________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૪૩ એવા આ દુરાત્માએ અહીં પ્રવેશ કર્યો છે. આ સાંભળીને રાજ રક્ષકે હાથમાં તલવાર લઈને જલદી આવી ગયા. અરે! પકડે, પકડ, કયાં છે? ક્યાં છે? એમ બેલીને સુભટેએ કેલાહલ કર્યો. આ વખતે રાજાએ સુભટને આજ્ઞા કરી કે, મહાસત્ત્વવાળા તેને માર નહિ, પણ તેને કેદમાં પૂરી રાખ. રાજાએ રાણીના વૃત્તાંતને વિચારતાં વિચારતાં રાત્રિ પસાર કરી.
સવારે રાજસભામાં બેઠેલા રાજાએ ચેરને બોલાવીને બંધનથી છોડાવ્યો. તે પણ રાજાને નમીને રાજા આગળ બેઠે. રાજાએ તેને સૌમ્યદષ્ટિથી જોયો, અને પૂછયું જેમાં માણસ પ્રવેશ ન કરી શકે તેવા મારા મહેલમાં તું કેવી રીતે પેઠે ? ચેરોમાં વરસમાન વંકચૂલે કહ્યું- હે દેવ ! ખાતર પાડવાથી હું કંટાળી ગયો છું. ધનના મોહથી ઘોની પુછડીને વળગીને હું મહેલ ઉપર ચઢો. હે પ્રભુ! જેમ બિલાડી દૂધને જુએ તેમ ત્યાં મહારાણીએ મને જોયો. આપ ઈચ્છા પ્રમાણે મારો નિગ્રહ કરે. કારણ કે પોતે મેળવેલી વસ્તુને બીજાઓ કેવી રીતે લઈ શકે ? રાજાએ કહ્યું તારા સાહસથી હું તુષ્ટ થયો છું. આથી જ મારા વડે પટરાણુ તારા ઉપર પ્રસન્ન કરાવાઈ છે, અર્થાત્ મારી પ્રેરણાથી તે તારા ઉપર પ્રસન્ન થઈ છે. વંકચૂલ બેઃ હે દેવ ! પટરાણી નકકી મારી માતા છે. રાજાએ દેખાવથી ગુસ્સો કરીને રાજરક્ષકોને આજ્ઞા કરી કે, આ દુષ્ટ ચારને શુળી ઉપર ચઢાવીને મારી નાખે. તે પણ જેમ સમ્યગ્દષ્ટિ જીવ દુનથી ચલિત ન થાય તેમ ધીર તે ચલિત ન થયો. રાજાએ રક્ષકના નાયકને એકાંતમાં કહ્યું કે, સાહસિકમાં મુખ્ય આ ચેરની અવશય રક્ષા કરવી, અર્થાત્ તેને મારી ન નાખવો. નાયક તેના દોષની ઘોષણા કરવાપૂર્વક તેને નગરમાં ફેરવીને વધસ્થાને લઈ ગયો. તેની આગળ શુળી તૈયાર કરવામાં આવી. તે પણ ગુરુએ આપેલા અભિગ્રહને યાદ કરતા અને દઢ સવવાળા તેણે પટરાણીની ઈચ્છા ન કરી. તેને ફરી રાજાની પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ તેને પોતાના પુત્ર તરીકે સ્વીકારીને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો. વંકચૂલ પત્ની અને બહેનની સાથે ત્યાં સુખપૂર્વક રહ્યો. તેણે આ પ્રમાણે વિચાર્યું - હું ધન્ય છું, મારા જન્મ સફલ છે. હવે જે ફરી તે આચાર્યને જોઉં તે ઉત્તમધર્મને સ્વીકાર કરું. વંકચૂલ આ પ્રમાણે વિચારી રહ્યો હતો એ દરમિયાન એકવાર ત્યાં આચાર્ય પધાર્યા. તેણે ભાવપૂર્વક સૂરિને વંદન કર્યું અને ધર્મ સાંભળે. પછી શુદ્ધ બુદ્ધિવાળા તેણે અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે, જીવદયા તત્વ છે, એ પ્રમાણે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. ત્યારબાદ વંકચૂલ ગીતાર્થ શ્રાવક થયે, સાધુ અને સાધર્મિક વગેરેને ભક્ત થયે અને જિનપૂજામાં તત્પર બને.
આ તરફ ઉજજૈની નગરીની પાસે શાલિગ્રામમાં જિનદાસ નામને શ્રાવક રહે હતા. તે વંકચૂલને પરમ મિત્ર થયે. એકવાર વંકચૂલે અતિશય મુશ્કેલીથી જીતી શકાય તેવા પલ્ટિપતિને યુદ્ધમાં હણી નાખે. પછી યુદ્ધમાં લાગેલા અનેક શસેથી જર્જરિત