________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩૫ હવે રાણીએ એક જ મનવાળી પંડિતા નામની પિતાની ધાવમાતા આગળ પિતાની પ્રતિજ્ઞાને તે જ વખતે કહી. ધાવમાતાએ કહ્યું હે પુત્રી! તે આ સારું વિચાર્યું નથી. કારણકે તું હજી પણ મહાત્માઓની ધૈર્યશક્તિને જાણતી નથી. સામાન્ય પણ જિનેશ્વરભગવાનને શ્રાવક પરસ્ત્રી સોંદર હોય છે, સુદર્શનની તે સવમર્યાદા સ્પષ્ટપણે હદ વિનાની છે. જેની બુદ્ધિ સદા ગુરુસેવા અને ધર્મધ્યાનમાં એકતાન બની ગઈ છે એવા સુદર્શનની સાથે કામક્રીડા કરવાનું તે દૂર રહ્યું, પણ તેને અહીં લાવવાનું પણ અશકય છે. કયે બુદ્ધિશાળી મૃગતૃષ્ણાનું પાણી પીવાની પ્રતિજ્ઞા કરે? કો બુદ્ધિશાળી સસલાના શિંગડા લેવાની ઈચ્છાથી જંગલમાં ભમે? તે પ્રમાણે આ સુદર્શના શીલનો ભંગ કરવામાં રૂ૫ અને સૌભાગ્યના ગર્વથી ક માણસ પ્રયત્ન કરવાની ઈચ્છા કરે? રાણીએ ફરી આગ્રહપૂર્વક કહ્યું હે માતા ! તું એને એકવાર અહીં લઈ આવ, પછી હું તને બીજા કેઈ કામમાં નહિ જોડું. વિચારીને પંડિતાએ કહ્યું : જે તારે આ નિશ્ચય છે તે તેને લાવવાને ઉપાય મેં વિચારી લીધું છે. એ પર્વદિવસે શૂન્યઘર વગેરે સ્થળે કાયેત્સર્ગ કરે છે. ત્યારે જ તેને લઈ જવો, બીજી રીતે તેને સંગ થઈ શકે તેમ નથી. અભયા બેલીઃ સારું, સારું, અતિથી વિભૂષિત હે પંડિતા! તું યથાર્થ નામવાળી છે. એથી તારે આ ઉપાય કર. પંડિતાએ “હા” એમ કહ્યું. પછી પંડિતા સુદર્શનના માપ જેટલી કામદેવની પ્રતિમા રાજમહેલમાં લાવે છે અને પાછી લઈ જાય છે. આમ કરતી તેણે પહેરીગરોને વિશ્વાસવાળા કર્યા.
આ તરફ કોમુરી પર્વના દિવસે ક્રીડા કરવા માટે રાજાએ પટહની ઘોષણા કરાવીને પ્રજાને ઉદ્યાનમાં બોલાવી. તે દિવસે સુદર્શન શેઠ માસીપર્વમાં ધર્મકાર્યો કરવાની ઈચ્છાથી રાજાને કહીને ઘરમાં જ રહ્યા. પંડિતાએ ત્યારે રાણીને કહ્યું: આજે તારે ઉદ્યાનમાં ન જવું, જેથી આજ તારી પ્રતિજ્ઞા સફલ થાય. આજે મને મસ્તકવેદના પીડા કરે છે એવા બહાનાથી રાણી રાજાને પૂછીને ઘરે રહી. સ્ત્રીઓ તાત્કાલિક બુદ્ધિના બળવાળી હોય છે. સુદર્શન દિવસે દેવપૂજાદિ કાર્યો કરીને રાતે પૌષધ લઈને શુન્ય ઘરમાં કાયત્સર્ગમાં રહ્યા. ત્યારબાદ પંડિતાએ સુદર્શનને ગુપ્તપણે વાહનમાં નાખીને અભયાને સોંપ્યા. ગુપ્તપણે સુદર્શન શેઠને લઈ જતી પંડિતાને દ્વારપાળોએ રોકી નહિ. ધારણ કરેલા શંગારરૂપી બાણના ભાથામાંથી જેણે ભ્રકુટિરૂપી બાણ ખેંચ્યું છે એવી અને જેણે કટાક્ષરૂપી બાણ તૈયાર કર્યું છે એવી અભયાએ સુદર્શન શેઠને પિતાનું લક્ષય કર્યું. તેણે કહ્યું કે, હે ભદ્ર! તમે જે અતિશય દુષ્કર તપ કર્યો છે તે આજે તમને ફળે છે. .
આ જ્જને મૂકી દે. હવે હર્ષ પામીને ઈષ્ટને કરો. આ પ્રમાણે હાસ્યવચન બેલતી તેણે અનેક પ્રકારની વિકારવાળી ચેષ્ટાઓ કરી. પછી કામાતુર થયેલી તેણે સુદર્શન શેઠને - ૧. અહીં એક સ્થળે “ભદ્ર એ પ્રમાણે સંબોધન કર્યું છે, બીજા સ્થળે “ ધૃષ્ટ” એ પ્રમાણે સંબોધન કર્યું છે. આ વિરોધાભાસ છે. આથી મેં અનુવાદમાં “ ધૃષ્ટ' સંબોધનને ઉલેખ કર્યો નથી.