________________
૧૪૪
શીલપદેશમાલા ગ્રંથને, થયેલ તે ઘરે આવ્યું. ઉપાયો કરવા છતાં તેની પીડાથી તે ઘણે દુઃખી થયે. વૈદ્યોએ રોગનાશક કાગડાનું માંસ ખાવા માટે કહ્યું. રાજાએ આજ્ઞા કરી કે કાગડાને મારીને તેનું માંસ લઈ આવે. વંકચૂલે કહ્યું. મારે માંસભક્ષણનો સર્વથા ત્યાગ છે. રાજા બે હે પુત્ર! તું જીવતે રહીશ તે ફરી ફરી નિયમ થશે, પણ મરી જઈશ તે બધું જશે. તેથી માંસ ખા. રાજાનું કહેલું આ સાંભળીને વંકચૂલે સ્પષ્ટ કહી દીધું કે- જીવન જતું હોય તે ભલે જાય, પણ હું અકાર્ય તે નહિ કરું. તેથી વંકચૂલના મિત્રને
લાવવા માટે રાજાએ પિતાના માણસને શાલિગ્રામ મોકલ્યા. તેથી મિત્ર પ્રત્યે સ્નેહવાળો જિનદાસ પણ ઉજજેની તરફ ચાલ્યું. તેણે રસ્તામાં વૃક્ષની નીચે દિવ્ય અને તરુણ સ્ત્રીઓને રેતી જોઈ તેણે તેમને પૂછયું તમે અહીં શા માટે રડે છે? ઝીઓએ કહ્યું. અમે સૌધર્મ દેવલોકમાં રહેનારી દેવીએ છીએ, અને પતિથી રહિત છીએ. જે વંકચૂલ કાગડાનું માંસ ન ખાય તે અમારે પતિ થાય. હે ભદ્ર! તે જે હમણાં તમારા વચનથી માંસ ખાશે તે પતિ વિના અમે કેવી રીતે રહીશું. માટે અમે રહીએ છીએ. હું વંકચૂલને કાગડાનું માંસ ખાવાને ઉપદેશ નહિ આપું એમ દેવીઓને સમજાવીને જિનદાસ ઉજજેની ગયે. ત્યાં આદરથી વંકચૂલને મળે. વંકચૂલના શરીરને જોઈને જિનદાસે બધાની હાજરીમાં રાજાને કહ્યું કે, હવે એને ધર્મરૂપ ઔષધ જ આપવું એગ્ય છે. હવે એને ધર્મરૂપ ઔષધ આપવામાં વિલંબ ન કરવો જોઈએ. તેથી આરાધના કરીને, સાધર્મિક વગેરેમાં ધનનો ઉપયોગ કરીને, પુણ્યની અનુમોદના કરીને, દુષ્કતની ગહ કરીને, અને જીવો પ્રત્યે ક્ષમાપના કરીને ધર્મતત્વને જાણકાર વંકચૂલ સમાધિથી મૃત્યુ પામે. ધર્મને અનુકૂલ બુદ્ધિવાળે વંકચૂલ બાવીસ સાગરેપમ પ્રમાણ આયુષ્યવાળા બારમા અશ્રુત દેવલોકમાં ઉત્તમ દેવ થયે. તેની અગ્નિસંસ્કારની ક્રિયા કરીને ઘરે જતા જિનદાસે તે જ પ્રમાણે દિવ્ય યુવતીઓને રેતી જોઈ. તેણે તેમને પૂછયું: વંકચૂલને કાગડાનું માંસ આપ્યું નથી, તે તમે હજી પણ વિલાપની ચેણ કેમ કરે છે? તેમણે કહ્યું ત્યાં ગયેલા તમેએ તે પ્રમાણે કર્યું કે જેથી તે અમને ઓળંગીને ઉત્તમ બારમા દેવલેકમાં ગયે. ત્યારથી જિનદાસ પણ જિનધર્મમાં દઢ પરિણામવાળે થયે બુદ્ધિશાળી કે પુરુષ સારી રીતે જોયેલા ફળમાં સાક્ષીના મુખને જુએ? ગૃહસ્થ પણ વંકચૂલે રાણી વિષે અખંડ શીલનું પાલન કર્યું, અને એથી તે ઘણું સમૃદ્ધિને પામીને આલેકમાં અને પરલોકમાં પણ સુખને શ્રેષ્ઠ ભોક્તા થયે. [૪૬]
હવે ગૃહસ્થપણામાં મહાસતીઓના શીલપ્રભાવને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ચાર શ્લોકથી મહાસતીઓના જ ગુણની પ્રશંસા કરે છે –
अक्खलियसीलविमला, महिला धवलेइ तिन्निवि कुलाई । इह परलोएसु तहा, जसमसमसुहं च पावेइ ॥ ४७॥