેલ પ્રાણ કાર્ય–અકાયને જાણતો નથી. મદનરેખા પણ મણિરથે મેકલેલ પુષ્પ, તાંબૂલ વગેરેને આ જેઠને પ્રસાદ છે એમ માનીને આદરપૂર્વક લેતી હતી. એકવાર મણિરથે તેની પાસે દૂતી મોકલી. દૂતીએ મદનરેખાને કહ્યું: હે ભદ્રા! તમારા ગુણેથી તમારા પ્રત્યે રાગી બનેલા રાજાએ આ પ્રમાણે કહ્યું છે – હે સુંદર ભમરવાળી મદન રેખા! જ્યારથી મેં તને બારીમાં રહેલી જોઈ ત્યારથી મારા માટે એક ઘડી એક વર્ષ જેટલી પસાર થઈ છે. તેથી મને પતિ સ્વીકારીને સામ્રાજયની માલિક થા. આ પ્રમાણે સાંભળીને ધર્મને જાણનારી મદન રેખાએ દૂતીને કહ્યું: કેટલાક પુરુષનું મન પણ પરશીમાં જતું નથી, ત્યારે કેટલાકે પુત્ર વગેરેની પત્નીને પણ સંગ કરવા ઇરછે છે. સ્ત્રીઓમાં શીલ નામને મહાગુણ જગતમાં પ્રસિદ્ધ છે. જેમ જીવ ચાલ્યા જતાં પ્રાણી