________________
૧૫૦
શીલપદેશમાલાગ્રંથન સ્મરણ કર્યું. પછી જાણે ગુણોથી બાંધી હોય તેમ સૂતરના તાંતણાથી ચાલણીને બાંધી. એ ચાલણને લેકસમૂહના દેખતાં આશ્ચર્ય રીતે કૂવામાં નાખી. પછી પાણીથી ભરેલી ચાલણી કૂવામાંથી બહાર કાઢી. જેમ સિદ્ધો (=મુક્તિમાં જતા જ) પિતાના શરીરને - નિરોધ કરે તેમ કૌતુકની આકાંક્ષાવાળા દેએ ચાલણના છિદ્રોને બંધ કરી દીધા. સૂતરના તાંતણા સુભદ્રાના શીલરૂપી સિદ્ધચૂર્ણથી જાણે વજ જેવા દઢ બની ગયા હોય તેમ આટલો બધો ભાર હોવા છતાં જલદી રક્ષણ કરાયા, અર્થાત્ શીલના પ્રભાવથી સૂતરના તાંતણ જરા પણ તૂટ્યા નહિ.
પરિવાર સહિત ત્યાં આવીને અંજલિ જોડીને રાજાએ કહ્યું : હે સતી ! સારું થયું. સારું થયું. જલદી નગરના દરવાજા ઉઘાડે. જાણે જગતને જિતનારું યંત્ર હોય તેવા પાણીને ધારણ કરતી, ભદ્રિક ગજેદ્રના જેવી ગતિવાળી અને વિકસતા મુખવાળી સુભદ્રા પૂર્વના દરવાજા તરફ ચાલી. તેની પાછળ મંત્રીઓ, સામતે, રાજા અને નગરજને ચાલી રહ્યા હતા. સ્તુતિપાઠકે જય જય એવા શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. આ રીતે તે નગરના પૂર્વના દરવાજા પાસે આવી પહોંચી. પછી પરમેષ્ટિ નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરતી સુભદ્રાએ ત્રણ અંજલિઓથી તે પાણી દ્વાર ઉપર છાંટયું. જેમ જાંગુલી મંત્રના જાપથી વિષથી પીડાયેલાનાં નેત્રો ઉઘડે તેમ બે દરવાજા ઉઘડી ગયા અને દુષ્ટ મનુષ્યના બે કાન પણ ઉઘડી ગયા. આકાશમાં દુંદુભિઓ વાગી. નગરજનેએ સુભદ્રાની પ્રશંસા કરી. દેએ જૈનધર્મને જય થાઓ, જૈનધર્મને જય થાઓ એમ જય જયકાર કર્યો. સુભદ્રાએ દક્ષિણ અને પશ્ચિમ દિશાના દરવાજાઓ પણ ઉઘાડીને સાસુ અને નણંદ વગેરે દુર્જનોના મોઢાઓને બંધ કર્યો. ઉત્તર દિશાના દરવાજા પાસે આવીને સુભદ્રા બેલી ઃ જે કઈ બીજી સ્ત્રી સતીત્વનું ગર્વ ધારણ કરતી હોય તે આ દરવાજાને ઉઘાડશે. સુભદ્રા મહાસતીના શીલમાહાભ્યનું સૂચન કરતે ઉત્તર દિશાને દરવાજે ચંપાનગરીમાં આજે પણ બંધ પડેલ છે. પૃથ્વીતલમાં સુભદ્રાને આ શીલરૂપી દીપક અપૂર્વ છે. તે દીપક 'શત્રુરૂપી પાણીના પૂરના સંસર્ગથી વધારે પ્રદીપ્ત બન્યા. જાણે ત્રણ વર્ગની સિદ્ધિ પિતાના હાથમાં રહેલી છે એમ બતાવતી હોય તેમ સુભદ્રા સતીએ નગરીના ત્રણ દરવાજા ઉઘાડ્યા. ચંપાપુરીના લેકે જેના અનેક ગુણો ગાઈ રહ્યા છે એવી સુભદ્રાએ નગરજને અને રાજાની સાથે ચૈત્યપરિપાટી કરી. પછી રાજાએ સુભદ્રાને ઉત્સવપૂર્વક ઘરે મેકલી. સુભદ્રાએ બધાની સમક્ષ જૈનધર્મનાઉપદેશઆ. રાજા જેનધર્મને સ્વીકારીને અને સુભદ્રાની પ્રશંસા કરીને પિતાના મહેલમાં ગયો. આશ્ચર્યયુક્ત બનેલા બધા લેકે પિતપિતાના ઘરે ગયા. પશ્ચાત્તાપ કરતા કુટુંબે પણ તેનું સન્માન કર્યું. માતા-પિતાએ પણ ત્યાં આવીને સુભદ્રાને અભિનંદન આપ્યાં. બુદ્ધદાસે દાસની જેમ સુભદ્રાના બે ચરણકમલમાં પડીને પોતાના
૧. સામાન્ય દીપક પાણીના પૂરથી બુઝાઈ જાય, ત્યારે શીલરૂપી દીપક વધારે પ્રદીપ્ત બને. આથી તે અપૂર્વ છે.