________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫૭ આત્મકલ્યાણ સાધ્યું. જેણે શત્રુઓને નમાવ્યા છે એ નમિરાજા અખંડ બંને રાજ્યનું પાલન કરવા લાગ્યા.
એકવાર નમિરાજાના શરીરમાં પૂર્વનાં કર્મોથી પ્રેરિત અને જાણે ઉષ્ણનામકર્મના ઉદયની ચરમસીમા હોય તે, અર્થાત્ અતિશય ઉય એ છ મહિનાને મહાન દાહ થયે. તેની શાંતિ માટે અંતઃપુરની સર્વ સ્ત્રીઓ ગશીર્ષ ચંદન ઘસવા લાગી. આ વખતે પીએના હાથમાં પહેરેલાં કંકણેને (=અંગડીઓને) અવાજ થવા લાગ્યા. જાણે અગ્નિને સ્પર્શ કર્યો હોય તેવા દાહથી ઉદ્દવિગ્ન બનેલા તેને જેમ શેકથી ઘેરાયેલાને વીણાને ધ્વનિ દુખી કરે તેમ કંકણેના અવાજે દુઃખી કર્યો. તેથી મિરાજાના કહેવાથી અવાજને બંધ કરવા માટે સ્ત્રીઓએ ક્રમશઃ એક એક કંકણને હાથમાંથી ઉતારીને એક કંકણ પહેરી રાખ્યું. અર્થાત્ પહેલાં એક કંકણ ઉતાર્યું એટલે અવાજ છેડે એ થવાથી રાજાને જરા શાંતિ થઈ, આથી પછી બીજું એક કંકણું ઉતાર્યું, પછી ત્રીજું કંકણ ઉતાર્યું, એમ ક્રમશઃ એક એક કંકણ ઉતાર્યું. છેલ્લે સૌભાગ્યનાં ચિહ્ન માટે એક કંકણ હાથમાં રહેવા દીધું. આ તરફ તેના ચારિત્રાવરણીય કર્મરૂપ બંધને તૂટી જતાં એને શુભ ભવિષ્યવાળો વિચાર આવ્યું તે આ પ્રમાણે - કંકણશ્રેણિના દષ્ટાંતથી બહુપરિગ્રહવાળો જીવ અવશ્ય દુઃખી થાય છે. તેથી એકલા બનવું એ શ્રેષ્ઠ છે, અર્થાત્ જેમ ઘણાં કંકણે હતાં તે તેમાંથી અવાજ થતું હતું અને એથી દુઃખ થતું હતું, પણ એક કંકણું રહ્યું તે અવાજ બંધ થયે અને દુઃખ પણ ગયું, તેમ જીવ એકલે બને તે સુખી થાય. આથી જે આ મારો દાહ શાંત થશે તે હું ચારિત્ર સ્વીકારીશ. આમ વિચારીને તે સૂઈ ગયે. ઉંઘમાં તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે પોતાને મેરુપર્વત ઉપર સફેદ હાથી ઉપર આરૂઢ થયેલ છે. સવારે રાજા ઉઠયો. તે દાહથી મુક્ત બની ગયે. સ્વપ્નને વિચાર કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પિતે દીક્ષા લીધી. નગરના દેવતાએ આપેલ વેશ પહેર્યો. મમત્વથી રહિત નમિરાજર્ષિ ત્યાંથી નીકળી ગયા.
તે વખતે ઇ અવધિજ્ઞાનથી નમિરાજર્ષિને જોયા. નમિરાજર્ષિના આશ્ચર્યકારી પ્રતિબોધથી હર્ષ પમાડાયેલ ઇદ્ર બ્રાહ્મણનું રૂપ કરીને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવ્યા. બ્રાહ્મણે નમિરાજર્ષિને કહ્યુંઃ પ્રત્રજ્યાનું મૂળ દયા છે એમ જ્ઞાનીઓ કહે છે. તમે દીક્ષા લીધી એથી આ પ્રજા દુખના કારણે આજંદન કરે છે. તમારી દીક્ષા પૂર્વાપર વિરુદ્ધ છે. આથી હે મહાભાગ્યશાલી ! પહેલાં સુખને અનુભવીને આ પ્રમાણે દીક્ષા લેવાને ગ્ય છે. નમિરાજર્ષિ બેલ્યા: મારું કઈ નથી અને હું કેઈને નથી. હું કોઈને દુઃખી કરતું નથી, અને મારા માટે કેઈ જીવ દુઃખી થતું નથી. બધા જ સ્વાર્થ માટે પ્રયત્ન કરે છે. પોતાને સ્વાર્થ સિદ્ધ ન થાય તે દુઃખ પામે છે. તેથી મમત્વથી રહિત ચિત્તવાળો હું પણ સ્વાર્થને સાધું છું. આ પ્રમાણે ઈંદ્રના