________________
૧૩૬
શીલેપદેશમાલા ગ્રંથને છાતીમાં લઈને સર્વ અંગમાં આલિંગન કર્યું. તે વખતે સુદર્શન શેઠ વિશેષથી ધ્યાનમાં ૨હ્યા. શું પ્રલયકાળના પ્રચંડ પવનથી મેરુપર્વત ચલિત થાય છે? અભયાએ ફરી કહ્યું : હે ધૂર્ત! તું મને તારી આગળ કેટલું નચાવીશ? કામરૂપી હાથીથી ભય પામેલી હું તારા શરણે રહેલી છું. તેથી તારા માટે ઘણા કાળ સુધી ખેદ પામેલી મારી ઉપેક્ષા ન કર. મૂખ પણ કર્યો માણસ ફેગટ (=મહેનત વિના) મળેલા અમૃતને ત્યાગ કરવાની ઈચ્છા કરે? ધીર સુદર્શને બુદ્ધિથી વિચાર્યું કે, જે હું આ સંકટથી મુક્ત થઈશ તે કાર્યોત્સર્ગ પારીશ, અન્યથા મારે અનશન છે. આ પ્રમાણે પ્રાર્થના કરતી પણ અભયાને સુદર્શન શેઠે સહેલાઈથી તિરસ્કારી નાખી. હવે ગુસ્સે થઈને ચંડીદેવી જેવી બનેલી અભયા સુદર્શન શેઠને બીવડાવવા માટે તત્પર થઈ. તેણે કહ્યું કે, તારા જ્ઞાનને ધિક્કાર છે. તું મને જાણતા નથી. અમૃત એવી મારી અવજ્ઞા ન કર. માનવાળી તુષ્ટ થયેલી મને અમૃત જાણ અને રુઝ થયેલી મને વિષે જાણ. આ તીવ્રતાથી ચોક્કસ હું તારી યમદૂતી થઈ છું. ગુસ્સે થયેલી અને કુટિથી ભયંકર એવી અભયાએ ઈત્યાદિ રીતે સુદર્શન શેઠને બીવડાવ્યા. પણ સુદર્શન શેઠ વિશેષથી ધ્યાન અવસ્થામાં આરૂઢ થયા. શંકરના નેત્રોમાં રહેલા અગ્નિના સંગથી ચંદ્ર અમૃતનું ધામ બને છે.
પ્રભાત થતાં વિલખી બનેલી અને રોષથી વ્યાકુલ થયેલી અભયાએ નખ વડે પોતાના શરીરમાં ઉઝરડા કરીને બૂમ પાડી. આથી પહેરેગીરે સંભ્રમથી જલદી ત્યાં આવ્યા. તેમણે ત્યાં એકલા શાંત અને કાર્યોત્સર્ગમાં રહેલા સુદર્શન શેઠને જોયા. જેમ ચંદ્રની અંદર વિષના તરંગે ન હોય તેમ આ શેઠેમાં આ સંભવતું નથી. આથી તેમણે જલદી રાજાને જણાવ્યું. રાજા જાતે ત્યાં આવ્યો. અભયાએ આંખમાં આંસુ લાવીને ખલના પામતી વાણીવડે રાજાને કહ્યુંઃ હે દેવ ! હું આપને પૂછીને કેટલામાં અહીં આવી તેટલામાં જેમ ઓચિંતું કેળાનું ફલ આવીને પડે તેમ મેં આને મારી આગળ જે. આ દુટે મારી સાથે કામક્રીડા કરવાની ઈચ્છાથી કુશળ અને ખુશામતવાળાં વચને મને કહ્યાં. કામક્રીડા કરવાને નહિ ઇચ્છતી એવી મારા ઉપર એણે બલાત્કાર કર્યો અને મારા શરીરમાં નથી ઉઝરડા કર્યા. આથી મેં પોકાર કર્યો. શું અબળાઓમાં બળ હોય? જેમ દૂધમાં પોરા ન સંભવે તેમ આનામાં આ ચોક્કસ અસંભવિત છે એમ માનીને રાજાએ સુદર્શન શેઠને આ શું છે? એમ વારંવાર પૂછયું. અભયા રાણીની દયાથી સુદર્શન શેઠ કંઈ પણ બોલ્યા નહિ. કારણ કે પીલાત પણ શેરડીને સાંઠ મધુર રસ બહાર કાઢે છે. પરી ગમન કરનારા અને ચારોનું મૌન એ જ લક્ષણ છે એમ વિચારીને રાજાએ સુદર્શન શેઠમાં દેષની કલ્પના કરી. પછી રાજાએ ગુસ્સે થઈને રક્ષક પુરુષને આ પ્રમાણે આજ્ઞા કરી – આની વિડંબના કરીને અને એના દેશને નગરમાં જાહેર કરીને આને નિગ્રહ કર =એને શૂળી ઉપર ચડાવી દે. પછી રક્ષક પુરુષે એમને ઘેટાની જેમ વાળેથી
. અથવા મૂખ પણ કયો માણસ મળેલા અમૃતને નિરર્થક ત્યાગ કરવાની ઈચ્છા કરે?